Home » More » Gujarati » Launching A New Gujarati Song: ‘Tape To Tape Tari’…..(Video)

Launching A New Gujarati Song: ‘Tape To Tape Tari’…..(Video)

Poetry by Late Gujarati poet Shri. Jayant Pathak: ‘Tape To Tape Tari…’ is composed and mixed in video here by DeshGujarat.Com. This is Pre-Studio, Home made composition-Recording, not a final one. Enjoy.

ગુજરાતના મહાન કવિ સુરતના સ્વ શ્રી જયંત પાઠકની કવિતા ‘તાપે તો તાપે…’ને દેશગુજરાત.કોમે ચલણી સંગીતમાં સંગીતબદ્ધ કરીને વિડીયોમાં જોડી અહીં પ્રસ્તુત કરી છે.આ સ્ટુડિયો રેકોર્ડિંગ નથી પરંતુ સંગીતબદ્ધ કરવાના ક્રમમાં સંગત ચાલતી હોય ત્યારનુ કાચું રેકોર્ડિંગ છે. તેમ છતા અહીં આપની સમક્ષ મૂકવા જેટલું તો તૈયાર લાગ્યું જ છે.આ ગીત અહીં વેસ્ટર્ન બીટ સાથે રજૂ કર્યું છે પરંતુ ભારતીય વાદ્યો અને તાલની ગોઠવણમાં પણ તે ખૂબજા રંગત જમાવે છે.ક્યારેક એ અંદાજમાં પણ આ ગીત રજૂ કરીશું. આ જ પેજ પર. ભવિષ્યમાં આવા વધુ મજાના,ક્રિએટીવ એપિસોડસની આપ અહીં આશા રાખી શકો. નિરાશ નહીં કરીએ. જય ગુજરાત.

તાપે તો થાઉં તારી:શબ્દો

તાપે તો થાઉં તારી તાપણી ભલાજી
ને ઢોળે તો વીંઝણો થાઉં;
વાયે તો થાઉં તારી વાંસળી ભલાજી
ને ગાયે તો ગીત થઈ જાઉં!
સાંજની તે વેળનો શિયાળો ભલાજી
ઓઢે તો અંગ અંગ ઢાંકુ;
વ્હાલપના વેણનાં કમખે ભલાજી
આલે તો આભલા ટાંકું.
આપણે તો એ..ય અહીં એકલા ભલાજી
કોતરમાં ભમ્મરિયાં પાણી;
તાણમાં શી છૂટું છૂટું લજ્જાના વસ્તરની
વાળેની ગાંઠ તાણી તાણી!

લખ્યું: ૧૯-૨-૧૯૯૦, જયંત પાઠક, સુરત,ગુજરાત

ગાયું અને સંગીતબદ્ધ કર્યું:વર્ષ ૨૦૦૬, જપન, અમદાવાદ,ગુજરાત

રજૂ કર્યું: એપ્રિલ ૨૦૦૭, દેશગુજરાત.કોમ પર

Note:Every month we start something new at DeshGujarat.Com and continue to do that alongwith starting another new initiative at another new month. From April 2007, with this episode, we are starting to cater edited videos at DeshGujarat. In all past video episodes we had catered videos in unedited clip format. Now onwards alongwith our known style of catering clip videos, you will also enjoy some video episodes in packaged edited format.

sanedosmall.jpg

smallkhatimithi.jpg

smallnrisanedo.jpg

smalldeshsong.jpg

<< Previous Post
Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo