Home » More » Gujarati » Gujarat Education Minister’s Husband Says!(Gujarati Speech)

Gujarat Education Minister’s Husband Says!(Gujarati Speech)

અમદાવાદ, દેશગુજરાત

ગુજરાતના શિક્ષણમંત્રી આનંદીબહેન પટેલના પતિ મફતભાઈ પટેલ એક સમયે રાજકારણમાં રહેલા વ્યક્તિ છે.બહુજ ભલા અને સ્પષ્ટ એવા સરળ માણસ મફતભાઈ અચલા ટ્રસ્ટ ચલાવે છે અને અચલા નામનું મેગેઝીન પણ ચલાવે છે જેમાં તેઓ ગુજરાતના શિક્ષણ વિશેના પોતાના વિચારો પ્રગટ કરે છે. તેમની સાથે બીજા પણ શિક્ષણશાસ્ત્રીઓ અચલામાં પોતાના શિક્ષણ વિષયક વિચારો પ્રગટ કરતા હોય છે. આમાં મોટાભાગના વિચારો અને લખાણો એવા સાચા અને સ્પષ્ટ હોય છે કે શાસનમાં બેઠેલા માણસોને ગમે નહી. મફતભાઈ આની પરવા કર્યા વગર તેમનું કામ આગળ ધપાવ્યે જાય છે. તેઓ કહે છે કે અત્યારે ભાજપ શાસનમાં છે અને પોતાના પત્ની જ શિક્ષણમંત્રી છે. એક સમયે બીજા પક્ષનું શાસન હતું અને શિક્ષણમંત્રી કોઈ બીજી વ્યક્તિ હતી ત્યારે પણ તેઓ આ કામ કરતા હતા. કયો પક્ષ છે અને કોણ શિક્ષણમંત્રી છે અ મહત્વનું નથી પણ શિક્ષણની દશા કેવી છે એ મહત્વનું છે. હા એટલો ફર્ક ખરો કે અગાઉની સરકારો સ્વીકારતી હતી કે તેમના રાજમાં શિક્ષણની પરિસ્થિતિ જોઈએ એવી સારી નથી પરંતુ આનંદીબહેન પટેલ વાળી આ સરકારનું તો એવુ છે કે તે સ્વીકારતી પણ નથી કે શિક્ષણની હાલત ખરાબ છે. આ સરકાર તો સબ સલામતના ગાણા જ ગાયે રાખે છે.

અહીં બે વાતોનો ખાસ ઉલ્લેખ જરૂરી છે. જ્યારે ભાજપમાં કેશુભાઈ પટેલ સામે શંકરસિંહ વાઘેલાનો બળવો થયો હતો ત્યારે મફતભાઈએ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે ‘મારા ઘેર સાંજે શું રસોઈ બનશે એમાંય મારૂ નહીં પણ નરેન્દ્રભાઈ મોદીનું કહ્યું ચાલે છે.’ તાજેતરમાં પાટણમાં મફતભાઈએ મંચ પરથી ભાજપના અસંતુષ્ટો સાથે બેસીને વક્તવ્ય આપ્યું તેમાં ફરીથી વિવાદ જગાવે તેવા સ્ફોટક ઉચ્ચારણો કર્યા છે. તેમણે કહ્યું કે ‘આનંદીબહેનને મેં મારી પત્ની તરીકે સિંહ જેવી બનાવી હતી પણ તે હવે ઉંદર જેવી બની ગઈ છે.’ તેમણે એમ પણ કહ્યું કે ‘નરેન્દ્ર મોદીએ પક્ષ તો ભાંગ્યો પણ મારૂ ઘર શું કરવા ભાંગ્યું?’ ‘મોદી સાહેબે મને ગોળી મારી દીધી હોત તો ભલે પણ મારા જીવનમાં વચ્ચે કેમ આવ્યા છે?’

દેશગુજરાત.કોમ પાસે મફતભાઈએ તાજેતરમાં એક સેમીનારમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર વિશેના પોતાના વિચારો મંચ પરથી અને વાતચીતમાં દર્શાવ્યા તેનું એક્સ્લુઝીવ ઓડિયો રેકોર્ડિંગ છે.દેશગુજરાત પાસે ઉપલબ્ધ તેમના વિડિયો ફૂટેજ પર આ રેકોર્ડિંગ ડબ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યુ છે. મફતભાઈએ મુખ્યમંત્રીને સલાહ આપી ત્યારે શું થયું ? મફતભાઈને જ્યારે દેશગુજરાતે પૂછ્યું કે શું આપ માઈક પર જાહેરમાં ગુજરાતની શિક્ષણની હાલત વિશે જે કહો છો એ ઘરે આનંદીબહેનને કહી શકો છો ? એ બધું આપ સાંભળશો ઉપર વિડિયોમાં.

Gujarat education minister anandiben patel mafatbhai mafatlal dr.mafatbhai husband education government bjp

<< Previous Post
Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo