Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Modi’s Security should be a top most concern(Gujarati text)

This is an article by JP(deshgujarat.com/abg) on Suicide bombing Islamic terrorist threat to Naredra Modi
Guajrati Fonts can be read properly in ONLY:INTERNET EXPLORER Browser

મોદી કહે જીતેગા ગુજરાત.
આપણે કહેવાનું શતં જીવં શરદ નરેન્દ્રભાઈ……

26-12-2007

પોરના ચાર વાગ્યા હતા. અમે પત્રકારો અમદાવાદના ખાનપુરના ભાજપના ગુજરાત પ્રદેશના મુખ્યાલયમાં બેઠા હતા અને નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા હતા. નરેન્દ્ર મોદીનો અહીં પહોંચવાનો સમય અઢી વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હતો પણ હજુ તેઓ આવ્યા ન હતા. દરમિયાન અમે ભાજપ કાર્યાલયમાં ટીવી જોઈને સમય પસાર કરી રહ્યા હતા. ટીવીમાં ઈટીવી ગુજરાતી ચેનલ સેટ કરેલી હતી.

અચાનક જ ચેનલનું પ્રસારણ ધૂંધળુ થવા લાગ્યુ અને ફેડ થઈ ગયુ. અવાજ બંધ થઈ ગયો. ભાજપ ઓફિસના કર્મચારી બોલ્યા ‘ટીવી ગયુ, મોદી આવી ગયા’. મેં પૂછ્યુ કે આ ટીવીનું પ્રસારણ ફેડ થઈ ગયું અને મોદી આવી ગયા એ બે વચ્ચે શું સંબંધ છે? તો કર્મચારી કહે કે મોદીની કારની પાછળ જામર એન્ટેના વાળી ગાડી દોડે છે એ આસપાસ બધા સિગ્નલ જામ કરી દે છે. બહાર મોદી આવી ગયા છે અને જામર પણ આવી ગયુ છે એટલે આ ટીવી ચેનલ દેખાતી નથી.

દર અસલ ચૂંટણી પરિણામની સવારે જ સમાચાર આવ્યા હતા કે મોદી પર ફિદાઈન એટલેકે આત્મઘાતી હુમલાની શક્યતા છે એવો અહેવાલ કેન્દ્ર સરકારે ગુજરાતને મોકલાવ્યો છે. મોદીની સુરક્ષામાં આના પગલે સારો એવો વધારો કરવામાં આવ્યો છે.ગોધરાથી તો મોદી ઈસ્લામિક ત્રાસવાદીઓના નિશાન પર આવી જ ગયા હતા પણ હમણા ચૂંટણીમાં મિડિયાએ એના વ્હાલા સોહરાબુદ્દીન અને અફઝલ ગુરૂ વિશેના નરેન્દ્રભાઈના નિવેદનોને જે રીતે બૂમબરાડા પાડીને ગજવ્યા એના કારણે લશ્કર એ તૈયબાના નિશાના પર મોદી હોવાનું ભારત સરકારના ગુપ્તચર વિભાગને માલૂમ પડ્યુ અને એણે ગુજરાતને આ સંદેશો ફોરવર્ડ કર્યો.

મોદીનો કારનો કાફલો જતો હોય તેમાં ફરતી જામર ગાડી નવી અને વધુ શક્તિશાળી તથા આધુનિક સ્તરની લાવવામાં આવી છે. જામર મોદીની આસપાસ રેડિયો સિગ્નલ બ્લોક કરી દે છે જેના કારણે જો કોઈ રિમોટ કંટ્રોલ બોમ્બથી મોદીને ઉડાડવા માંગતુ હોય તો તે શક્ય થઈ શકતુ નથી. ૨૫ ડિસેમ્બરે સરદાર પટેલ સ્ટેડિયમમાં પોર્ટેબલ જામરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે જેપી સહિત પત્રકારોના અને સ્ટેજ નજીક હાજર બીજા લોકોના મોબાઈલ ફોન બરાબર જોડાતા ન હતા. મોબાઈલ પર નંબર લગાવો તો નંબર લાગેલો દેખાય પણ અવાજ પહોંચે જ નહીં અને સંભળાય પણ નહીં.

મોદીની સભાઓમાં અગાઉ છેક સ્ટેજ સુધી માણસ બેસી શકતુ હતુ જ્યારે સોનિયા ગાંધી કે વડાપ્રધાનની સભાઓમાં સ્ટેજ અને ઓડિયન્સ વચ્ચે ફરજિયાત રીતે ઝીરો ઝોન એટલેકે ખાલી જગ્યા રાખવામાં આવતી હતી. પરંતુ હવે મોદીની સભાઓમાં પણ સ્ટેજની સામે, અને સ્ટેજની પાછળ ઝીરો ઝોન રાખવામાં આવે છે જેમાં કોઈને પ્રવેશ નથી હોતો.

મોદીના સુરક્ષા કર્મચારીઓમાં ભારત સરકારના નેશનલ સિક્યોરિટી ગાર્ડના જે બ્લેક કેટ કમાન્ડો છે એમની પાસે સ્ટેનગન હોય છે પણ હવે તેમને ડ્યુટી દરમિયાન ફરજીયાત પીઠ પર અને છાતી પર બેઉ તરફી રહે એમ બખ્તર પણ પહેરાવવામાં આવે છે. મોદી ભાજપ કાર્યાલય આવવાના હોય તો કાર્યાલયમાં જે ચેમ્બરમાં બેસવાના હોય તેનો કબજો એમના આવવાના ઘણા સમય પહેલાથી સફારી પહેરેલા ભારત સરકારના નેશનલ સિક્યોરિટી ગાર્ડના વાયરલેસ સાથેના કમાન્ડો લઈ લે છે.

મોદીના કારના કાફલામાં એક સાથે એક જેવી ત્રણથી ચાર સ્કોર્પિયો હોય છે. આ વ્યવસ્થા કઈ સ્કોર્પિયોમાં તે બેઠા છે તે કોઈ ન જાણી શકે એ માટે છે. પરંતુ મોદી મોટાભાગે ડ્રાઈવરની બાજુની એક્યુપ્રેશરવાળા આસન વાળી સીટ પર જ બેસતા હોય છે જેથી લોકો તેમને જોઈ શકે અને પોતે પણ રસ્તો ક્લીયર જોઈ શકે. મોદી અમદાવાદના રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે ચાર રસ્તાઓ પરની રેડ અને ગ્રીન સિગ્નલ બંધ કરી દેવામાં આવે છે અને રસ્તો ખાલી કરાવી દેવામાં આવે છે. રસ્તા પર જ્યાં જ્યાંથી બીજા રસ્તા મળતા હોય ત્યાં નાકાઓ પર સળંગ પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવે છે.

મોદી જ્યાં જ્યાં જાય ત્યાં સિક્યોરીટીની ત્રણ રીંગ હોય છે જેમાં સૌથી અંદરની રીંગનું કામ મોદી જ્યાં પણ ગયા હોય ત્યાંની ક્રાઈમ બ્રાન્ચ સંભાળે છે. અમદાવાદમાં અંદરની રીંગ ગુજરાતના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ તરૂણ બારોટ સંભાળે છે. બારોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર છે. અમદાવાદના કુખ્યાત અબ્દુલ લતીફને જેલમાંથી કાઢીને એન્કાઉન્ટર તેમણે કર્યુ હતુ. બારોટ અમદાવાદના સેંકડોની સંખ્યામાં ગુનેગારોને મોઢેમોઢ ઓળખે છે. તેમનું માહિતી નેટવર્ક લોકલ મુસ્લિમોમાં સખત પાવરફુલ છે. મોદી અમદાવાદમાં જ્યાં પણ હોય ત્યાં બારોટ નજીકની રીંગમાં રહીને માણસોને જુવે છે કે તેમાં કોઈ ક્રિમિનલ તો નથી દેખાતો ને?

મોદીના કાર્યક્રમના સ્થળોએ મેટલ ડિટેક્ટર ફરજિયાત બનાવાયુ છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં તેમની શપથવિધિ હતી તો લાખ ઉપરાંત માણસને માટે ઠેર ઠેર મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા હતા. શપથવિધિ સમારંભમાં મોદીના મહોરા પહેરીને જનારાઓના મહોરા પણ ઉતરાવવામાં આવતા હતા અને ડ્યુટી પરના પોલીસ કર્મચારીઓને પણ ખાસ લાલ રંગના નિશાન વરદી પર પહેરાવવામાં આવ્યા હતા કારણકે ગુપ્તચર તંત્ર પાસે સૂચના હતી કે મોદીને મારવા આવનાર આત્મઘાતી ફિદાઈન સ્યુસાઈડ બોમ્બર પોલીસના વેશમાં કે મોદીનું માસ્ક પહેરીને આવી શકે છે.

ગોધરા પછી નરેન્દ્ર મોદીનું મિડિયાએ જે ફ્રેમમાં મઢીને ઈન્ટરનેશનલ માર્કેટીંગ કર્યું છે એ ફ્રેમ મોદી ભારતમાં મુસ્લિમોના દુશમન નંબર વન હોય તેવુ છે. મોદી વિરોધી અને ગુજરાત વિરોધી ચેનલ સીએનએન આઈબીએને તો મુસ્લિમોના ઈન્ટરવ્યૂ પણ લીધા જેમાં મુસ્લિમ મોદીને કટકે કટકે મારવાની વાત કરે છે. મોદીને જીવતો તેલમાં તળવો છે એવું મેં કોઈ મોદી વિરોધીના બ્લોગમાં વાંચ્યુ હતુ. ઈન્ટરનેટ પર ગુજરાતી મુસ્લિમોને ઉશ્કેરતી પાકિસ્તાની વિડિયોમાં એવુ કહેવાયુ છે કે ગુલામ થઈને જીવો એના કરતા શહીદ થઈને મરો. લશ્કરે તોઈબાનો લીડર મક્કી ગુજરાત વિશે મુસ્લિમોને ઉશ્કેરણી કરે છે એવા ભાષણો પણ ઈન્ટરનેટ પર અવાઈલેબલ છે.

ઈસ્લામિક ટેરેરીઝમનું નેટવર્ક બહુજ પાવરફુલ છે પરંતુ એ લોકો જાણે છે કે જો એમણે મોદીને કશું પણ કર્યું તો, પછીના ત્રણ દિવસ ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે અને તેમાં પછી ગુજરાતના હિંદુઓ ‘ગોધરા-૨’ કરશે જેમાં ગુજરાતના મુસ્લિમોને પારાવાર ભોગવવાનુ આવી શકે છે. ઉપરાંત એવો કોઈ બનાવ ગુજરાતની રાજનીતીમાં બીજા દસ મોદીઓના જન્મનું કારણ બની શકે છે.

જો કે આમ છતા ક્યારેક પાકિસ્તાન પોતાના ઘર આંગણાના પ્રશ્નોને કારણે ભારતમાં અસ્થિરતા લાવવા માટે , અને ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે ઉહાપોહ જગાવવા માટે મોદીનો ઉપયોગ કરી શકે છે.

ગુજરાતમાં મુસ્લિમોમાં મોદીની લોકપ્રિયતા ફાસ્ટ રીતે વધી રહી છે. આ ચૂંટણીમાં પ્રથમ વખત ગોધરાના પોલન બજાર અને અમદાવાદના જુહાપુરા જેવા નોટોરીયસ મુસ્લિમ વિસ્તારોમાં ભાજપના ચૂંટણી કાર્યાલય ખુલ્યા હતા. ભાજપનું ગુજરાત પ્રદેશ મુખ્યાલય ખાનપુરમાં આવેલુ છે જે હવે લગભગ મુસ્લિમ વિસ્તાર છે. મોદીની ચોવીસ ડિસેમ્બરની સભા પૂરી થઈ પછી બાજુના બંધાઈ રહેલા બિલ્ડીંગમાં તેમને સાંભળવા જમા થયેલા બસોથી ત્રણસો મુસ્લિમ છોકરાઓ ભારત માતા કી જય અને વંદે માતરમ સ્વયંભૂ બોલ્યા હતા. મોદીએ આ સભામાં કહ્યું હતુ કે ચૂંટાઈ ગયા પછી તેમની નજરમાં હવે ભાજપને મત આપનાર અને ભાજપને મત ન આપનાર એવા કોઈ ભેદ નથી. તેમણે કહ્યુ કે આ દેશમાં ભિખારી પણ ફિલોસોફી રાખે છે કે ‘જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા’. સાડા પાંચ કરોડ ગુજરાતીઓનું કલ્યાણ કરવું છે ને એમાં પોતે કોઈ ભેદ જોતા નથી.

મોદીની આ વાતમાં ઈન્ક્લુઝીવ શાસનની થિયરી હતી. એટલેકે જો મુસ્લિમો સખણા રહેશે, ડબ્બો નહી સળગાવે, વડોદરામાં કર્યુ હતુ એમ બિન લાદેનના ફોટા લઈને રસ્તા પર નહી ફરે, રસ્તા પરની દરગાહ બચાવવા સ્ટેબીંગો ને પથ્થરમારો નહી કરે, અબ્દુલ લતીફની માફક ગેંગો નહીં બનાવે ને શાણા થઈને કામ કરશે તો મોદીના ઈન્ક્લુઝીવ પોલીટીક્સમાં તેમને કોઈ પ્રોબ્લેમ નહી થાય.

ભારતમાં લોકો ઘણા જન્મે છે. વસ્તી વધતી જ રહે છે. પ્રસૂતિ ગૃહો માતાઓથી ઉભરાય છે. પરંતુ મોદી જેવી એક શખ્સિયત સદીમાં એકાદ બે કે ત્રણ પેદા થાય છે. જેપી કેમેરો ભરેલો બ્લેક થેલો લઈને ખાનપુરના ભાજપ કાર્યલયમાં જવા ગયો ત્યારે ત્યાં ભાજપના બે અગ્રણી કાર્યકરો પોલીસ સાથે ઝઘડતા હતા કે તેમની તલાશે કેમ લેવામાં આવી રહી છે તેઓ તો અગ્રણી કાર્યકર છે. આ કાર્યકરો પછી મારો વારો આવ્યો. મેં પોલીસને થેલો તેમના હાથમાં મૂકી દઈને કહ્યું કે મને બરાબર તપાસી લો. મોદીની સિક્યોરીટી માટે મારુ તમને ફુલ કો-ઓપરેશન છે.

ગુજરાતીઓએ મોદીની સુરક્ષા માટે ટ્રાફિક જામ, તલાશી, બધુ જ સંપૂર્ણ સહકાર આપીને સહન કરી જ લેવુ જોઈએ. મોદી પર ફિદાઈન હુમલાની શક્યતાની સિરિયસ માહિતી આવી છે ત્યારે હવે મોદી ભલે કહે જીતેગા ગુજરાત. આપણે કહેવાનું શતં જીવં શરદ, એટલેકે સો વર્ષ જીવો.

Feedbacks Received to “Modi’s Security should be a top most concern(Gujarati text)”

  1. sunny (japan-korea-russia-burma) Says:

    read this web site which give lots information

    http://www.historyofjihad.com

    http://www.atributetohinduism.com

  2. kaushikpatel(RAMUR-VASO wala) Says:

    amari dil thi prathana che narendrabhai savaso varsh jivo jarur pade bhagavan amari jindgi na varsho lai lo

  3. K.sheth Says:

    Alquaida and fidyan have to understand the example from soharabudding before reach to gandhinagar he reach directly to Nark, so every muslim have consider this or else go to pakistan

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World