Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Zaverilal Mehta At 80:A Day In Flood Hit Area,Gujarat(Video)

Ahmedabad/Dhandhuka, DeshGujarat

It’s Ahmedabad based Gujarat Samachar’s very famous photographer Zaverilal Mehta’s Birth Day Today.Though he is now at his 80s, he is very active with his camera and photojournalism. Here in this video is a visit with Zaverilal Mehta to Gujarat’s Dhandhuka region’s flood affected area just a day before his birthday. Lot’s of fun, learning, talk and more…Enjoy it.


હાસ્યલેખક અશોક દવે: ઝવેરીલાલ મહેતા વિશે …

પરમાત્માએ સૌપ્રથમ તો બોલર્સ-હેટ બનાવી હશે અને પછી એની નીચે સાઈઝ પ્રમાણે ઝવેરીલાલ મહેતાનું આખું બોડી ફિટ કરી દીધું હશે. યસ. ઝવેરીલાલ જનોઈની માફક ભૂલ્યાં વગર માથે ‘ડર્બી હેટ’ પહેરી રાખે છે પણ હેટ એમનું ‘આઈડેન્ટિટી કાર્ડ’ નથી, તાજ છે. તસ્વીર મૂલ્કના એક શહેનશાહનો ખૂમારીભર્યો તાજ …! વાત અંગત જીવનની હોય કે કારકિર્દીની, આ માણસ શુદ્ધ અને બાદશાહી ખુમારીથી જ જીવ્યો છે.

ઝવેરીલાલને બાહ્ય કે આંતરિક રીતે ઓળખવા અઘરા નથી. બહુ સહેલું વ્યક્તિત્વ લઈને ફરનારો માણસ છે. નહેરૂબ્રીજના ઢાળ જેવું કપાણ, કાળા ભમ્મર વાળ અને વાળને પણ શરમાવે એવી કાળાશ પકડી લાવેલી કિશોરકુમાર કટ મૂછો. નાક જે ઈશ્વરે જેવું આપ્યું હતું એવું ને એવું રહેવા દીધું છે - એમાં કોઈ ફેરફારો કરાવ્યા નથી પણ આંખો બન્ને ડીમાન્ડ ડ્રાફ્ટ જેવી… વટાવો એટલે તરત જ લાગણીનું પેમેન્ટ ઊભા ઊભા મળી જાય. આ એ આંખો છે જે આપણાં કરતાં ય પહેલાં કશું ક જોઈ લે છે અને બીજા દિવસે સવારે ‘ગુજરાત સમાચાર’ નાં પહેલા પાને એ ‘કશુંક’ ન્યુઝ બનીને આપણને બતાવે છે. “જેમાં બ્યુઝ ન હોય એવા ફોટા હું પાડતો નથી”. એવું કહેતા આ મહેતા કેવળ કેમેરામાં રહેતા નથા પણ કલમ પણ ઉઠાવે છે અને પોતાની રીતે પોતાની ભાષા લખે છે અને હવે તો એમનાં ‘લખાણૉ’ નો ચાહક વર્ગ થવા માંડ્યો છે … આજે એમની કલમે ‘પીંચા અવતાર’ ધારણ કર્યો છે કે ‘ભાલા અવતાર’ એનો આધાર ફોટાના વિષય પર છે.

પોતે સારા ફોટા પાડે છે, એ વાતની વર્ષોથી એમની પાસે બાતમી છે. એમની સફળતાનું કારણ પણ તરત જણાવી દે છે. “મને બીજો કોઈ રસ જ નથી. હું લેંઘાનો કારીગર છું તો લેંઘા જ સિવે રાખવાના. જલેબી ય હું ઉતારૂં, તાજ મહલ હું બંધાવું, રંગોળી પૂરવાય હું જાઉં અને મિસ યુનિવર્સની સ્પર્ધામાં જજ બનવા પણ હું જાઉં… એવા બધા મીક્સ-ભાજીપાઉંનો હું માણસ નથી … મને એક જ ઈન્દ્રીયનું જ્ઞાન-ફોટા પાડવાના. રોજ સવારે ‘ગુજરાત સમાચાર’માં મારો(એટલે કે મેં પાડેલો) ફોટો જોઉં, એટલે રોજ મને નોબેલ પારિતોષિક મળવા જેટલોજ આનંદ થાય!”

એમની વાતના સાક્ષી અમે બધાં છેલ્લાં ૨૫ વર્ષોથી ! અમે બધાં-એટલે અમારા ‘ગુજરાત સમાચાર’નો આખો પરિવાર. ધાર્યું હોત તો આટલી શરતના બદલામાં ઝવેરીલાલ ‘મહેતા’ ને બદલે ‘અંબાણી’ અટક રાખી શકે એટલું કમાઈ શક્યા હોત. પણ જાત અસલી બમણ ભઈનીને ! … સામે ચાલીને લક્ષ્મી અને સરસ્વતી ભેગાં થતાં હોય તો ય થવા ન દે … આરાધના સરસ્વતીની જ હોય … લક્ષ્મીની તો ચમચાગીરી કરવી પડે … એ આ હળવદના બ્રાહ્મણને ન આવડે ! એમ મહેતા “ક હે છે જી” ! પરિણામે, ગમે તેવા ધૂરંધરોના ફોટા પડ્યાં હોય પછી ગાંઠને પૈસે પ્રિન્ટ કઢાવીને આપવા નહિ જવાનું કે ધૂરંધર અહોભાવથી પોતાના ફોટા જુએ રાખ ને બાજુમાં વિનમ્રતાથી બે હાથ પેટ પર પકડીને ઉભા નહી રહી જવાનું ! “મારૂં કામ ફોટા પાડવાનું છે… એમાં લતા મંગેશકર હોય કે રેલવે સ્ટેશન પર ચાની કિટલી લઈને ફરતો ભીખાજી હોય … મને શું ફેર પડે છે?”

પણ ઝવેરીલાલનો કેમેરા એમના સંપૂર્ણ કહ્યામાં છે. બેમાંથી એકી એકબીજાની વફાદારી છોડી નથી એનું કારણ એકજ કે, મહેતા પોતાના કેમેરા પાસેથી ગુલામનું કામ લેતા નથી, પૌત્ર પાસેથી દાદાજી લાડથી કામ કઢાવી લે, એવા વાત્સલ્યથી કામ લે છે. આમેય, ઝવેરીલાલને નજીકથી ઓળખતા લોકો જાણે છે કે, એમના પ્રિય પાત્રો બે જ છે, એક વડીલો અને બીજું, એમના પોતાના વ્યક્તિત્વમાં રહેલું બાળક!

અડધું જગત વડીલોને તરછોડે છે, ઝવેરીલાલ એમને પ્રેમ કરે છે. એ તમારે ઘેર આવ્યાં હોય તો પહેલી ફ્રેન્ડશીપ તમારા વડીલ સાથે કરી દે. અને ખડખડાટ હસાવે. એમનું મૂલ્ય ઊંચું લઈ જાય, નાના બાળકને પેઠે એમનાં ખોળામાં માથું મૂકીને સૂઈ જાય, ગેલ ગમ્મત કરાવીને , જીંદગીથી હારી ચૂકેલાં વડીલોને એ નવયુવાન બનાવી દે.

પણ એમની સર્વશ્રેષ્ઠ ક્વોલિટી ઝવેરીલાલના આંતરમનમાં રમતું રહેલું બાળક છે, અને બાળક જેવું જ ખીલ ખીલ હસવાનું-રૂઠી જવાનું, એવું જ નિસ્કપટ મન અને એવા જં લાડ કરવા ક્રવાવા ગમે . જેને પરિણામે આ માણસ અદભૂત હ્યુમરનો માલિક બન્યો છે. બાળક શું કરે? બીજાનું નીરીક્ષણ કરીને આપણને એવી જ નકલ કરીને બતાવે. ઝવેરીલાલ કોઈ વ્યક્તિને દોઢ-બે મિનીટ જ મળ્યાં હોય એમાં તો પેલાની કોઈ હાસ્યાસ્પદ ખાસિયત પેટ પકડીને હસાવતી મિમિક્રીમાં આપણને કરીને બતાવે. કોઈ વ્યકક્તિનું ચોક્કસ લક્ષણ ક્યા વેપાર ધંધાવાળાને મળતું આવે છે, એ લિસ્ટ મહેતા તમેન કહી સંભળાવે, ત્યારે મજાલ છે કે હસ્યા વિના રહી શકાય?

ઝવેરીલાલ દલપતભાઈ મહેતા કોઈપણ સિચ્યુએશનને ડ્રામેટાઈઝ કરી શકે છે, પણ જિંફગીભર અભિનેતા પણ ખરા, એમના પિતાના નાટકના તમામ ગુણો એમનામાં આવ્યા છે. એ તો કોકવાર કોઈની મિમિક્રી કરવાની વિનંતી કરી જુઓ ને એ માને તો પૂરો ખ્યાલ આવે!

હું કોઈનાથી ઈમ્પ્રેસ થતો નથી કારણકે, મારામાં કોઈ પણ પ્રકારની લઘુતાગ્રંથિ નથી. પણ ઝવેરીલાલ મહેતાનો એક ગુણ જોઈને હું સડેડાટ ઈન્ફિરીયરીટી-કોમ્પ્લેક્સમાં આવી જઉં છું કે, મારામાં આવો ગુણ પૂરેપૂરો કેમ ખીલ્યો નથી ? એમની એ લાક્ષણિકતા છે, મોંઢે જ વખાણ કરવાની અને મોઢે જ સાચે સાચું કહી દેવાની! સ્વ. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તમે ઘણાં જ ખૂબસૂરત લાગો છો એવું કહેવાની હિંમત આ ઝવેરીલાલમાં હતી.(ઈન્દિરાજીએ એના બદલામાં શરમાઈ જઈને ઝવેરીલાલને હાથે રાખડી બાંધી આપી હતી, એ જુદી વાત છે!) દર બુધવારે બીજા કોઈના ફોન આવે કે ન આવે, ઝવેરીલાલનો ફોન આવે જ, “દાદુ… આજે ખૂબ સરસ લેખ છે, આજે જરાય મઝા ન આવી!” આ બેમાંથી એમનો જે કાંઈ પ્રતિભાવ હોય મને એકલાં ને જ કહીને બેસી ન રહે, શ્રેયાન્સભાઈને(તંત્રીને) પણ કહે, “આપણો અશોક ખૂબ સારૂં લખે છે.”

બસ! મારા આ લાડકા તસવીરકારને એમની કલા માટે, એમની છટા માટે, એમના સ્વભાવ માટે અને એમની સદા યુવાની માટે મારા શતશત વંદન.

તારીખ - ૬/૮/૧૯૯૮

અશોક દવે
(ગુજરાત સમાચારની ‘બુધવારની બપોરે’ કટારના હાસ્યલેખક)

rushikshahsmall.jpg

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World