DeshGujarat Presents Gujarati Vangi Recipe Rasoi Helpline

ગુજરાતી રસોઈની હેલ્પલાઈન


dakor.jpg

ગુજરાતીઓ પારકા મુલ્કમાં હોય પણ દિલ હંમેશા વતનને પોકારતુ રહે,સાંભરતુ રહે.
અને માત્ર દિલ જ નહીં પેટ પણ વતનને સાંભર્યા કરે. ગુજરાત બહાર ભારતમાં કે વિદેશમાં ભણવા કે કમાવવા ગુજરાતથી અલગ થયેલાઓને ગુજરાતી રસોઇને લગતી મૂંઝવણો થતી રહેતી હોય છે. ફોન કે ઈમેલ પર મિત્રોને કે સગા સંબંધીઓને પૂછીને નાની મોટી મૂંઝવણનું સમાધાન થઈ જતુ હોય છે પણ કેટલીક વાર એવુ બને કે રસોઇની કોઈક મૂંઝવણ કે કોઈ રીતનું સમાધાન સગા સંબંધીઓને પૂછવાથી પણ ન પતતુ હોય તો ત્યાં હાજર છે દેશગુજરાત પર ‘ગુજરાતી રસોઈની હેલ્પ લાઈન’

ગુજરાતી રસોઈ હેલ્પલાઈન અંતર્ગત આપ આપના રસોઈ સંબંધી પ્રશ્નો પૂછી શકો છો(Only Gujarati Veg). પ્રશ્નોનો જવાબ આપને તુરંત નહી તો કમસેકમ જલ્દીથી જલ્દી આપવાનો અમારો પ્રયન્ત રહેશે.આપનું ઈમેલ એડ્રેસ બરાબર આપશો જેથી આપને ઈમેલ પર જવાબ આપવાનો વિકલ્પ ખુલ્લો રહે.આખી વાત પ્રયોગાત્મક છે તેથી ભૂલચૂક માફ કરશો.

ભાજીપાઉં , કુલેર, ઊંધિયુ , અડદિયો પાક, મોહનથાળ, પેંદ, મઠિયા, દહીંવડા, કાજુ કતરી, ઘારી, કચોરી, દાળવડા, પુરણ પોળી, લાડુ, સુખડી, મગસ, મકાઈ સુપ, સિંગ ભુજીયા