Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Gujarat CM is a Poet:Narendra Modi’s two Poetries(Gujarati Text)

dakor.jpg

Mumbai, DeshGujarat

Gujarat Chief minister Narendra Modi is a poet too. Here are two of Narendra Modi’s Gujarati poetries from his book ‘Aankh aa dhayna chhe.’ First poetry by Narendra Modi presented on this page is about joy of being on this planet. Another one is a poetry in which Narendra Modi writes about turning a crowd into a fair and lot more. Let’s hope, collection of Narendra Modi’s Gujarati poetry will someday come in the form of translated English book too. For now, you have to be a Gujarati to read Narendra Modi’s poetries.

મુંબઈ, દેશગુજરાત

સાત એપ્રિલે મુંબઈના ભાઈદાસ હોલમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ નું વિમોચન ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહ શેખાવતના હસ્તે થશે. આ સમારંભમાં શ્રી મોદીની કવિતાઓનું પઠન અને ગાયન પણ થશે. કવિ શ્રી સુરેશ દલાલ આ પ્રસંગે વક્તવ્ય આપશે. નરેન્દ્રભાઈના આ કાવ્યસંગ્રહની કિંમત ૫૦૦ રૂ. છે. તેમાં ૧૩૦ પાના છે અને કુદરતી દ્રશ્યોસભર સચિત્ર રીતે નરેન્દ્રભાઈ દ્વારા રચાયેલી ૬૨ કવિતાઓ છે.અહીં દેશગુજરાત.કોમ પર પ્રસ્તુત છે શ્રી મોદી લિખિત બે કાવ્યો આ જ કાવ્યસંગ્રહમાંથી. જેમાંનુ પ્રથમ કાવ્ય ‘ધન્ય’ કાવ્યસંગ્રહના શીર્ષકનું કાવ્ય છે અને ‘મેળામાં મળવા દો’ એ આ જ કાવ્યસંગ્રહમાં પ્રગટ થનારું અન્ય એક કાવ્ય છે.

ધન્ય

પૃથ્વી આ રમ્ય છે

આંખ આ ધન્ય છે.

લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં

તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.

વ્યોમ તો ભવ્ય છે.

ને પૃથ્વી આ રમ્ય છે.

આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.

હવામાં રંગનાં વર્તુળો દોરતું.

કિયા ભવનું પુણ્ય છે ?!

જિંદગી ધન્ય છે, ધન્ય છે.

સમુદ્ર આ ઉછળે સાવ ઉંચે આભમાં,

કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં!

સભર આ શૂન્ય છે.

પૃથ્વી આ રમ્ય છે.

માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો.

ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.

આ બધું અનન્ય છે.

ને કૈંક તો અગમ્ય છે.

ધન્ય ધન્ય ધન્ય છે.

પૃથ્વી મારી રમ્ય છે.

- નરેન્દ્ર મોદી

મેળામાં મળવા દો

ટોળાનું મેળામાં રુપાંતર કરવું

એ છે મારો જીવનધર્મ,

મારું જીવનકર્મ.

મેળામાં માણસ હળતો હોય છે

મળતો હોય છે

સમયને સોહામણો કરતો હોય છે.

હું છેનો માણસ છું.

નથી નથી પર છેકો મૂકું.

કોઈક ઈમારત પડતી હોય

તો ટેકો મૂકું.

માનવની પાછળ માધવ છે

ને રાઘવ છે.

મારી પાસે વાંસળી છે

ને શિવધનુષ્ય.

ઈશ્વર ને શયતાનની વચ્ચે

હું તો મારે રહું મનુષ્ય.

મનુષ્ય થવું એ જ મોટી વાત.

પૃથ્વીમાં હું જોઉ સ્વર્ગને.

મારી એ જ મિરાત.

ટોળાને ટળવા દો.

મેળામાં મળવા દો.

-નરેન્દ્ર મોદી

નરેન્દ્રભાઈના કાવ્યસંગ્રહમાંથી વધુ કેટલાક અમીછાંટણા

સમી સાંજની વેળા:
આપણે રમતારામ અકેલા

ઝાંખાપાંખા સ્મરણના દીવા
નીકળ્યા અંધારાને પીવા

નીંદરની ચાદર ઓઢીને
સૂતાં રહ્યા શરીર
વીર તમે ઉઠો જાગો
કે ઝળકી રહે ખમીર

પતંગ…
મારે માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ
મારું સૂર્ય તરફનું પ્રયાણ

-નરેન્દ્ર મોદી

કાવ્યસંગ્રહ વિશે

મારા ભાવવિશ્વની
ઉઘડતી નાનકડી બારીમાંથી
જગતને જેવું જોયું,
જેવું અનુભવ્યું,
જેવું જાણ્યું, જેવું માણ્યું
તેના પર અક્ષરનો અભિષેક છે…

-નરેન્દ્ર મોદી

Related reading:

I too have feelings, says ‘poet’ Modi,

Modi’s multi-hued poems reveal his softer side

There’s a poet inside Mr Narendra Modi

modismall.jpg

smalldeshsong.jpg

smalldeshsong.jpg

smalldeshsong.jpg

smallriverfront.jpg

smallbrts.jpg

smallkankaria.jpg

smallsg.jpg

smalltop20.jpg

smallgalki.jpg

smallambaji.jpg

smallnrisanedo.jpg

sanedosmall.jpg

morarismall.jpg

rushikshahsmall.jpg

chandosmall.jpg

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World