Home » More » Comedy » Ramesh Mehta’s Comedy Film song(Video)

Ramesh Mehta’s Comedy Film song(Video)

હે… મૂવા છેતરીને લાવ્યો

This is old and famous fun song of Gujarat’s great film comedian Ramesh Mehta in which newly wedded bride is making complains to her husband about what he promised her before marriage and look what is the reality actually that she is seeing now. Glimpse of lyrics is given below.

પ્રસ્તુત છે રમેશ મહેતા અભિનિત ગુજરાતની જૂની પેઢીમાં જાણીતુ હાસ્ય ગીત ‘હે મૂવા શેતરીને લાયો’. આ ગીતમાં નવી પરણેલી પત્નીની વાત છે .પત્ની પોતાના પતિ રમેશ મહેતા સમક્ષ રજૂઆત કરે છે કે પરણ્યા પહેલા તેને કેવી કેવી વાતો કરવામાં આવી હતી અને પરણીને અહીં આવ્યા બાદ હકીકતે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે.

હે મૂવા છેતરીને લાવ્યો
તારો લાડવો કૂટુ રે તારો મોરિયો ફોડુ રે

હે તુ તો કહેતો તો તારે મોટી મહેલાતો
આહીં આવીને જોઉં તો છાપરું મળે નહીં
તારો મોરિયો ફોડુ રે હે તારા છાજીયા કૂઉં રે

હે….

નથી મહેલાતો કે નથી રે મેડીઓ
નથી મહેલાતો કે નથી રે મેડીઓ
ભૂલમાં કીધુ તુ બધુ તને મારી બૈ
તારો છેડો છોડુ નઈ તારો કેડો મેલુ નહી

હે…
હે મૂવા
હે તુ તો કહેતો તો મૂવા લાડવાના ખાણા
હે તુ તો કહેતો તો મૂવા લાડવાના ખાણા
આંહી આવીને જોઉ તો રોટલો મળે નહીં
તારો લાડવો કૂટૂ રે તારા છાજિયા કૂટૂ રે
તારો લાડવો કૂટૂ રે તારા છાજિયા કૂટૂ રે

હે….
નથી રે લાડવા કે લાપસીના ખાંણા
નથી રે લાડવા કે લાપસીના ખાંણા
ભૂલમા કીધુ તુ બધુ તને મારી બૈ
હવે છેડો છૂટે નહીં, બાજી પીછુ છૂટે નહીં
હવે છેડો છૂટે નહીં, બાજી પીછુ છૂટે નહીં

chundadi.jpg

smallgalki.jpg

smallgalki.jpg

<< Previous Post

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo