Address by Sunil Bharti Mittal at Nirma University, Ahmedabad

Ahmedabad, DeshGujarat
Sunil Bharati Mittal, a man who dialed first mobile phone call in India was at Nirma University, Ahmedabad to deliver a convocation address. Mr. Mittal in his extempore address, talked about range of topics. He recalled his early days as a graduate and said to the students that he had to struggle a lot because in those days Indian economy was not as open as it is today. Today’s students have ample opportunities and chances. World has changed and it is nice that nowadays world welcomes changes. He said ‘Do what you love and so that you will love what you do.’ He expressed optimism that India would become third largest economy of the world in as early as 2035. His full speech with this and much more is here in mp3. Download it or listen to it live clicking a button. Enjoy this and other speeches and episodes on DeshGujarat.

At Nirma University(Video)
અમદાવાદ, દેશગુજરાત
સામાન્ય રીતે પદવીદાન સમારંભમા મુખ્ય વક્તવ્ય આપનાર વક્તા પોતાનું વક્તવ્ય લખીને આવતા હોય છે અને એ વક્તવ્ય ચાલતું હોય ત્યારે હાજર સહુને લખેલું વક્તવ્ય વહેંચવામાં આવતું હોય છે પરંતુ અમદાવાદમાં નિરમા યુનિવર્સીટીના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભમાં આ વખતે શ્રી સુનિલ ભારતી મિત્તલે પોતાનું ઉદબોધન વાંચ્યા વગર દિલથી બોલીને આપ્યું હતું.જ્યારે પત્રકારોએ લેખિત ઉદબોધનની કોપી માંગી ત્યાર તેમને નીરમા તરફથી કહેવામાં આવ્યું હતું કે શ્રી મિત્તલે અમદાવાદ આવતી વખતે વિમાનમાં જ પોતાની સ્પીચ તૈયાર કરી લીધી છે. પોતાના ઉદબોધનમાં શ્રી મિત્તલે કેટલીક મહત્વની વાતો કહી જે અહીં પ્રસ્તુત છે.
- આપણી જિંદગી ગોલકીપર જેવી હોય છે. એક ગોલકીપર ઘણાં બધા ગોલ થતા રોકે છે, પણ એ કોઈ યાદ રાખતું નથી. પરંતુ જો એકાદો ગોલ રોકી ના રોકી શકાય અને ગોલ થઈ જાય તો બધા તેને હંમેશા યાદ રાખે છે. આપણે જે પણ કરતા હોઈએ તેમાં શ્રેષ્ઠતા નિરંતર જાળવી રાખવી જરુરી છે.
- જે ગમે એ જ કરવું જોઈએ, આનાથી જે કરીએ એ ગમતું હોય એવી પરિસ્થીતિ પેદા થાય છે. કશુંક ના ગમતું હોય અને કરીએ તો તે ગમાડવું પડે છે. એ સારી પરિસ્થિતિ નથી. વિદ્યાર્થીઓને તેમની નહી પરંતુ પોતાની પસંદગીનું શિક્ષણ આપવાના વાલીઓના વલણથી છેવટે તો સામાન્ય પ્રકારનો સમાજ રચાય છે.
-પશ્ચિમના રાષ્ટ્રોમાં વૃધ્ધત્વનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યાંની વસ્તી ઝડપથી વૃધ્ધત્વના વધુ પડતા પ્રમાણવાળી સર્જાઈ રહી છે. ભારતની મુડી ભારતાના એ પંચાવન ટકા યુવાન લોકો છે કે જે દસ વર્ષ પછી પશ્ચિમના દેશોને કામ લાગશે.
-જ્યારે હું કોલેજમાંથી બહાર પડ્યો ત્યારે ભારતનું અર્થતંત્ર આટલું ખુલ્લું અને મુક્ત ન હતું. આજે કોલેજમાંથી બહાર પડનારા વિદ્યાર્થીઓ પાસે વધુ વિકલ્પ છે, વધુ તકો છે.
-એક ઉભરતા ઉદ્યોગ સાહસિકે હંમેશા પ્રતિરોધોનો સામનો કરવાનો હોય છે. પ્રતિરોધનો સામનો કરીને પણ સામાન્ય માણસમાંથી ક્શાકના રચઈતા બનવું અથવા સમયના વહેણમાં વહી જવું એ બેજ વિકલ્પો હોય છે.
-વિશ્વના અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારત ૨૦૪૦માં અમેરિકા અને ચીન પછીનું વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનશે. મારું માનવું છે કે આ કામ આપણે ૨૦૩૫માં જ પુરું કરી શકીએ છીએ.
Bharati Group’s Official Website
Sunil Mittal: World’s 125th Richest Person, Forbes
Who is Sunil Bharti Mittal ? BBC Report
At World Economic Forum





















