‘My Grandsons speak Gujarati like foreigners’(Gujarati Mp3)

Ahmedabad, DeshGujarat
Achala education trust organized a wonderful seminar on the subject: ‘whether our children should go to English medium school or a Gujarati?’
Different speakers talked about their concern about dying Gujarati medium schools in Gujarat with great worry. Here is presented Dr. Urmilaben Patel’s (widow of late Chimanbhai Patel- chief minister of Gujarat) speech. Urmilaben is grandmother of English medium goer grandsons. She in his speech says “My grandsons can not speak four sentences in Gujarati and they speak Gujarati like foreigners.”
અમદાવાદ, દેશગુજરાત
અમદાવાદમાં અચલા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સેમીનાર ‘ શિક્ષણનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એ વિષય પર એક દિવસનો સરસ પરિસંવાદ યોજાઈ ગયો. આ પરિસંવાદમાં મંચ પરથી વિવિધ વક્તાઓએ પોતાના વ્ક્તવ્યો આપ્યા અને હાલ સમાજમાં જોવા મળી રહેલી અંગ્રેજી માધ્યમ તરફની ઘેલછા વિષે ચિંતા પ્રગટ કરી. ઉર્મિલાબહેન પટેલ ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પત્ની છે. તેમણે તેમના વક્તવ્યમાં સમાજની તો ખરીજ પરંતુ પોતાના ઘર આંગણાની પણ ચિંતા પ્રગટ કરી. તેમણે કહ્યું કે તેમના પૌત્રો ઘરમાં ગુજરાતીના ચાર સારા વાક્યો તો બોલી શકતા નથી, ગુજરાતી બોલે છે તો વિદેશીની માફક બોલે છે. સાંભળો ઉર્મિલાબહેનનું ચિંતનીય વ્ક્તવ્ય.


| << Previous Post |



hey …. I could not listen to this podcast …. is there any technical difficulty ??
Akhilbhai,
There is a problem from hosting place, It will be ok soon. Keep visiting and rechecking this. It’s a problem common to every audio episode not only this one and will be fine in sometime.
DeshGujarat.Com
Ahmedabad Desk,
Gujarat
I have found your site excidently, it is nice and now I feel that I have lost a lot.
With Regards
Vinod
આપનો આ વીડીઓ માટે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. પણ શું આપને નથી લાગતું કે માત્ર આ સંવાદો, પરિસંવાદો અને ચર્ચાઓ આ મહામુસીબતને પંહોચી વળવા માટે પૂરતી નથી??. મારો કેહવાનો મતલબ એમ નથી કે આ પ્રયાસો પાયા વગરના અને નકામા છે પણ મારો મતલબ એ છે કે આપણે આનાથી પણ વધારે કંઈક કરવાની જરૂર છે. મારૂં તો એમ માનવું છે કે આપણને હવે એક ચળવળની જરૂર છે. રાજ્યના નગરિકોએ (એટલે કે આપણે) ભેગા મળીને આ ચળવળ શરુ કરવી જોઇએ કે જેનો મુખ્ય મુદ્દો “માત્ર અને માત્ર ગુજરાતીમાં જ શિક્ષણ” હોય. હું તો ત્યાં સુધી કહું છું કે આ સંપ્રદયોની સભાઓ, કથાઓ, આપણા નેતાઓની સભાઓ બધે જ આ મુદ્દો ઉપાડવો જોઇએ. આપણ સૌના નરેન્દ્ર મોદીજી એ પણ બધે જ એક મુખ્યામંત્રીને રૂએ આ ચળવળને ટેકો આપી તેને વેગવંતી બનાવવી જોઇએ. કદાચ “ગુજરાતીમાં જ શિક્ષણ” માટે કાયદની જરૂર પડે તો કાયદો ઘડવની હદ સુધી પણ જવું જોઇએ.
આ તો માત્ર મારા વિચાર છે. અને હું જાણું છું કે જે ગુજરાતનો લાલ એની ભાષાને દિલોજાનથી ચાહતો હશે તો એના પણ આ જ વિચારો હશી. તો હું આશા રાખું કે આપ મારા આ વિચારો તરફ એકાદ નજર નાખશો અને શું એ દિશામાં કામ થઈ શકે કે નહી એ માટે આપનો અભિપ્રાય વ્યકત કરશો.
બસ તો એ સાથે આ એક ગરવી ગુજરાતીના જય જય ગરવી ગુજરાત …