Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



London Based NRI Gujaratis has their Pipe Band(Video)

અમદાવાદ, દેશગુજરાત

અમદાવાદના રસ્તા પર સ્કોટીશ પાઈપબેન્ડને જોઈને સૌ લોકો નવાઈ અનુભવતા હતા. દૂરથી જોતા તો લાગે કે આલ્બર્ટ, જોન, માઈકલ આવા બધા નામો હશે આ લોકોના પણ નજીક જાઓ એટલે ખબર પડે કે આ તો બધા સ્કોટીશ કે યુરોપીયન નહીં પણ આપણા ગુજરાતી ભાઈઓ છે. અને નામો છે અમિતભાઈ વેકરીયા, અશ્વિન કેરાઈ, ગોપાલ ભુડિયા, કશ્યપ વરસાણી, શશી વાગડિયા, નિતીન પટેલ, મુકેશ રાબડિયા વગેરે…

દરઅસલ આ બેન્ડ આખેઆખું ગુજરાતીઓનું બનેલું છે. એન આર આઈ ગુજરાતીઓનું. લંડનના ચોવીસ પાઈપર, ત્રણ ડ્રમ મેજર્સ, અને બાર સ્નેર્સ, ટેનોર્સ અને બાસ બજાવનારા એમ આ બેન્ડના આ કુલ ૩૯ ગુજરાતીઓ મોટેભાગે નોર્થ લંડનમાં રહે છે અને સારી સારી કંપનીઓમાં ઉંચા હોદ્દાઓ પર કામ કરે છે, આમાંના કેટલાક ડોક્ટર છે, કેટલાક બિઝનસમેન છે, કેટલાક લોયર છે, સાયકોલોજીસ્ટ, એન્જીનીયર, ટીચર છે પરંતુ સ્કોટીશ બેન્ડ એ તેમનું પેશન છે. અને માત્ર પેશન જ નહીં પણ મિશન છે. આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયની મણિનગર શાખા માટે દાન ઉભુ કરવા માટે બેન્ડનુ પરફોર્મન્સ આપે છે.

૧૯૭૨માં સ્થપાયેલા આ બેન્ડ પાછળની પરિકલ્પના એ હતી કે મણિનગર સ્વામિનારાયણ પંથના કાર્યક્રમોમાં અને પંથ માટે તેના પરફોર્મન્સ રજૂ થાય. મણિનગર ગાદીના મુક્તજીવન સ્વામીના આશિર્વાદથી આ બેન્ડની સ્થાપના થઈ. આ માટે બેન્ડનું નામ પણ મુક્તજીવન બેન્ડ રાખવામાં આવ્યું છે. અને તેના ધ્વજમાં સ્વામિનારયણ ગાદીનું ચિત્ર રાખવામાં આવ્યું છે.

સમય જતા બેન્ડનો વિસ્તાર અને વ્યાપ વધ્યો અને પછીતો તેના અન્યત્રે પણ પરફોર્મન્સ યોજાવા લાગ્યા.આજ બ્રિટનના એન આર આઈ ગુજરાતીઓનું આ પાઈપ બેન્ડ વિખ્યાત અને પ્રમાણભૂત એવા રોયલ સ્કોટીશ પાઈપ બેન્ડ એસોસિયેશનનું સભ્ય બની ગયું છે.

મુક્તજીવન પાઈપ બેન્ડ સ્કોટીશ ગીતોની સાથે સાથે ભારતીય અને ગુજરાતી ગીતો પણ વગાડે છે. ગુજરાતી ભજનો, પોતે રચેલા ભક્તિ ગીતો અને નવા હિંદી ફિલ્મી ગીતોને આ પાઈપ બેન્ડ ગ્રુપ સ્કેલ કરીને સ્કોટીશ બેન્ડ પર વગાડે છે. શરૂઆતમાં થોડા જ ગીતો વગાડી શકનાર બેન્ડ આજે સાંહીઠ ગીતો વગાડી શકે છે.

બેન્ડના જૂના સભ્યો નવા સભ્યોને વાજિંત્રો શીખવે છે. અમદાવાદમાં આ પાઈપ બેન્ડ જ્યારે જ્યારે મણિનગર સ્થિત સ્વામિનારાયણ ગાદીના મહત્વના પ્રસંગો હોય ત્યારે આવે છે. છેલ્લે ત્રણ ઓક્ટોબરે મુક્તજીવન બાપા શતાબ્દી સમારંભ નિમિત્તે અમદાવાદમાં શોભાયાત્રા નીકળી તેમાં આ બેન્ડે તેનું પરફોર્મન્સ આપ્યું હતું એના આ વિડિયોમાં દ્રશ્યો છે. જય સ્વામિનારાયણ.

Ahmedabad, DeshGujarat

In 1972, North London based group of Gujarati nri who believed in Maninagar, Ahmedabad based Swaminarayan sect formed Muktajeevan pipe band starting with a dozen people and few songs. Now the group is much bigger with 39 players and 60 songs. Group was initially formed to perform for religious functions of their sect but later on they also started performing it for various occasion to help funding of the sect. Pipe band recently performed in Ahmedabad on the occasion of 100 years of Swami Muktajeevan Baapaa. They played Bollywood Hindi songs numbers, Gujarati bhajan, Scottish tunes, Gujarati songs on Scottish band. Band is member of prestigious Royal Scottish Pipe Band Association. To know more about this band visit this link:Shree Muktajeevan Pipe Band, London’s Web Page

sanedosmall.jpg


chundadi.jpg

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World