Gujarati Vangi Rasoi Recipe Cuisine: Pend(પેંદ)

પેંદ

શિયાળામાં પેંદ ખાવાની મજા ના માણી હોય તો આ વખતે ચોક્કસ જ પેંદ બનાવો અને તેને માણો. આ પેંદ માત્ર શિયાળામાં જ ખાઈ શકાય છે એ એની ખાસિયત છે. પેંદની રીત આજે એટલા માટે આપુ છુ કારણકે શિયાળાના પગરણ પડ્યા છે.એન આર આઈ હોવ અને સામગ્રીઓ ન મળતી હોય તો તેનો કોઈ વિકલ્પ નથી. ઈન્ડિયન સ્ટોરમાં ન મળતી ચીજો ડિસેમ્બરમાં ભારતા આવતા સગા સંબંધીઓ પાસેથી મંગાવી લો.

સામગ્રી: સો ગ્રામ બાવળનો ગુંદર, એક લિટર દૂધ, ૫૦ ગ્રામ ઘી, સોથી દોઢસો ગ્રામ ખાંડ, ૫૦ ગ્રામ કોપરું, ૧૦ ગ્રામ ખાંડેલુ ગોખરુ, બદામ પીસ્તા ખસખસ જાયફળ અને જાવંત્રી, ૩૦ ગ્રામ સૂંઠનો પાઉડર અને ૨૦ ગ્રામ ગંઠોડા પાવડર

રીત: વાસણમાં ઘી લગાડીને દૂધ ગરમ કરવા મૂકો. ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખો. પછી તેમાં ખાંડેલો ગુંદર નાખો. ઘટ્ટ થવા આવતા જ પહેલા કોપરાની છીણ નાખીને પછી બધો મસાલો ખાંડીને નાખી દો. થોડું ઘી નાખતા રહો. શીરાની માફક ઘી છૂટું પડે એટલે પેંદ ઉતારી દો અને ડબ્બામાં ભરીદો.

(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine mithai Cooking recipe, Ahmedabad Gujarat.