Home » More » Gujarati » Look What is Happening in Tribal Areas of Gujarat ?(Video)

Look What is Happening in Tribal Areas of Gujarat ?(Video)

આદિવાસીઓનું જબરજસ્ત ખ્રિસ્તિકરણ ચાલી રહ્યું છે


વિડિયોમાં બતાવેલુ સ્થળ દક્ષિણ ગુજરાતના વ્યારા વિસ્તારના ઉચામાલાનું છે

વ્યારા, દેશગુજરાત

દરેક અઠવાડિયે ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં ખ્રિસ્તિ ધર્માંતરણનું કામ થઈ રહ્યું છે. આ આંકડામાં કોઈ અતિશયોક્તિ નથી. એક તરફ શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં અને બીજી તરફ ગામડાના પછાત વિસ્તારોમાં તો ત્રીજી તરફ સમગ્ર આદિવાસી પટ્ટીમાં લોકોને ખ્રિસ્તિ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે.હિંદુઓ સ્કૂલો ખોલે છે, હોસ્પિટલો ખોલે છે, સેવાનું ઘણું કામ કરે છે પણા બધું ક્યારેય એવી દ્રષ્ટિથી નથી કરતા કે સ્કૂલમા, હોસ્પિટલમાં કે સેવાના કામમાં લાભ લેનાર મુસ્લિમ કે ખ્રિસ્તિ હિંદુ બની જાય. ખ્રિસ્તિ સેવા સંસ્થાઓનું તો મિશન જ એ હોય છે કે કોઈ પણ જનહિતનો પ્રોજેક્ટ ઉભો કરો અને એમાં જોતરાનારને છેવટે ખ્રિસ્તિ બનાવી દો. મિશનરીઓએ દુનિયાને ખ્રિસ્તિ બનાવી દેવી છે. પણ શેના ભોગે ? આપણા ગુજરાતમાં હિન્દુત્વને ભોગે.

ગૂગલ વિડિયો પર મૂકેલા દક્ષિણ ગુજરાતના વ્યારા વિસ્તારનો ખ્રિસ્તિ સંમેલનનો આ વિડિયો જુઓ. કેટલા બધાને ઘેર ઘેરથી વટલાવ્યા છે એ જુઓ. વિડિયોમાં વાગી રહ્યું છે એ આ સંગીત શું ગુજરાતની સંસ્કૃતિ છે ? આ પ્રાર્થનાઓ, આ મધ્યપૂર્વ એશિયામાંથી આવેલો ફીરકો, આ હાલેલુયા ? આ બૂમાબૂમ ? શું કરવા ખ્રિસ્તિકરણ ઈન્જેક્ટ કરવામાં આવી રહ્યું છે આ પ્રદેશમાં,અહીંના લોકોના દિમાગમાં ?

અને હદ તો ત્યાં થાય છે કે આ વ્યારા વિસ્તારમાં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે વટલાયેલા ખ્રિસ્તિભાઈ ચૂંટણી જીત્યા છે અને ધારાસભ્ય બન્યા છે. દેખીતીજ રીતે કોંગ્રેસની ટિકિટ પર. કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી અને ગુજરાત કોંગ્રેસ પર દબદબો ભોગવનાર અહેમદ પટેલના આધિપત્ય નીચે બીજી આશા શું રાખી શકાય કોંગ્રેસ પાસેથી ? સોનિયા ગાંધીની છોટાઉદેપુર ખાતે યોજાયેલી ચાલુ વર્ષની જાહેર સભામાં માણસો એકઠા થાય એ માટે મિશનરીઓએ પણ સારી એવી મહેનત કરી હતી.ઉત્તર પ્રદેશમાં સલમાન ખુરશીદના પત્ની ખ્રિસ્તિ હતા તેમને પ્રદેશાદ્યક્ષ બનાવાયા, આંધ્રપ્રદેશમાં વાયએસઆર રેડ્ડી ખ્રિસ્તિ છે ને તેમને મુખ્યમંત્રી બનાવાયા, કેરળના ખ્રિસ્તિ એકે એન્ટનીને દિલ્હી બોલાવીને સંરક્ષણ મંત્રી બનાવાયા, ખ્રિસ્તિ ઓસ્કાર ફર્નાન્ડીસ સોનિયા ગાંધીના સચિવ તરીકે નીમાયા. ભારતના ચલણમાં ક્યાંય ‘ઓમ’ના નિશાનને સ્થાન આપી શકાય એવું તો સેક્યુલરોની મહેરબાનીથી શક્ય નથી પરંતુ હમણા બહાર પાડવામાં આવેલા બે રૂપિયાના નવા સિક્કા પર ખ્રિસ્તિ ક્રોસ અંકિત કરી દેવામાં આવ્યો છે. સોનિયા ગાંધી શાસિત દેશમાં આ સિક્કા ડિઝાઈન કરવાનું કામ અમદાવાદની એન આઈ ડી સંસ્થાને સોંપવામાં આવ્યુ હતુ જેના વડા ખ્રિસ્તિ છે.અને પ્રતિભા પાટીલની જ્યારે રાષ્ટ્રપ્રમુખના હોદ્દા માટે પસંદગી થઈ ત્યારે સામ્યવાદી નેતા બર્ધનને પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે તમે અને સોનિયા ગાંધીએ પ્રતિભા પાટીલને રાષ્ટ્રપ્રમુખ બનાવવાનો નિર્ણય કયા ધોરણે લીધો. ત્યારે બર્ધને જણાવ્યું કે પ્રતિભા રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજસ્થાનની ભાજપ સરકારે પસાર કરેલા ધર્માંતરણ વિરોધી ખરડાને પાછો મોકલી દીધો હતો એ તેમની પસંદગી માટેનું મુખ્ય કારણ હતું. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે ધર્માંતરણ વિરોધી એ જે ખરડો પસાર કર્યો હતો એનું લક્ષ્ય રાજસ્થાનમાં ખ્રિસ્તિ મિશનરી દ્વારા થતા હિંદુઓના ખ્રિસ્તિકરણને અટકાવવાનું હતુ. પ્રતિભાએ ત્યારે બિલ પાછુ મોકલી આપ્યું એવુ કરવાનું શું તેમને દિલ્હીથી કહેવામાં આવ્યું હતુ ? આટલા માટે તેઓ સોનિયા ગાંધીના પ્રિતિપાત્ર બન્યા અને રાષ્ટ્રપતિ બન્યા ? લાગે છે તો એવું જ. ખ્રિસ્તિ મિશનરીઓ સ્કૂલોના અભ્યાસક્રમોમાં મધર ટેરેસાના પાઠ મૂકવામાં સફળ થઈ અને એના કારણે આખો દેશ તેમને ઓળખતો તથા સન્માનતો થયો. પરંતુ મધર ટેરેસાએ તેમની પ્રવૃત્તિ થકી કેટલાને ખ્રિસ્તિ બનાવ્યા અને વટલાવ્યા, તેઓ જે પ્રવૃત્તિ કરતા હતા એ લોકોને ખ્રિસ્તિ બનાવવા માટે કરતા હતા એ બધાનું શું ? અમદાવાદમાં કોંગ્રેસ શાષિત મ્યુનિસિપલ કોર્પરેશને મધર ટેરેસાનું પૂતળુ પણ સ્થાપિત કરી દીધું. શું ગુજરાતી ઠક્કરબાપાએ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અરોગ્ય, શિક્ષણનું ઉમદા કામ નહતું કર્યું. કોંગ્રેસને એમનું પૂતળુ મૂકવાનું કેમ ન સૂઝ્યું?

તો વ્યારામાં જ્યાં ભયંકર ખ્રિસ્તિ ધર્માંતરણ ચાલે છે ત્યાં કોંગ્રેસ વટલાયેલા ખ્રિસ્તિને ધારાસભ્ય બનવાની ટિકીટ ના આપે અને ધારાસભ્ય ન બનાવે એમાં નવાઈ શી ? કોંગ્રેસનું ચાલશે તો આખી આદિવાસી પટ્ટીમાં એક પછી એક ખ્રિસ્તિઓને ટિકિટ આપીને ધારાસભ્ય તરીકે જીતાડી દેશે. વિસ્તારમાં ધારાસભ્ય જેવી વ્યક્તિ ખ્રિસ્તિ હોય ત્યારે એનો કેટલો પ્રભાવ પડતો હોય છે એ તો વ્યારા જાઓ તો માલૂમ પડે. વ્યારા ન જઈ શકવાના હોવ તો કમસેકમ આ વિડિયો પર જ નજર ફેરવી લો.

મિશનરીઓ કેવી રીતે કામ કરે છે એ જાણવું રસપ્રદ રહેશે. એક બસમાં વિધ્યાર્થીઓને પ્રવાસ પર લઈ જવામાં આવે પછી અધવચ્ચે બસ બંધ કરી દેવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે બસ બગડી છે. પછી તેમને તેમના ભગવાનનું નામ લઈને પ્રાર્થના કરવાનું કહેવામાં આવે છે. બાળકો પોતાના આદિવાસી માન્યતા મુજબના હિંદુ દેવની પ્રાર્થના કરે એટલે બસ ચાલુ ન થાય. પછી બાળકોને કહેવામાં આવે છે કે હવે પ્રભુ યેસુની પ્રાર્થના કરો. બાળકો યેસુની પ્રાર્થના કરે એટલે બસ ચાલુ કરી દેવામાં આવે છે અને પ્રભુ યેસુની જય બોલાવવામાં આવે છે. આ જ રીતે માંદો માણસ દવાઓથી સારો કરીને તેને કહેવામાં આવે છે કે યેસુની કૃપાથી તે સાજો થઈ ગયો. લોકોને અઠવાડિક ચર્ચ મિટીંગોમાં બોલાવવામાં આવે છે.ત્યાં એની સાથે એવો તો ભલમનસાઈપૂર્વકનો વ્યવયાર કરવામાં આવે છે અને તેને આ વર્તુળ થકી એવો તો લાભ થતો બતાવવામાં આવે છે કે તે લોભાતો અને ફસાતો જાય છે.

દક્ષિણ ગુજરાતના એક ગામડામાં એક પરિવારમાં એક દિકરો ખ્રિસ્તિ થઈ ગયો હતો અને બીજો દિકરો હિંદુ હતો. જ્યારે માં મરી ગઈ ત્યારે બેઉ ભાઈઓ ઝગડ્યા હતા કે માતાને દફનાવવી કે અગ્નિ સંસ્કાર આપવા. કોંગ્રેસી સ્વ. અમરસિંહ ચૌધરીએ એક સમયે કહ્યું હતુ કે આદિવાસીઓ હિંદુ નથી. અમરસિંહ ભૂલી ગયા કે ડાંગમાં આજે પણ રામનો કેવો મહિમા છે, આદિવાસીઓમાં હનુમાનજીનો કેવો મહિમા છે, આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર હોળી કેમ છે…

ઘાંટા પાડી પાડીને ભોળા આદિવાસીઓના દિમાગમાં ખ્રિસ્તિકરણનો ભૂસો ભરવાનું કામ કરતા આ ધર્માંતરણકર્તાઓને જુઓ વિડિયોમાં.ઈસુના નામમાં એવુ દસ વાર ઘાંટા પાડીને બોલીને કહે છે કે ઈસુના નામમાં ગુણાકારની વૃદ્ધિ થશે ખેતીની ઉપજમાં, પૈસાની આર્થિક બાબતોમાં, આરોગ્યની બાબતમાં, પાણીની બાબતમાં..તમારુ જીવન એને સોંપી દો.ઉંચામાલા(આ ગામનું નામ) આજે ખરેખર ઉંચામાલા બનશે,આજે રાત્રે પરમેશ્વર તમારા બધા રોગો મટાડી દેશે.

ઘણી વખત કહેવામાં આવે છે કે સ્વામિનારાયણ વાળાઓએ આ કૌભાંડ કર્યું ને તે કર્યું અને આસારામબાપુ તો આવા છે ને તેવા છે. આમાં સત્યાંશ હોય છતા આ લોકો તો જેવા છે એવા છે પણ લાખો લોકોને હિંદુ ધર્મમાં જોતરી રાખવામાં તેઓ જે રીતે નિમિત્ત બની રહ્યા છે એ સૌથી મોટી બાબત છે.છતા આ સંપ્રદાયો વિદેશના અને ભારતના શહેરી ભણેલા-પૈસાદાર-અનૂકૂળ વિસ્તારના ભક્તો વચ્ચે રહેવાના વૈભવ છોડીને ધર્માંતરણ સામે અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વધુ કામ કરે એ ઈચ્છનીય છે.

આ વિડિયો જે વ્યારા વિસ્તારનો છે એ સુરત જિલ્લામાં આવેલો છે
જબરજસ્ત વટલાવ પ્રવૃત્તિને કારણે આજે ગુજરાતના કુલ ખ્રિસ્તિઓના ત્રીસ ટકા સુરત જિલ્લામાં વસે છેે

(સરકારની ૨૦૦૧ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર)

<< Previous Post
Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo