Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Praful Dave Sings ‘Maniyaro’, Rita Bhaduri Dances LIVE(Video)

અમદાવાદ, દેશગુજરાત

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પંચોતેર વર્ષ પૂરા થવા નિમીત્તે મિડિયા સોસાયટી ઓફ ગુજરાત અને કર્ણાવતી ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઉપેન્દ્ર ત્રિવેદીનું વક્તવ્ય, રમેશ મહેતા માઈક પરથી બોલ્યા તે ક્ષણો અને નરેશ કનોડિયાનો નાચ વગેરે આપે દેશગુજરાત પર અગાઉ માણ્યા હવે આજે પ્રસ્તુત છે ખૂબજ જાણીતા ગુજરાતી લોક ગાયક શ્રી પ્રફુલ દવેએ આ કાર્યક્રમમાં માઈક હાથમાં લીધું ત્યારથી માંડીને માઈક હેઠે મૂક્યું તેનો આખેઆખો વિડિયો. પ્રફુલભાઈ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મણિયારો ગીત ગાવા સાથે પ્રવેશ્યા હતા.તેમણે એ પ્રસંગને યાદ કરીને મણિયારો ગીત ગાયું. આ ગીત પ્રફુલભાઈએ જ્યારે સ્ટુડિયોમાં ગાયું હતું ત્યારે સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ તેમની બાજુમાં સ્ટુડિયોમાં ઉભા હતા એ યાદ કરીને પ્રફુલભાઈએ ગૌરાંગ વ્યાસને અહીં સ્ટેજ પર પણ પોતાની સાથે ઉભા રહેવા બોલાવ્યા.અને આ ગીત જ્યારે ફિલ્મમાં આવ્યું હતું ત્યારે તે રીટા ભાદુરી પર ફિલ્માવવામાં આવ્યું હતુ એને યાદ કરીને પ્રફુલભાઈએ રીટા ભાદુરીને નાચવા માટે પણ વિનંતી કરી જે રીટાાબહેને સ્વીકારી. આ બધું આપ અહીં વિડિયોમાં માણી શકશો.

Ahmedabad, DeshGujarat

Media society of Gujarat alongwith Karnavati club organised a grand function on the occasion of Gujarati film industry’s complition of 75 years. We here at DeshGujarat.Com catered you three episodes from this function: Upendra Trivedi’s speech, Ramesh Mehta on mike and Naresh Kanodiya’s speech,song,stage dance. Now here is video of very popular Gujarati folk singer Praful Dave’s performance in this function.

Praful Dave was introduced as a Gujarati film playback singer by his song ‘Maniyaro’. On the occassion of Gujarati film industry’s completion of 75 years, Praful Dave performed this song on the stage. In the course of his performance, Praful Dave invited Rita Bhaduri to dance on this song. Rita Bhaduri is same actress who had danced on this song in the original film too.
Prafulbhai also invited musician Gaurang vyas to stand alongwith him like he had stood at the time of this song’s original recording in the studio. Enjoy and have a fun.

chandosmall.jpg

sanedosmall.jpg

smallkhatimithi.jpg

smallnrisanedo.jpg

smalldeshsong.jpg

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World