Porbandar’s Traditional Maher Sword Dance(Video)
Porbandar, DeshGujarat
Gujarat’s traditional dances Raas Garba have different forms of expressions and styles in different areas. Here in this video is sword dance presented in the form of Raas performed by Porbandar based traditional dancers who belong to Mehra community.
પોરબન્દરના મહેર જ્ઞાતિના પુરૂષોનો ભાતીગળ તલવાર નૃત્યનો રાસ
ગુજરાતમાં રાસ ગરબાની વિવિધ સ્ટાઈલો છે તેમાં થોડી ઘણી બચી ગયેલી પ્રાચીન ભાતીગળ સ્ટાઈલો પૈકીની એક સ્ટાઈલ છે પોરબન્દરના મહેર જ્ઞાતિના પુરૂષોની રાસ ગરબાની સ્ટાઈલ. આ સ્ટાઈલ જોવામાં જો સરળ લાગતી હોય તો રૂમનો દરવાજો બંધ કરીને તમે કરવાનો પ્રયત્ન કરી જોજો એટલે સમજાઈ જશે કે કેટલી અઘરી છે. તલવાર અને ઢાલ સાથે થતા આ રાસ પર વાગતું ગીત પણ સરસ છે.
ગીતમાં જે લીરબાઈની વાત છે તેમની જીવનકથા
સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા મોઢવાડા ગામે મેર જ્ઞાતિનાઅ લુણા મોઢવાડિયાને ઘેર જન્મેલા લીરબાઈ માતાનું નામ લખીબાઈ હતું. લીરબાઈ બરડા પંથકમાં ભક્તિનો પ્રકાશ રેલાવનાર જીવણદાસ-સોનબાઈના શિષ્ય હતા.
લીરબાઈના લગ્ન મોઢવાડા પાસેના કેશવ ગામના વજસી મેર સાથે થયા હતાં,પણ લીરબાઈને લગ્ન જીવનમાં રસ નહતો. પોતાના ધાર્મિક સ્વાભાવને કાએઅણે પતિ સાથે સંઘર્ષ થવાથી લીરબાઈ પતિગૃહનો ત્યાગ કરીને પોતાના પિયર આવીને રહ્યા હતા.
પિયરમાં નવરાશના સમયમાં તેઓ સંત જીવણદાસ-સોનલભઈની સેવા કરવામાં જ વિતાવતાં. આ સંતબેલડી પાસે દીક્ષા ગ્રહણ કરી લીરબાઈએ સંતજીવનમાં વિધિવત પ્રવેશ કર્યો હતો.
લીરબાઈએ દીક્ષા લીધાના સમાચાર સાંભળી તેના પતિ વજસીને ગુસ્સો ચડ્યો હતો. તે લીરબાઈ અને તેના ગુરૂઓને પાઠ ભણાવવા ઘોડે ચડી મોઢવડે આવ્યો હતો. બરાબર આ સમયે આશ્રમમાં સોનબાઈ અને લીરબાઈ વચ્ચે નીચે મુજબનો વાર્તાલાપ થયો. સોનબઈએ કહ્યું કે દીકરી તારો ધણી વારેવારે તારા માવતરને કનડે છે. તને સાસરે જવાનું મન નથી થાતું? લીરબાઈએ જવાબમાં કહ્યું કે માતાજી મારા સંસારનો સાચો ધણી વજસી છે. બીજા કોઈને હું મેરાણી ન ધારી શકું. જે દી ઈ ઠેકાણે આવશે ત્યારે હું મારા સાસરે કેશવ જઈશ.
આ વાર્તાલાપ સાંભળીને વજસીના અંતરનો મેલ ધોવાઈ ગયો. ઘોડા પરથી ઉતરીને તે આશ્રમમાં પ્રવેશ્યો અને સૌના આશ્ચર્ય વચ્ચે તે જીવણદાસ-સોનબાઈના પગમાં પડી ગયો. પોતાની પત્ની લીરબાઈને હાથ જોડી માફી માંગતા તેણે કહ્યું: મેરાણી મને માફ કર. મેં તને ઓળખી નહીં.
વજસીના આ પશ્ચાતાપ પછી લીરબાઈ પોતાના પતિ સાથે કેશવ જવા રવાના થયા. આ પછી વજસી અને લીરબાઈએ ભેગા મળી કેશવ ગામમાં સદાવ્રત ખોલ્યું. વજસી મેરનું વજસી ભગતમાં પરિવર્તન થયું. લીરબાઈએ સત્સંગની સાથે સમાજસુધારણાનું પણ કામ કર્યું હતું. તેમણે પોતાના ભક્તોને નાત જાતના ભેદભાવ ભૂલી માનવસેવાના કાર્યો કરતા રહેવાનો ઉપદેશ આપ્યો હતો.
લીરબાઈને દામ્પત્યજીવનથી બે પુત્રો, એક પુત્રી મળી કુઅ ત્રણ સંતાનો થયા હતા. લીરબાઈએ રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે જીવતાં સમાધિ લીધી હતી. અહીં દર વર્ષે અષાઢ સુદ બીજે મેળો ભરાય છે.
Also Watch Saurashtra’s Rajput Sword Dance



















