Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Narendra Modi on RecordBreak 2063 days of his rule(Multi)

Video


Namo2063.jpg

Audio

This Episode/Speech is in Gujarati

Download this Speech

Narendra Modi has finished 2063 days of his chiefministership of Gujarat. This is the longest rule of any ruler in Gujarat after Gujarat state was established in 1960. In a big rally to celebrate this achievement at Ahmedabad’s Umiya campus at SG Highway, Narendrabhai delievered a speech in his own style. Enjoy this speech here.


Video:Muslims in Narendra Modi’s Rally

Ahmedabad,DeshGujarat

Progress has no religion, development has no cast. It was heartening to see Mulisms participating in ‘Gaurav rally’ organized by Bharatiya Janata Party on the occasion of celebration for Narendra Modi’s completion of record break 2063 days’ chiefministership. Gujaratis being united for stability, development and progress is a good idea if possible.

Photo From This Function


dakor.jpg

______________________________

Who Ruled Post 1960’s Gujarat For How Much Time As A Chief Minister ?

Narendra Modi for More than 2063 days and continuing…

Hitendra Desai for 2062 days, Madhavsing Solanki for 2037 days, Chimanbhai Patel for 1653 days, Amarsing Chaidhari for 1617 days, Keshubhai Patel for 1535 days, Babubhai Patel for 1310 days, Jivraj Mehta for 1237 days, Balvantray Mehta for 731 days, Ghanshyam Oza for 487 days, Chhabildas mehta for 389 days, Shankarsinh Vaghela for 370 days, Suresh Mehta for 334 days, Dilip Parikh for 127 days.

Note: This calculation is shown here as per Japan Pathak’s article in Gujarat Samachar’s on 7th of October 2001, a day when Narendra Modi was sworn in as a chief minister for the first time.

____________________________

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો સમય શાસન કરવાનો વિક્રમ સ્થાપનારા શ્રી નરેન્દ્ર મોદીએ એક જૂનના દિવસે તમામ અખબારોના માધ્યમથી આ અંગત પત્ર લોકોને પાઠવ્યો હતો.આ પત્ર પોસ્ટર તરીકે પણ ઘણા જાહેર સ્થળોએ લાગેલો જોવા મળી રહ્યો છે.નીચે પ્રસ્તુત છે આ આખેઆખો પત્ર.

નરેન્દ્ર મોદીનો નાગરિકો જોગ અંગત પત્ર

ગાંધીનગર
તા. ૧ જૂન , ૨૦૦૭

ગરવી ગુજરાતના મારા વ્હાલા નાગરિક ભાઈઓ અને બહેનો

સપ્રેમ વંદન

સને ૧૯૬૦માં ગુજરાતે અલગ રાજ્ય તરીકે તેની વિકાસયાત્રાનો આરંભ કર્યો. વિવિધ સરકારો, વિધવિધ મુખ્યમંત્રીઓ,ઘણી બધી વિકાસ યોજનાઓ, આયોજનો થતા રહ્યા.

આપના આશીર્વાદથી મને પણ ગુજરાતની સેવા કરવાનો અવસર મળ્યો અને આપની કૃપા શક્તિથી જ ૨૦૬૩ દિવસની સાથે સૌથી લાંબા, સ્થિર શાસનનો યુગ શરૂ થયો છે.

લોકતંત્રમાં સ્થિર અને સ્થાયી શાસન, વિકાસના સાતત્યને જાળવે છે અને એનું શ્રેય આપ સૌને ફાળે જાય છે. ગુજરાતના વિકાસ અને હિત માટે કાર્ય કરનારા તત્કાલિન બધાજ મુખ્યમંત્રી અને સરકારો પ્રત્યે પણ અંત:કરણપૂર્વક મારો આદર વ્યક્ત કરું છું.

સમૃદ્ધ ગુજરાતનું આપણાં સૌનું સપનું સહિયારું છે. એને ઝડપથી સાકાર કરવા માટે સ્થિર અને સંકલ્પબદ્ધ શાસનનો આ નવો અધ્યાય શરૂ થયો છે. અદના સેવક તરીકે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેનો મારો વિશ્વાસ અનેક ગણો વધ્યો છે.

અંગત રીતે આજનો અવસર મારા માટે સંતોષનો તો છે જ પણ લોકસેવા માટેની સંકલ્પની આ ઘડી છે. ગુજરાતના હિતો માટે હજુ વધુ પુરૂષાર્થ કરવાની પ્રેરણાની આ પળ છે.

મુખ્યમંત્રી તરીકે આપ સહુએ મારા ઉપર અપાર વિશ્વાસ મૂકીને મને જવાબદારી સોંપી ત્યારે, હું તો વહીવટ અને રાજ્યશાસનની બાબતોમાં તદ્દન નવો નિશાળીયો જ હતો. પરંતુ જનસેવાના કાર્ય કરતાં કરતાં, વિદ્યાર્થીની જેમ, શીખવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતો રહ્યો છું. તેમ છતાંય ક્યાંક ભૂલો થઈ હશે, નાની-મોટી ઉણપો પણ રહી હોય્, ક્યાંક વ્યવયાર-દોષ પણ રહી ગયો હોય;આવી કોઈ ક્ષતિ-ચૂક માટે આજની વેળાએ, જનતા જનર્દનની હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થુ છું.

સને ૨૦૦૧નું વર્ષ ગુજરાતની સ્વર્ણ જયંતિનું વર્ષ છે. સ્વર્ણીમ ગુજરાતના સપના સાથે આગળ વધવું છે. ગુજરાતનો પ્રત્યેક નાગરિક ૨૦૧૦નો સ્વર્ણીમ સંકલ્પ કરે તો, ગુજરાતના શ્રેષ્ઠમ વિકાસની નવી, વૈશ્વિક ઉંચાઈએ પહોંચવાનું જરાય અશક્ય નથી.

મક્કમ મનોબળ અને અડગ નિર્ધાર માટે લોકશાસનની આ સ્થિરતાનો નવો યુગ, સ્વર્ણીમ ગુજરાતના આપણા સપનાં પરિપૂર્ણ કરશે જ એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે.

આપના આશીર્વાદ, આપની હૂંફ, આપનું પીઠબળ મારી ઉર્જા છે, ઈશ્વર પ્રત્યેન અપાર શ્રદ્ધા, આપ સૌ પ્રત્યેની ભક્તિ, જવાબદારી નિભાવવા માટેનું મોટું બળ છે.

૨૦૬૩ દિવસના સૌથી લાંબા સમયથી સેવારત સરકાર વતી, જનતા જનાર્દનના ચરણોમાં હું વિનમ્ર વંદન કરું છું.

સહુનો સાથી
નરેન્દ્ર મોદી(સહી)

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World