Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism



‘Gujarati Ni Nodhpothi’ May 2007 Digest(Gujarati Text)

ગુજરાતીની નોંધપોથી:

- ગુજરાતી


Note:
These articles of Gujarati’s Diary were originally uploaded on its committed page “Gujarati ni Nodhpothi” at http://DeshGujarat.Com/News you can go to this link for more articles released in current month. If some Gujarati youth come forward and can translate this voluntarily in to English, that service would be highly appreciable.

સરકાર વડોદરાના લાદેન પ્રેમીઓને લાદેન પાસે મોકલવાની વ્યવસ્થા કરેે

dakor.jpg

dakor.jpg

વડોદરા, દેશગુજરાત

બીન લાદેન ક્યાં હોઈ શકે? એ પ્રશ્નના ત્રણ જવાબ હોઈ શકે:(૧)પાકિસ્તાનમાં હોઈ શકે(૨) અફઘાનિસ્તાનમાં હોઈ શકે અથવા (૩)કબરમાં હોઈ શકે.વડોદરામાં ૨૫ મે ૨૦૦૭ના દિવસે મુસ્લિમોએ જાહેર રસ્તા પર હાથમાં બીન લાદેનના પોસ્ટરો લઈને વિરોધ પ્રદર્શન કર્યું. બીન લાદેનના આ ચાહકોને બીન લાદેન જ્યાં હોઈ શકે છે એવી ઉપરની આ ત્રણ જગ્યાઓમાંથી એક જગ્યાએ મોકલવાની સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.તુરંત.

વડોદરામાં બીન લાદેનના પોસ્ટરો લઈને મુસ્લિમો ખુલ્લંખુલ્લા રસ્તા પર નીકળ્યા એ ઘટનાને નાનીસૂની બિલકુલ ગણવા જેવી નથી.ગુજરાત સમાચારે આ ઘટનાને તમામ આવૃત્તિઓમાં પ્રથમ પાને તસવીરકાર રાહુલ ગજ્જરનો ચાર કોલમનો ફોટો છાપીને સ્થાન આપ્યું છે.

ગુજરાતમાં મુસ્લિમોની દારૂણ પરિસ્થિતિ વિશે ગાથાઓ ગાનારા સેક્યુલારીસ્ટો ઉપરની તસવીર જોઈને જાણે કે ગુજરાતમાં મુસ્લિમ કોમ ધિક્કારને પાત્ર કેમ બને છે. બધા મુસ્લિમો ખરાબ નથી હોતા એ વાત સાચી પરંતુ આ ઉપરની તસવીરમાં દેખાય છે એવા મુસ્લિમોનું શું? લોકો આવી તસવીરને, આવા મામલાને ભૂલતા નથી હોતા.અને વખત આવ્યે રોષ બતાવતા હોય છે. ૨૦૦૨માં ગોધરામાં બતાવ્યો હતો તેમ.

કેટલાક વર્ષો પહેલા તમિલનાડુમાં સાંસદ વાઈકોએ એલટીટીઈના સમર્થનમાં પોતાના વક્તવ્યમાં થોડું ક્શુંક કહ્યું ત્યાંતો તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રીએ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ વાઈકોની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા હતા. ગુજરાતમાં સરકાર પાણી ભરે છે? લાદેનના પોસ્ટર ઉંચા કરનારાઓને તાત્કાલિક આતંકવાદ સમર્થક ગણીને કડકમાં કડક રીતે વર્તીને જેલ ભેગા કરવા જોઈતા હતા.પરંતુ તેમ થયું કેમ નથી?

અમેરિકાએ કેટલાક સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રીને વિઝા આપ્યા ન હતા કારણકે ગુજરાતમાં લઘુમતિ પર તેમના રાજમાં અત્યાચાર થયો હતો. હવે અમેરિકા જરા આ તસવીર જુએ અને જાણે કે આ છે એ લઘુમતિ સમાજ જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો વધ કરનાર લાદેનની જયજયકાર બોલાવે છે. આ લાદેનપ્રેમી લઘુમતિઓ ગોધરામાં હિંદુઓને પેટ્રોલ છાંટીને સળગાવે પછી શું મુખ્યમંત્રી સહિતના હિંદુઓ તેમના ઓવારણા લે? તેમને હારતોરા કરે? તેમની સાથે ડિસ્કો ડાન્સ કરે? શું કહેવું છે અમેરિકાનું આ વિશે?

મને એક રીતે આ લાદેનપ્રેમીઓ દયાપાત્ર પણ લાગે છે.કારણકે લાદેન ખુદ એક પરાજિત માણસ છે. પરાજિતના પોસ્ટરો ઉંચકનાર આ સમાજ પાસે હવે વિજેતા હીરો રહ્યો નથી.હકીકત એ છે કે વિશ્વના પાછલા સાતસો વર્ષના ઈતિહાસમાં મુસ્લિમો પરજાતિ સામે એક પણ યુદ્ધ જીત્યા નથી. તલવારો ને ઘોડાઓ વાળા જમાના પૂરા થયા છે. લાદેન જ્યાંનો વતની છે એ સાઉદી અરેબિયાના શાષકો આજે અમેરિકાના કહ્યામાં છે, ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેના વિજયી થઈને બેઠેલી છે અને ત્યાંના શાષન અમેરિકાના ખંડિયા છે.પાકિસ્તાનના મુશર્રફ પણ તો અમેરિકાના ખંડિયા જ છે ને?

લાદેનના પોસ્ટર ઉંચકનારાઓને ઠેકાણે લાવવામાં પોલીસ અને સરકારની તાકાત ઓછી પડતી હોય તો લોકો તો બધું ધ્યાનથી જોતા જ હોય છે. મોકો આવે લોકો લોકોનુ કામ કરી નાખશે. અને પછી ત્યારે ગુજરાત બહારથી આવેલા સેક્યુલર પેરાટ્રૂપર્સ પૂછશે કે ‘ગુજરાતમાં આટલો બધો હેટ્રેડ કેમ છે’ ??? તો એમને ત્યારે જવાબ આપવાનો કે મામલો ઉપરની તસવીરમાં દેખાય છે એમ છે.

_____________________________________________________________

રમેશ પારેખ પછીનું એક વર્ષ:
વાત કવિની,કવિતાની,ગુજરાતની અને મેડલીનનીે

રાજકોટ, દેશગુજરાત

જે ગુજરાતીએ રમેશ પારેખની કવિતાઓનો આસ્વાદ નથી માણ્યો એ ગુજરાતીએ ગુજરાતીભાષી હોવાનો પૂરેપૂરો લાભ લીધો નથી, ગુજરાતી ભાષી હોવાનો પૂરેપૂરો કસ કાઢ્યો નથી. ગુજરાતી નથી તેવા કોઈ મહાશય રમેશ પારેખની કવિતાઓ વાંચી શકવાના નથી.જો તમે ગુજરાતી હોવ તો તમારે રમેશ પારેખને વાંચવા જોઈએ.

રમેશ પારેખના અવસાનને આજે એક વર્ષ પૂરું થયું છે.પોતાના રત્નોની કદરદાનીમાં ગુજરાતીઓ હંમેશા પાછળ રહ્યા છે એટલે રમેશ પારેખની પુણ્યતિથિ આવી ને ગઈ, ગુજરાતની હવાઓને, માધ્યમોને અને માણસોને ખાસ ખબર પણ ન રહી.

રમેશ પારેખના અવસાનના દિવસને ગુજરાત ગુજરાત કવિતા દિવસ તરીકે ઉજવી શકે. યુનેસ્કો ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવે છે. જરૂરી નથી કે ગુજરાત યુનેસ્કોના હેડક્વાટરથી થતા નિર્ણયને જ અનુસરે. ગુજરાત રમેશ પારેખના અવસાનના દિવસને ગુજરાત કવિતા દિવસ તરીકે ઉજવી શકે.કવિતા દિવસે રાજ્યભરની સ્કૂલો, કોલેજોમાં કવિતા પઠન થાય, જાહેર સ્થળોએ , હોસ્પિટલમાં, જેલમાં, પુસ્તકાલયે, ચાર રસ્તે, જૂના, નવા કવિઓના કવિસંમેલન થાય, ન કેવળ ગુજરાતી કવિઓ પણ વિશ્વના શ્રેષ્ઠ કવિઓને પણ નિમંત્રિત કરવામાં આવે… કવિતા દિવસનો મુખ્ય કાર્યક્રમ ઐતિહાસિક સ્થળની પૃષ્ઠભૂમિમાં આયોજિત કરી એ સ્થળને પણ પ્રસિદ્ધ કરી શકાય…

લેટિન અમેરિકાના કોલમ્બિયામાં ૧૯૮૦થી ૧૯૯૦ વચ્ચે બે ડ્રગ માફિયા વચ્ચે જબરજસ્ત ગેંગ વોર ચાલી. લગભગ દરરોજ બોંબ ધડાકા થાય અને વારંવાર કરફ્યુ નાખવો પડે એવી પરિસ્થિતિના એ દિવસો હતા. નવ વર્ષોમાં અહીં ૪૫૦૦૦ હત્યાઓ થઈ, કોલમ્બિયા એટલે અપરાધ નગરી, આતંક નગરી, કોલમ્બિયા એટલે ડ્રગ માફિયાઓનો અડ્ડો એવી છાપ વિશ્વમાં ઉભી થઈ ગઈ.આવામાં કોલમ્બિયાની ઓળખ સુધારવા માટે અને ગુના ઓછા કરવા માટે તેમજ ત્યાંના વતનીઓના હદય શાંત કરવા માટે મેડલીન પોએટ્રી ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો. ૧૯૯૧માં પ્રથમ ફેસ્ટિવલમાં તેર કવિઓ હાજર રહ્યા. અને હવે પાંચ ડઝન દેશોમાંથી સો જેટલા કવિઓ આ ફેસ્ટિવલમાં હાજર રહે છે. આના જબરજસ્ત ફાયદા મેડલીનને અને કોલમ્બિયાને મળ્યા છે.ગુજરાતે આ ઉદાહરણને અનુસરવા જેવું છે.

એક બીજું પણ કામ ખાસ કરવા જેવું છે. ગુજરાતની શાળાઓમાં અભ્યાસક્રમમાં ગુજરાતી કવિતા ગોખાવવામાં આવે છે અને બાળકોને તે મૌખિક પરીક્ષામાં મોઢે બોલાવવામાં આવે છે. આનાથી ગુજરાતની આખી નવી પેઢી ગુજરાતી કવિતા માણવાના બદલે મોઢે કરવાના-ગોખવાના ધંધામાં પડી જાય છે અને કવિતાથી વિમુખ થવા માંડે છે.આ મેમરી ટેસ્ટનો ધંધો તાત્કાલિક બંધ થવો જોઈએ. કવિતા ટેન્શન આપવા માટેની ચીજ છેજ નહીં.શાળાઓના બાળકોને કવિતાનો પ્રથમ પરિચયજ ટેન્શનવાળી ચીજ તરીકે થાય છે. કવિતાને યાદ રાખીને પરીક્ષામાં લખવાનું ટેન્શન બાળકો પર લાદીને સરકાર કાવ્યરસનું એંકાઉંટર કરે છે.

બીજું કે શાળાઓના પાઠ્યપુસ્તકમાં જે માણસ સરકારની કે અભ્યાસક્રમ રચનારની નજીક હોય, ગુડબુકમાં હોય એની કવિતાને સ્થાન મળી જાય છે અને પરિણામે બાળકોને રૂચિ પડે એવી કવિતાઓ બધી હોતી નથી. તેનાથી પણ નવી પેઢી ગુજરાતી કવિતાથે વિમુખ થઈ જાય છે. આનું નિરાકરણ આવવું જોઈએ.

તમિલનાડુમાં થીરુવલ્લુરની પંક્તિઓ બસમાં લખેલી હોય છે. ઈંગ્લેન્ડમાં સ્થાનિક રેલવે(ટ્યુબ)ના
સ્થળે કાવ્ય પંક્તિઓ લખાતી હોય છે તેવું વાંચ્યું છે. ગુજરાતમાં આપણા કવિઓની સમજ પડે તેવી સરળ જનભોગ્ય પંક્તિઓ ઠેર ઠેર લખાયેલી હોવી જોઈએ. ચારે તરફ વિચારોનું પ્રદૂષણ ચાલે છે.આપણા કાન અને આંખો જાણે કચરાટોપલી હોય, થૂંકદાની હોય તેમ ન ગમતી વાતો, દ્રશ્યો અંદર આવીને પડે છે. આવામાં સુવિચાર ફેલાવતી પંક્તિઓનું જાહેર સ્થાનોએ ચિત્રણ કવિતાભિમુખ અને શાંતિભિમુખ સમાજ રચવા આવશ્યક છે.

અમદાવાદમાં હેરિટેજ ચળવળકાર દેબાશિષ નાયકના મહાપ્રયત્ને કવિ દલપતરામના જૂના ઘરના સ્થળે તેમનું પૂર્ણ કદનું પૂતળું મૂકાયું છે.જ્યારે અન્ય એક કવિ અખાનું પૂતળું બનવાની પ્રક્રિયામાં છે તે પણ બની જશે એટલે જાહેરમાં મૂકાશે.આપણે ત્યાં જાણે પૂતળા રાજકારણીઓના જ મૂકાઈ શકે એવો શિરસ્તો ચાલ્યો છે.જેટલા પૂતળા રાજકારણીઓના હોય છે તેથી વધુ પૂતળા જાહેર સ્થાનોએ કવિઓ,સાહિત્યકારો,વૈજ્ઞાનિકો,રમતવીરો,ઈજનેરો,કલાકારોના મૂકી શકાય.એકલા રાજકારણીઓ સમાજનું ઘડતર કરતા હોતા નથી. આ વાત રાજકારણીઓ સિવાય દરેક જણ સમજી શકે એવી છે.

રમેશ પારેખના અવસાનને એક વર્ષ પૂરું થયું છે ત્યારે મારા રમેશ પારેખ સાથેની યાદના બે પ્રસંગોની અહીં અભિવ્યક્તિ કરવી છે.પહેલા પ્રસંગમાં રમેશ પારેખ અમદાવાદના કાશીરામ અગ્રવાલ સભાગૃહમાં મળ્યા હતા. અહીં ગુજરાત સમાચાર-સમન્વય આયોજિત સંગીત સમારંભમાં તેઓશ્રીનું પ્રારંભિક ઉદબોધન અને કાવ્યપઠન થયું હતું. રમેશ પારેખનો જાડો,ઘેરો,બુલંદ અને રજુઆત માટેનો સંપૂર્ણ અવાજ સાંભળીને મુગ્ધ થઈ જવાયું હતું.તેમણે કીડીને ઝાંઝર પહેરાવનારા કવિની કવિતા ગાઈ હતી.

કાર્યક્રમના મધ્યાંતરે રમેશભાઈ અને તેમની સાથે શક્ય છે કે રાજકોટથી જ આવેલા હોય તેવા કોઈ ભાઈ સ્ટેજ પાસે કશુંક ખોળતા હોય તેમ ઉભેલા હતા. મેં રમેશભાઈને કહ્યું કે જો આપ અંગ્રેજીમાં લખતા હોત તો આપને નોબેલ પારિતોષિક મળ્યો હોત. રમેશભાઈએ જવાબમાં કહ્યું કે આપે આવું કીધું એમાં જ મારો નોબેલ આવી ગયો. રમેશભાઈ અને એમની સાથેના ભાઈએ પછી પૂછ્યું કે અહીંથી બહાર જવાનો રસ્તોઅ ક્યાં છે? ઉલ્લેખનીય છે કે બહાર ચા-કોફી-નાસ્તાના કાઉન્ટર લાગેલા હતા. એટલે મે કહ્યું કે રમેશભાઈ સેન્ડવીચ કોફી જે જોઈતું હોય એ અહીં જ લાવી આપું. રમેશભાઈએ રાજકોટી અંદાજમાં કહ્યું અરે, એવું બધું નહીં બીડી જોઈએ છે….

બીજો પ્રસંગ રમેશભાઈ સાથે થયેલી ટેલીફોનની વાતચીતનો છે. હું રમેશભાઈની એક કવિતા સંગીતબદ્ધ કરતો હતો અને તેમાં કવિતાની છેલ્લી પંક્તિનો એક શબ્દ ફેરબદલ કરવાની જરૂરિયાત લાગી. જો આ શબ્દ ફેરબદલ ન કરૂં તો કોઈ પણ રીતે વાત તાલમાં લયમાં બેસતી ન હતી. મેં રમેશભાઈને રાજકોટ ફોન કર્યો અને આ મૂંઝવણ જણાવી. તેમણે કહ્યું કે ફેરબદલી કરીને તમે આ શબ્દના સ્થાને કયો શબ્દ મૂકવા માંગો છો ? મેં શબ્દ જણાવ્યો. તેમણે કહ્યું કે આ શબ્દ મૂકવાથી કવિતાનો અર્થ કે માધુર્ય ક્ષતિ પામતા નથી માટે ખુશીથી ફેરબદલ કરો.

વર્ષ ૨૦૦૬માં મેં ગુજરાતી કવિતાઓ વાંચવાનું શરૂ કર્યુ પછી સૌ પ્રથમ જયંત પાઠકને આખેઆખા વાંચી કાઢ્યા અને પછી રમેશ પારેખને વાંચવાના શરૂ કર્યા.એ હદે કે એમના ઈન્ટર્વ્યુ, એમની થોડા સમય ચાલેલી અખબારી કોલમના લેખ પણ વાંચી કાઢ્યા.

કવિતાના પુસ્તકો મહિલાઓની કોલેજ જેવા હોય છે. તમને મહિલા કોલેજમાં જવા મળે તો બધી છોકરીઓ નથી ગમી જતી.પણ તેમાંની કેટલીક એવી ગમે છે કે આંખ બીજે હટાવવી મૂશ્કેલ અને આંખ હટાવી દો(મજબૂરીથી)તો પણ મનને હટાવવું તો અશક્યજ. કોઈ પણ કવિની બધી કવિતાઓ આપણને સ્પર્ષતી હોતી નથી.રમેશભાઈને વાંચતા પણ મારો અનુભવ આવો જ હતો. પણ જે કવિતાઓ ગમી,સ્પર્ષી એ પંક્તિઓને હદયમાં ભરી તો હદય ડિસ્કોથેક બની ગયું, ઝરણું બની ગયું, બાગ બની ગયું….તો જો તમારા દિલમાં સ્મશાનનું વાતાવરણ છવાયું હોય્, છવાતું હોય, તો ચોક્કસ તમે સારી કવિતાઓ નથી વાંચી.સારી કવિતાઓ એ સારા દિલ,સારા દિમાગના ઈજેક્શન હોય છે.

_________________________________________________________

શાબાશ વડોદરાને: ધિક્કાર વિકૃતિના તરફદારોને
ચંદ્રમોહનના વિકૃત ચિત્રોના તરફદારો
આ ચિત્રો પોતાના ઘરની દિવાલો પર લગાવી બતાવે

વડોદરા, દેશગુજરાત

એમ.એફ.હુસેને આ શરૂ કર્યું. અને પછી તો ચેલાઓની ક્યાં કમી છે ? ભગવાનના અશ્લીલ ચિત્રો દોરીને પબ્લીસીટી કમાવવાનો અથવા તો પોતાની નીજી વ્હીમ સંતોષવાનો હુસેનીઝમનો ભારતના ચિત્રકારોમાં હવે ગૃહઉદ્યોગ ચાલ્યો છે.

વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ ફેકલ્ટીમાં ચંદ્રમોહન નામના વિદ્યાર્થીનું અશ્લીલ-વિકૃત ચિત્રો અને ક્લાકૃતિઓથી ભરેલું કલા પ્રદર્શન રોકવામાં આવ્યું, ચિત્રકાર ચંદ્રમોહનને હવાલાતમાં મોકલવામાં આવ્યો અને ચંદ્રમોહનનું તથા તેના ચિત્રોનું સમર્થન કરનાર આર્ટ ફેકલ્ટીના ડીનને સસ્પેન્ડ કરવામાં આવ્યા..એટલે પાછું ભારતના મુંબઈ અને દિલ્હીમાં બેઠેલા બિનગુજરાતી મિડિયાધીશોને ગુજરાતને બદનામ કરવાનું શૂરાતન ચડ્યું છે.વિકૃતજ કહી શકાય એવું કૃત્ય રોકનાર વડોદરાને શાબાશી આપવી ધટે.

સ્ટાર ન્યુઝ નામની ચેનલ તો ચંદ્રમોહનનું પ્રદર્શન રોકવામાં આવ્યું એટલે એટલી બધી દુ:ખી થઈ ગઈ કે તેના અમદાવાદના રીપોર્ટરે પ્રવીણ મિશ્રા નામના કોઈ આર્ટિસ્ટનો ઈન્ટરવ્યુ લાઈવ બતાવી દીધો. આ પ્રવીણ મિશ્રાએ હાસ્યાસ્પદ તર્ક સાથે કહ્યું કે ‘એંકાઉંટર મામલાથી લોકોનું ધ્યાન બીજે હટાવવાનું મોદી સરકારનું આ કાવતરું છે’…. લો કરો વાત ગુજરાત બહારના લોકોને હવે ગામમાં કૂતરૂં પણ ભસે તો તેમાં મોદી સરકારનું કાવતરું દેખાય છે.

જો ખરેખર આ મોદી સરકારનું ધ્યાન બીજે %

Comments are closed.


Recipe


Religious


Music


Video


Audio


Text


Gujarati

About Desh Gujarat | Contact Us | | Home | Gujarat Money
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World