Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



11 December’s Gujarat election: Reference Material(text)

From http://deshgujarat.com/abg

૧૧ ડિસેમ્બરે ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણી છે ત્યારે પહેલા તબક્કાની ચૂંટણીના અભ્યાસ માટે રેફરન્સ

10-12-2007

કુલ - ૮૭ સીટો પર ચૂંટણી

સૌરાષ્ટ્ર કચ્છની - ૫૮ સીટો

દક્ષિણ ગુજરાતની - ૨૯ સીટો

જિલ્લા - ૧૪ - કચ્છ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, નર્મદા, ભરૂચ

કુલ ઉમેદવારો - ૬૮૦

ભાજપના - ૮૭

કોંગ્રેસના - ૮૨

બહુજન સમાજ પાર્ટી - ૭૮

ભારતીય જનશક્તિ પાર્ટી - ૨૦

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી - ૦૪

મહિલા ઉમેદવારો - ૫૩

સૌથી વધુ મતદારો - ચોર્યાસી બેઠક(સુરત) - ૧૫,૯૩૯૦૭ મતદારો

સૌથી ઓછા મતદારો- માણાવદર(જુનાગઢ) - ૧,૨૫,૯૦૨ મતદારો

મતદાન મથકો - ૧૯૯૨૪

ચૂંટણીના કામમાં જોતરાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા ૧.૨૦ લાખ

સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથ - ૫,૧૩૯

સુરતના ૧૫૧૪, રાજકોટના ૭૫૫, જુનાગઢના ૬૭૬, ભાવનગરના ૫૩૨, અમરેલીના ૪૧૨, નવસારીના ૪૦૯, જામનગર અને ભરૂચના ૪૦૮, સુરેન્દ્રનગરના ૩૪૪, વલસાડના ૧૮૦, કચ્છના ૧૫૮, પોરબંદરના ૧૩૪, નર્મદાના ૧૧૧ અને ડાંગના ૭૮ ચૂંટણી મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ

ચૂંટણી સુરક્ષા માતે તેનાત દળો - ૫૮૦ અર્ધલશ્કરી દળની કંપની

ચૂંટણી પંચે નીમેલા માઈક્રો ઓબ્ઝર્વર્સની સંખ્યા - ૩,૩૯૭

સ્ત્રી મતદારો - ૮૫,૯૨,૧૧૪

પુરૂષ મતદારો - ૯૨,૮૬,૦૯૪

કુલ મતદારો - ૧,૭૮,૭૮,૨૦૮

સૌથી વધુ મતદારો પોરબંદર બેઠક પર - ૧૫

સૌથી ઓછા ઉમેદવારો કેશોદ,મહુવા,ગણદેવીમાં - ૩

ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ - ૬૨ બેઠકો પર

ત્રિપાંખીયો જંગ - ૨૫ બેઠકો પર

કુલ ગેરહાજર મતદારો ૫.૧૮ લાખ

કુલ સ્થળાંતર કરી ગયેલા મતદારો ૯.૫૪ લાખ

સૌથી વધારે ગેરહાજર મતદારો ૨.૬ લાખ અને સ્થળાંતર કરી ગયેલા મતદારો ૪.૨૩ લાખ - સુરતમાં

પહેલા તબક્કાના તમામ ઉમેદવારોનું લીસ્ટ જોવા અહીં ક્લીક કરો

ઉમેદવારોની એફિડેવીટ જોવા અહીં ક્લીક કરો

કેટલાક મહત્વના જંગ અને બાબતો

-સૌથી પૈસાદાર પાંસઠ કરોડના આસામી ઉમેદવાર સૌરભ દલાલ બોટાદમાંથી ઉભા છે તેમની સામે કોળી સમાજના અગ્રણી સીકે પીઠાવાલા ઉભા છે. સૌરભભાઈ ઉર્જા મંત્રી છે. તેમણે ઘણા ખેડૂતોને વીજ ચોરીમાં પકડ્યા હતા એનો તેમની સામે પ્રચાર થઈ રહ્યો છે.

-ગુજરાતના વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા પોરબંદરમાંથી ઉભા છે. તેમની સામે ભાજપના નબળા મહિલા ઉમેદવાર મોદીત્વથી તરી જાય તો કંઈ કહેવાય નહીં એટલે અર્જુનભાઈએ પ્રચારમાં ખૂબ મહેનત કરી છે.

-ગુજરાત વિધાનસભાના સૌથી યુવાન ધારાસભ્ય અમરેલીના કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણી સામે આ વખતે લેઉવા પટેલ દિલીપ સાંઘાણી ઉભેલા છે.

-કોંગ્રેસ જીતે તો નાયબ મુખ્યમંત્રી બનવાને ઈચ્છુક સૌરાષ્ટ્રના હેવી વેટ કોંગ્રેસી નેતા વિઠ્ઠલ રાદડિયા અને તેમનો દીકરો બેઉ રાજકોટ જિલ્લાની અલગ અલગ બેઠકો પરથી ઉભેલા છે.

-ચૂંટણીના થોડા દિવસો અગાઉ જ અચાનક જામનગરના કમિશનર પદેથી રાજીનામુ ધરી દેનાર અને મોરબીની જાણીતી અજંટા ઓરપેટ કંપનીના જમાઈ પટેલ અગ્રણી બીએચ ઘોડાસરા ધ્રોલ-જોડિયામાંથી ઉભા છે.

-ભાજપ છોડી ગયેલા અસંતુષ્ટો બાવકુ ઉધાડ, બાલુભાઈ તંતી, બેચર ભાદાણી અમરેલી જિલ્લામાંથી કોંગ્રેસમાંથી ઉભા છે, ઉપરાંત કચ્છમાં પણ ભાજપના અસંતુષ્ટો કોંગ્રેસમાંથી ઉભા છે.

-ભાજપના બે ઠીક ઠીક મજબૂત એવા ધારાસભ્યો વઢવાણના ધનરાજ કેલ્લા અને ભાવનગરના સુનિલ ઓઝા ટિકીટ ન મળતા પક્ષ છોડીને ઉમા ભારતીના પક્ષમાંથી ઉભા છે. જોવાનુ છે કે તેઓ ભાજપના કેટલા મતો તોડે છે, કે પછી કોંગ્રેસના તોડીને બીજા નંબરે રહેશે?

-કોળીઓ શું પુરૂષોત્તમ સોલંકીથી ખરેખર વિમુખ થઈ ગયા છે? કેટલા વિમુખ થયા છે? એ પ્રશ્નોના જવાબ પણ મળશે.સોલંકીની સામે કોળી સમાજના સ્થાનિક પ્રમુખ ઉભા છે. અને ઘોઘા બેઠક પર જંગ જોરદાર જામેલો છે.

-સુરતમાં જબરજસ્ત વિકાસને કારણે ભાજપ તરફી વાતાવરણ છે. લોકો ભાજપને બધી સીટો આપીને રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશ પછી ફરી એક વખત બિનઅસરકારક સાબિત કરશે? કે કરોડપતિ ઉમેદવારોના સામસામા જંગમાં કોંગ્રેસી ઉમેદવારો કાઠુ કાઢશે? પેલા ધીરુ ગજેરાનું શું થશે? એ નક્કી થશે.

-દસાડાની બેઠક પર ભાજપે દલિતોના સંત શંભુપ્રસાદ તુંડિયાને ઉભા રાખ્યા છે. તેઓ જીતશે તો વિધાનસભામાં સાધુ સંતની એન્ટ્રી થશે.

-માંગરોળની બેઠક પર ઉભેલા ચંદ્રિકાબહેન ચુડાસમાએ જાહેર સભામાં એવુ એલાન કર્યું હતુ કે પોતાને જો લોકો વોટ નહીં આપે તો પોતે આપઘાત કરશે. જોઈએ ચંદ્રિકાબહેનનું શું થાય છે.

-કચ્છમા કોંગ્રેસે ૩૦ ટકા મુસ્લિમોની વસ્તી હોવા છતા અબડાસા બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ટિકીટ ન આપતા ભાજપના બળવાખોરને ટિકીટ આપી તેથી મુસ્લિમોએ બીએસપીમાંથી પોતાનો ઉમેદવાર ઉભો કર્યો છે. જોવાનુ એ છે કે આ મુસ્લિમ ઉમેદવાર કાઠુ કાઢી શકે છે કે પછી કોંગ્રેસના વોટ તોડીને ભાજપને જીતાડશે ?

-લેઉવા પટેલોની વસ્તી ધરાવતી, કોળીઓની વસ્તી ધરાવતી જગ્યાઓએ અસંતુષ્ટો પોતાનુ જોર બતાવી શકશે કે અસંતુષ્ટો ચૂંટણી પછી સાફ થઈ જશે એ નક્કી થશે

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World