Home » More » Others » Audio » BBC Radio’s Gujarat Visit:Krishna Songs & Talk(RM)

BBC Radio’s Gujarat Visit:Krishna Songs & Talk(RM)

dakor.jpg

બીબીસીના રેડિયો થ્રી પર વર્લ્ડ રૂટ નામનો કાર્યક્રમ સરસ આવે છે. આ કાર્યક્રમમાં વિશ્વભરના મૂળભૂત લોકસંગીતનો આસ્વાદ કરાવવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત લ્યુસી ડ્યુરાન અને વીરમ જસાણીએ ગુજરાતના લોકગીતોમાં કૃષ્ણભક્તિ વિષય પર ઓડિયો કાર્યક્રમ બનાવ્યો છે. આ કાર્યક્રમ માટે તેઓ ગુજરાતની સફરે આવ્યા અને અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છની મુલાકાત લઈને બિલકુલ પાયાના સ્તરે ચાલતા ગીત-સંગીત અને તે અંગેની તેમની વાતચીત રેકોર્ડ કર્યા.

કાર્યક્રમમાં આપ પ્રફુલ દવે, કાલીદાસ ઉસ્તાદ, નરેન્દ્ર સોનીતર, જયંતી રાઠોડને સાંભળશો. સુરેન્દ્રનગરની શક્તિપરા રાસ મંડળીના અરવિંદ સોલંકી અને સાથીઓને સાંભળશો, કચ્છના રબારી સમાજની બહેનો અને ભાઈઓના ગીત સાંભળશો. ટોક રેડિયોના ફોર્મેટમા તૈયાર થયેલા આ કાર્યક્રમને સાંભળવા માટે આપના કોમ્પ્યુટરમાં રીયલ મિડીયા પ્લેયર હોવું જરૂરી છે. અને આખો કાર્યક્રમ સાંભળવા આપની પાસે એક કલાક હોવો પણ જરૂરી છે. આ કાર્યક્રમમાં વાગતા ગીતો કોમર્શીયલી પ્રાપ્ત નથી હોતા તેથી એક્સ્લુઝિવીટીના ધોરણે તેનું મહત્વ વધી જાય છે.


Click here to go to the BBC Radio3′s this show related page

smallgalki.jpg

smallgalki.jpg

<< Previous Post
Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo