Home » Politics » Narendra Modi » Narendra Modi’s Oath Taking Day(Gujarati Text, Video)

Narendra Modi’s Oath Taking Day(Gujarati Text, Video)

-મોદીની શપથવિધી: લાખોની હાજરીમાં દસ મિનીટથી નાનો કાર્યક્રમ
-મોદીએ માતા હિરાબા,પ્રમુખસ્વામી અને કેશુભાઈ પટેલના મુકામે જઈને તેમના આશિર્વાદ લીધા

25-12-2007

રેન્દ્ર મોદીની શપથવિધીની સ્પીચનો વિડિયો દેશગુજરાત પર મૂકોને ?

આજે જેપી પર આવો ઈમેલ આવ્યો. હકીકત એ છે કે શપથવિધિમાં કોઈ ભાષણ હોતુ નથી. રાજ્યપાલ બોલાવે એમ થોડા વાક્યો મુખ્યમંત્રી બોલે છે અને શપથવિધિ પૂરી થતી હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે મુખ્યમંત્રીના શપથવિધિ સમારંભ ગાંધીનગરના રાજભવનમાં જ યોજાતા હતા. આમાં નિમંત્રિતો હોય અને પત્રકારો હોય. બસ. પણ મોદીએ શપથવિધિ સમારંભની શકલ ફેરવી દીધી છે.

સવારે મોદી શપથ લેતા પહેલા ગાંધીનગરમાં એમના લઘુબંધુ પંકજભાઈના ઘરે ગયા અને માતા હીરાબાના આશિર્વાદ લીધા. હિરાબાનાઅ આશિર્વાદ મોદીએ પાછલી વખતે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ લીધા હતા. હીરાબાએ એ વખતે કહ્યુ હતુ કે બેટા ભ્રષ્ટાચારથી દૂર રહેજે. હવે હીરાબાની તબિયત બહુ સારી રહેતી નથી. સંભળાય છે ઓછુ.

આ પછી મોદી અમદાવાદના શાહીબાગ સ્થિત સ્વામિનારાયણના પ્રમુખસ્વામીને પગે લાગવા ગયા અને સત્સંગ કર્યો. મોદી કેશુભાઈના ઘરે પણ ગયા અને તેમને પાયલાગણ કર્યું.ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગર ટાઉનહોલમાં નરેન્દ્રભાઈએ કહ્યું હતુ કે આજે જે વિપરીત ચાલે છે તેઓ પણ કાલે સાથે ચાલશે. આપણે એમન પ્રરત્વે વિવેક અને ઉદારતા બતાવવાની છે.આમ મોદી હવે સૌને સાથે લઈને ચાલે તેવી વકી છે. આરએસએસના મદનદાસજી દેવી મોદી જીત્યા એના બીજા દિવસે તેમના ઘરે મળવા ગયા હતા ત્યારે મોદીનું મેન્ટરીંગ કર્યુ હતુ કે બધાને સાથે લઈને ચાલો.

મોદી શપથવિધિ સમારંભમાં આવ્યા એટલે સરદાર પટેલ સ્ટેડિયમમાં સૌપ્રથમ તો સંતો માટે બનાવાયેલા સ્ટેજ પર જઈન સંતોને વંદ્યા.સંતો હાર પહેરાવવાની કોશિશ કરે પણ મોદી ના પાડી દે. જો કે સરખેજ અને ગિરનારમાં આશ્રમ ધરાવનાર ભારતીબાપુએ મોદીને મુગટ પહેરાવી જ દીધો જેના ફોટા પાડવાની ફોટોગ્રાફરોને મજા પડી ગઈ સંતોના સ્ટેજ પર અમદાવાદના જગન્નાથ મંદિરના રામેશ્વરદાસજી, મણિનગર સ્વામિનારાયણ મંદિર, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત, આધ્યાત્માનંદજી વગેરે હાજર હતા.

જો કે સૌથી આશ્ચર્યજનક ઉપસ્થિતિ તો સારસાના અવિચલદાસજીની હતી. સફેદ કપડા પહેરતા આ સ્વામીએ ચૂંટણી અગાઉ મોદી વિરોધી સંતોના મોરચાની આગેવાની લીધી હતી અને એલફેલ બોલ્યા હતા પણ પછીથી યોગ્ય ચેનલ દ્વારા તેમને શાંત રહેવા મનાવાયા હતા એ આજે હાજર હતા.

આરએસએસમાં જેમનું સરસંઘચાલક જેવુ માન છે એ સત્યમિત્રાનંદગિરીજી પણ હાજર હતા. સત્યમિત્રાનંદજી ગુરૂજી જન્મશતાબ્દી ઉજવણી સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને રૂષિકેષમાં ભારત માતા મંદિર ચલાવે છે.

મોદી સંતો બાદ ભાજપ અને એનડીએના રાષ્ટ્રિય નેતાઓને મળવા તેમના મંચ પર ગયા. અહીં મુખ્યમંત્રીઓ રમણસિંઘ, ખંડૂરી હતા શિવસેના તરફથી મનોહર જોષી હતા, ભાજપના મુરલી મનોહર જોષી હતા, અડવાણી, જેટલી, વેંકૈયા નાયડુ, તુલસી સ્મૃતિ ઈરાની, નવજોતસિંઘ સિદ્ધુ, મુકેશ ખન્ના(શક્તિમાન), જ્યોર્જ ફર્નાન્ડીસ, જયા જેટલી વગેરે હતા. સિદ્ધુ સ્ટેજ પરથી સિક્સરની એક્શન કરતો હતો તો શક્તિમાન ઉડવાની એક્શન કરતો હતો અને લોકોનું મનોરંજન થતુ હતુ.

સરદાર પટેલ સ્ટેડિયમ મેદાનમાં અને બેસવાની સીટોમાં છલોછલ ભરેલુ હતુ. લોકોના માથે ખુલ્લો તડકો હતો પણ સ્ટેડિયમની બહાર પીવાના પાણીના પાઉચ મફત રાખેલા હતા. સ્ટેડિયમમાં પ્રવેશનાર સૌને કેસરી ખેસ અને ભાજપનો ધ્વજ આપવામાં આવતો હતો. મોદી આવ્યા એ પહેલા ડાયરો ચાલ્યો હતો કારણકે શપથવિધિ સમારંભમાં રાજકીય ભાષણો થતા નથી.

મોદી છેલ્લે વીઆઈપી સ્ટેજ પર ગયા હતા જ્યાં આરએસએસના અગ્રણીઓ હતા. આજે શપથ સમારંભમાં આરએસએસની ગુજરાતની આખી શીર્ષસ્થ હરોળ મોજૂદ હતી. ઉપરાંત વીએચપીના કૌશિક મહેતા પણ હતા. અસંતુષ્ટો કે કોંગ્રેસમાંથી કોઈ હાજર ન હતુ. ધારાસભ્યોની બેસવાની જગ્યામાં ગોધરામાં જેમને ટિકીટ નથી મળી એ હરેશ ભટ્ટ અને ભાવનગરથી આવા જ મહેન્દ્ર ત્રિવેદી પણ હતા.

પત્રકારો, ન્યાયમૂર્તિઓ વગેરેને ખુલ્લા તડકામાં બેઠક અપાઈ હતી. અશોક ભટ્ટના ધ્યાનમાં આ વિગત આવતા જ તેમણે ન્યાયમૂર્તિઓને વ્યવસ્થિત જગ્યાએ સીટ અપાવી હતી.

મુખ્ય સ્ટેજોની સરભરામાં મોદીના નજીકના કમલેશ પટેલ અને વિજય રૂપાણી હતા. ઉપરાંત ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત ઠાકર પણ હતા જે હવે મોદીના નજદીકી બની રહ્યા છે. શપથવિધિનો આખો સમારંભ શરૂ થયો પછી થોડી જ મિનિટોમાં આટોપાઈ ગયો હતો.મંત્રીમંડળની શપથવિધિ થઈ ન હતી. શપથ બાદ મોદી એમની સ્ટાઈલમાં ઓપન જીપમાં અડવાણી, રાજનાથસિંધ અને પ્રભારી ઓમ માથુર, પુરૂષોત્તમ રૂપાલાને લઈને સ્ટેડિયમમાં ફર્યા હતા.

લાખ ઉપરના લોકોનું આ મોબીલાઈઝેશન ભારતને અને કેન્દ્રિય નેતાઓને આંજવા માટે હતુ, ઉપરાંત લોકોનું આમા પાર્ટીસીપેશન કરવા માટે હતુ. નહીતો દસ મિનીટના કાર્યક્રમ માટે બસો ને ટ્રકો ભરીને ગુજરાતભરમાંથી માણસ એકઠુ કરવાનો બીજો કોઈ અર્થ સરતો નથી.

dakor.jpgdakor.jpgdakor.jpgdakor.jpg
dakor.jpg
dakor.jpg
dakor.jpg

<< Previous Post

Comments

  1. kaushikpatel(RAMUR-VASO wala) says:

    nice adbhuT!!!!!! PAN BHASHAN HOT TO MAJA AVAT

  2. samir says:

    Great moment.

  3. girish patel says:

    very nice ,this moment is very important ,but i don’t understand after elaction the oposit people like a1 sadhu and befor the other s opositer change the party .what thy want ,they want some kind of opertunity to publicity or different way making money .my opinion is the midia people is small thing making a bigger issue .and some is layer ,they know the what is the impruvement in gujarat ;congress last 40 years and mr. modi 5 years the result is front of you.well congratulation mr modi and god give him a power to improvement a gujarat next five year,try to remove the goverment workers who ever a corepted , or they do not work for a public with out money.

    thank you

  4. TEJAS AVASHIA says:

    ya it was good but yet people wanted speech from CM side as they all were gathered to hear only & only to Mr. Narendra bhai modi

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo