Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Gujarati Vangi Recipe Rasoi Cuisine: Mohanthal (મોહનથાળ)

મોહનથાળ

જર્મનીમાં ભણતા મિતેશભાઈએ મોહનથાળ અને પેંડાની રીત માટે વિનંતી કરી છે.એમાંથી અહીં મોહનથાળની રીત રજૂ કરીએ છીએ. પેંડાની રીત હવે પછી પોસ્ટ કરીશું.

એક અન્ય વિનંતી પંજાબી વાનગીની રીત મૂકવા માટે પણ આવી છે પણ જણાવવાનુ કે હાલ માત્ર દેશગુજરાતની રસોઈ હેલ્પલાઈનનું ફોકસ માત્ર ગુજરાતી વાનગીઓ પર જ છે.

ઉદેપુરથી રાજીવભાઈ લખે છે કે તેઓ દેશગુજરાત પર આવેલી દરેક વાનગી નોંધી લે છે અને વધુ વાનગી આપવા વિનંતી તો રાજીવભાઈને જણાવવાનુ કે ડાયરીમાં બહુ બધા કોરા પાના છે ને ? ચૂંટણીનું કવરેજ પતે એટલે દેશગુજરાત પર વાનગીઓની રેસીપીની ભરમાર ચાલુ થશે.

સામગ્રી: ૧ કપ ચણાનો કગરો(જાડો) લોટ, ૧ કપ ખાંડ, ૧ કપ ઘી, ૫૦ ગ્રામ માવો, ૧ ચમચી બદામ પીસ્તાની કતરી, ચાંદીનો વરખ, થોડુ કેસર, થોડી ઈલાયચી વાટેલા

રીત: ૧ થાળીમાં ચણાનો લોટ લઈને વચ્ચે ખાડો કરી ૧ ચમચી દૂધ મૂકી પાંચ મિનીટ ઢાંકી દો અને પછી તેને ચાળે લો.

એક તપેલીમાં ખાંડ લઈ તેમાં ડૂબે એટલું પાણી લઈ ચાસણી કરવા ધીમા તાપે ગેસ પર મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ૨ ચમચી દૂધ નાખો જેથી ખાંડનો કચરો ઉપર આવી જશે. આ કચરો કાઢી નાખો. જ્યારે થાળીમાં ટપકુ પાડો ને એ ટપકુ રેલાય નહી ત્યારે સમજવુ કે ચાસણી થઈ ગઈ છે. તેમાં કેસર ઈલાયચીનો ભૂકો ઉમેરો. પછી તેને ગેસ પરથી ઉતારી લો.

એક તવામાં ઘી ગરમ કરવા મૂકી એમાં ચાળેલો ચણાનો લોટ ધીમા તાપે શેકો. ધીરે ધીરે ગુલાબી થવા માંડશે. ઘેરો ગુલાબી થતા તેમાં માવો ઉમેરો અને પાંચ દસ સેકંડ માટે શેકો અને પછી ગેસ પરથી નીચે ઉતારી તેમાં ગરમ ચાસણી ઉમેરી હલાવતા રહેવું. જ્યારે તે ઠરવા લાગે ત્યારે થોડું ઘી લગાડી તૈયાર રાખેલી થાળીમાં પથરવું. તેની પર તરત જ બદામ પીસ્તાની કતરી પાથરી ન દેવી નહીં તો તેમા ચોંટશે જ નહી. ત્યારબાદ તરત જ તેની ઉપર ચાંદીનો વરખ પાથરી દેવો.ઠંડુ પડતા ચોસલા પાડી દેવા.સ્વાદિષ્ટ મોહનથાળ તૈયાર.

(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine mithai Cooking recipe, Ahmedabad Gujarat.



Feedbacks Received to “Gujarati Vangi Recipe Rasoi Cuisine: Mohanthal (મોહનથાળ)”

  1. Mitesh Says:

    thanks a lot sir…. it is so nice of u…. now i can make mohanthal………..its verry easy i think….. but i have one problem …. boz in germany we have only BESAN.. (chana no lot)… it is okay for mohanthal……we dont have kakaro chanano lot……. so with besan can i make mohanthal……. plz let me know sir……. thanks again.
    jay ambe
    and
    jitega gujarat…………………
    Mitesh

  2. Isha Says:

    are have to marathi pan banshe mohanthal. mane magaz banava ni rit joie che. thank u.

  3. komal Says:

    mohanthal banovvo chhe pan ahi london ma kakaro lot malto nathi. to su magas no lot chale. me magas banaviyo hato ghano saras thayo hato. thanks. thank u very much.

    _______________________

    હા જો એવો લોટ જ મળતો હોય તો તેનાથી પ્રયત્ન કરો. બહુ વાંધો નહીં આવે. બનેલા મોહનથાળને તમે રહો છો એ દેશ યુકેનો મોહનથાળ નામ આપી દેવાનું.

    દેશગુજરાત ડેસ્ક, અમદાવાદ

  4. komal Says:

    Thanks a lot. Main Mohanthal banaviyo Saro baniyo. Pan aetlo badho saro nahi.
    Pan to pan saro baniyo. Thanks

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World