Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Comedy:Ramesh Mehta LIVE at Karnavati Club,Ahmedabad(Videos)

Great Gujarati Comedian Ramesh Mehta’s Entry(Video)

Great Gujarati Comedian Ramesh Mehta with P Kharsani(Video)

Great Gujarati Comedian Ramesh Mehta’s Speech(Video)

Great Gujarati Comedian Ramesh Mehta Talks about MorariBapu Mehta(Video)

અમદાવાદ, દેશગુજરાત

મિડિયા સોસાયટી, ગુજરાત અને કર્ણાવતી ક્લબ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી ફીલ્મોના પંચોતેર વર્ષ પૂરા થવા નિમીત્તે મોરારીબાપુની ઉપસ્થિતીમાં યોજાયેલા કાર્યક્રમના પાછલા એપિસોડમાં દેશગુજરાત પર અભિનય સમ્રાટ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીને આપે ઓડીયો અને વિડીયોમાં માણ્યા. હવે આ એપિસોડમાં આપની સમક્ષ રમેશ મહેતાની આ કાર્યક્રમમાં જોવા મળેલી ઝલકો પ્રસ્તુત કરીએ છીએ. કાર્યક્રમના આયોજક ધીમંતભાઈ પુરોહિતે વિવિધ મિત્રો થકી રમેશ મહેતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કહેવડાવ્યું. રમેશભાઈ પંચોતેર વર્ષના છે અને રાજકોટમાં રહે છે તેમના માટે એક કાર્યક્રમ માટે અમદાવાદ સુધી લાંબા થવાનું મૂશ્કેલ હતું પરંતુ ઘણા પ્રયત્નો પછી તેઓ આવવા સંમત થયા. રમેશભાઈ શામિયાણામાં પ્રવેશ્યા ત્યારે કાર્યક્રમ સ્ટેજ પર શરુ થઈ ગયો હતો અને ગાયક પ્રફુલ્લ દવે મણીયારો ગીત ગાવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ પબ્લીકમાં ગણગણાટ શરૂ થયો અને પછી તો પબ્લિકમાં મસ્તી નજરે ચડી.કેટલાક લોકો ઉભા થઈ ગયા તો કેટલાક હસવા માંડ્યા અને પછી દેખાયા લોકોને પોતાના આગમન માત્રથી હિલોળે ચડાવનારા રમેશ મહેતા. મહેતાજીએ સ્ટેજ પર ચડીને મોરારીબાપુને વંદન કર્યા અને પછી નરેશ કનોડિયાને ભેટી પડ્યા. આ ક્ષણે તેમણે હાજર ફોટોગ્રાફરોને કહ્યું કે ભઈ પાડી લો પાડી લો ફોટો, આવો ફોટો ફરી નહીં મળે. આ થયો કાર્યક્રમમાં રમેશ મહેતાનો પહેલો પ્રસંગ.

બીજા પ્રસંગમાં જ્યારે હાસ્ય અભિનેતા શ્રી પી ખરસાણી બોલવા ઉભા થયા ત્યારે બોલતા બોલતા તેમણે તેમના અને રમેશ મહેતાના જૂના સંબંધોની વાતો કરી અને પછી તો રમેશ મહેતા ઉભા થયા અને આ બેઉ દિગ્ગજ હાસ્યકલાકારોની સહિયારી વાતો મજા કરાવી ગઈ.

ત્રીજા પ્રસંગમાં રમેશભાઈને સ્ટેજ પર બોલવા માટે ઉભા કરવામાં આવ્યા અને પછી તો તેમણે પોતાની નિરાળી સ્ટાઈલમાં ટૂંકૂ ઉદબોધન કર્યું.

ચોથા પ્રસંગમાં મોરારી બાપુએ જ્યારે પોતાના વક્તવ્યમાં કહ્યું કે પોતાની અટક ખરેખર તો મોરારીદાસ હરિયાણી નહીં પરંતુ મહેતા છે ત્યારે રમેશ મહેતા ખુરશી પરથી ઉભા થઈ ગયા અને મોરારી બાપુ સમક્ષ ઈશારો કર્યો કે પોતાને કશુંક અરજન્ટ કહેવું છે. પછી રમેશ મહેતા બોલ્યા કે અત્યાર સુધી તેઓ એવું માનતા હતા કે સૌરાષ્ટ્રમાં બે જ જાણીતા મહેતા થયા છે: એક નરસિંહ મહેતા અને બીજા રમેશ મહેતા પણ જો મોરારીબાપુની અટક મહેતા હોય તો તો ત્રણ જોરદાર મહેતા થયા ભઈ.માણો પ્રસંગો પૂરેપૂરા વિડિયોમાં.જુઓ અને આનંદ ઉઠાવો.

Ahmedabad, DeshGujarat

Ramesh Mehta, the greatest Gujarati film comedian was present at Karnavati club, Ahmedabad, on the occasion of celebration of Gujarati film industry’s completion of 75 years. Known for his ‘ohohohohoho’ dialogue, Ramesh Mehta spoke four times on the mike in this function organized by Media Society of Gujarat and Karnavati club. Mehta came from Rajkot all the way for this function. His immense popularity was visible. DeshGujarat has captured each moment of Ramesh Mehta’s encounter with mike in this function. Enjoy four different scenes from this Grand function where Ramesh Mehta was on mike.

Related Links:

Watch Comedy Videos, Listen to Comedy Audios and lot more at our Comedy Section. Click over this link to reach there

More Ramesh Mehta on DeshGujarat: Follow these Links…

Ramesh Mehta’s Three scenes(Video),
Ramesh Mehta’s Idea(Video),
Ramesh Mehta Live on mike(Video),
Ramesh Mehta’s Sasu(Mp3),
Ramesh Mehta’s Sucide attempt(mp3),
Ramesh Mehta’s Chundadi(Mp3)

smalldeshsong.jpg

smalltop20.jpg

smallgalki.jpg

smallambaji.jpg

smallkhatimithi.jpg

chundadi.jpg

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World