Home » More » Gujarati » Obedients will get Home & Law ministries(Gujarati Text)

Obedients will get Home & Law ministries(Gujarati Text)

This is an article by JP(deshgujarat.com/abg) on importance of who will be Home and Law minister in Gujarat in current scenario
Guajarati Fonts can be read properly in ONLY:INTERNET EXPLORER Browser

ગુજરાતના વર્તમાન સંજોગોમાં
ગૃહ મંત્રી અને ન્યાય મંત્રી હોવાની ક્વોલિટીઓ ઉંચી છે
પણ સૌથી ઉંચી ક્વોલિટી છે સીએમના અંગત વિશ્વાસુ હોવુ

27-12-2007

ગુજરાતના ન્યુઝ મિડિયામાં પોલીટીકલ રિપોર્ટીંગ વઘુ ને વધુ સ્પેક્યુલેટીવ પ્રકારનુ થતુ જાય છે. નરેન્દ્ર મોદીએ પોતાની યોજનાઓ, ઈચ્છાઓ અને વહીવટ પર આયર્ન કર્ટેન રાખ્યો હોવાથી પત્રકારો હવામાં તીર લગાવે છે અને જુદા જુદા અંદાજો બાંધીને સ્ટોરીઓ લખી ગુજરાન ચલાવે છે. હવે ગુજરાતનું નવુ પ્રધાન મંડળ નક્કી થવાનુ છે ત્યારે દરરોજ સ્પેક્યુલેટીવ સમાચારો આવે છે કે આ ભાઈ મંત્રી બનશે ને આ નહીં બને ને આનું ખાતુ બદલાશે વગેરે વગેરે. પણ આવામાં સૌથી વધારે ચર્ચામાં રહે છે ગૃહ ખાતુ એટલેકે હોમ મિનીસ્ટ્રી.

આ હોમ મિનીસ્ટ્રી મહત્વનુ ખાતુ એટલા માટે છે કારણકે તેના અંતર્ગત ગુજરાતનો પોલીસ વિભાગ આવે છે. ચાહે કોમી ધમાલ હોય કે આતંકવાદ કે ખ્રિસ્તી ધર્માંતરણનો મામલો કે પાકિસ્તાનથી દેશદ્રોહીઓની ઘૂસણખોરી કે એન્કાઉન્ટર અને માફિયા ગેંગો, આ બધા સામે ગુજરાતમાં નિપટવાનુ ગુજરાત પોલીસે હોય છે. શાસનમાં ક્યારે શું થવાનું છે એ કોઈને માલૂમ નથી. અચાનકજ આકાર લેતી પડકારજનક ઘટનાઓમાં ગૃહ મંત્રાલય બહુ જ જરૂરી ભાગ ભજવે છે. ગોધરાનો ડબ્બો અચાનક સળગ્યો હતો, વડોદરામાં રસ્તો પહોળો કરતા ધમાલ અચાનક થઈ હતી, સોહરાબુદ્દીનનો મામલો અચાનક ચગી ગયો હતો.

ગુજરાતના છેલ્લા હોમ મિનીસ્ટર છેક સ્વ. ચીમનભાઈ પટેલના શાસન વખતે સીડી પટેલ હતા. એ પછી આવનાર દરેક મુખ્યમંત્રીએ ગૃઉહ મંત્રાલય પોતાની પાસે જ રાખીને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નીમ્યા છે. હરેન પંડ્યા, ગોરધન ઝડફિયા અને અમિત શાહ આ બધા રાજ્ય કક્ષાના ગૃહ મંત્રીઓ હતા.

છેલ્લા ગૃહ મંત્રી અમિત શાહની વાત પર સીધો જ આવુ તો અમિત શાહની ગૃહ મંત્રી તરીકેની(અફકોર્સ કેબીનેટ રેંકના ગૃહ મંત્રી નહી પણ રાજ્યકક્ષાના) પસંદગીનું મુખ્ય કારણ એક અને એક જ માત્ર હતુ તે એ કે અમિત શાહ નરેન્દ્રભાઈની સૂચનાનું સંપૂર્ણ પાલન કરવાવાળા, વિશ્વાસુ અને કહ્યાગરા માણસ.

ગુજરાતના અત્યારના સંજોગોમાં ગૃહ મંત્રીની પોસ્ટમાં મુખ્યમંત્રીની સૂચનાને જ અનુસરે, બહુ બોલકો ન હોય, ગાગર જેવુ પેટ હોય જેમાં બધા રાઝ સમાઈ જતા હોય, દરેક ડિસીશન મુખ્યમંત્રીને પૂછીને લે, મુખ્યમંત્રી જે નીતિને માનતા હોય(જેમ કે માનો કે હિંદુત્વ)એ નીતિને સંપૂર્ણપણે વરેલો હોય, એને ફોલો કરે એવો માણસ ફીટ બેસે. અમિત શાહ આ પ્રકારના માણસ હોવાથી ગૃહમંત્રી બન્યા અને ટક્યા. હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પ્રવૃત્ત હતો ત્યારે અમિત શાહ શ્રીલેખા ભવનના એબીવીપીના કાર્યાલય પર આવતા અને મૂળોને મીઠુ ખાતા હતા એ મને યાદ છે. આ માણસનું ગાગર જેવુ પેટ. શાંતિથી સાંભળે અને ન્યુઝ વગરનું બોલે.નરેન્દ્રભાઈનો ફોન આવે તો ‘જી’ કહીને અગાશીમાં જતા રહે અને ધીમે ધીમે બોલે એ ક્વોલિટી મને યાદ છે.

નરેન્દ્રભાઈ ૨૦૦૨માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના વિશ્વાસુ, તેઓ ભરોસો મૂકી શકે તેવા, કહ્યાગરાઓની સંખ્યા જૂજ હતી એટલે અમિતની હાથવગી પસંદગી થઈ. હવે પાંચ વર્ષ પછી નરેન્દ્રભાઈ પાસે આવા બીજા પણ છે. પરંતુ ઉપર મેં વર્ણવી એ એસેન્શીયલ ક્વોલિટીનુ બંચ જરૂરી છે.

કેટલાક સમય પહેલા સરખેજ ગામમાંથી જમીનની અંદરથી જૈન મૂર્તિઓ નીકળી હતી. મારે સવાર સવારમાં જ રિપોર્ટીંગ કરવા ત્યાં દોડવાનું થયુ. મૂર્તિઓ મળી હતી એ જગ્યા હિંદુ મુસ્લિમ વિસ્તારની બોર્ડર પર હતી. સ્થાનિક લોકોએ મને ચોંકાવનારી વાત કહી કે હિંદુ વિસ્તારની તરફેની આ જમીન મુસ્લિમે લીધી છે અને એમાં કામ ચાલતુ હતુ ત્યારે આ મૂર્તિઓ મળી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારના ધારાસભ્ય-ગૃહ પ્રધાન અમિત શાહ તથા તેમના સાગરિત કમલેશ ત્રિપાઠી બિન્દાસ્ત ગેરમુસ્લિમ વિસ્તારની જમીન ઉંચા ભાવે મુસ્લિમને વેચે છે અને પૈસા બનાવે છે.સ્થાનિક ઠાકોરભાઈએ મને હિંદુ અને મુસ્લિમ વિસ્તાર વચ્ચેના ખેતરો બતાવ્યા અને કહ્યું કે જુઓ ખેતરની પેલી તરફ મુસ્લિમ સોસાયટીઓ બની ગઈ છે અને નવી સોસાયટીઓ બની રહી છે. ઉપરાંત ખેતરો પણ મુસ્લિમોને વેચવામાં આવ્યા છે. જ્યારે ખેતરની આ તરફ હિંદુ વિસ્તારમાં અમે બાંધકામ કરીએ તો ઔડા કહે છે કે એ ગેરકાયદે છે. મુસ્લિમોને અમિત શાહ અને ત્રિપાઠીનું સમર્થન છે. હવે તો ખેતરની આ તરફે હિંદુ વિસ્તારોમાં મુસ્લિમને જમીન વેચાઈ છે!!

મેં સરખેજ ગામના સાવ બેઝીક માણસ પાસેથી મળેલી આ વાત વેરીફાઈ કરી અને રીચેક કરી તો વિવિધ સોર્સીસમાંથી જાણવા મળ્યું કે અમિત શાહની માલપ્રેક્ટીસ ચાલે છે અને એમાં હિંદુત્વ પણ ભૂલાઈ ગયુ છે.મજાની વાત એ છે કે આ જ અમિત શાહ મેજર ડિસીશન જેમ કે એન્કાઉન્ટર, ગોધરાના કેસો વગેરેમાં હિંદુત્વને ફોલો કરે છે.

મોદી સરકારમાં ગૃહ મંત્રાલય સિવાય ન્યાય મંત્રાલય પણ એવુ મંત્રાલય છે કે જે ઉપરના ગૃહ મંત્રીના મેં જે લક્ષણો જણાવ્યા એ જ પ્રકારના લક્ષણો ધરાવનાર વ્યક્તિને ફાળવવામાં આવશે. જજોની નિમણૂક, મહત્વના કેસોની સ્ટ્રેટેજી એ બધુ મુખ્યમંત્રીના કહ્યા પ્રમાણે સાયલેન્ટલી ગોઠવ્યા કરે અને તેના ક્યારેય ન્યુઝ ન બનવા દે એવા કુનેહપૂર્વકના વ્યક્તિની પસંદગી ન્યાયમંત્રી તરીકે થશે. પાછલા ન્યાયમંત્રી અશોક ભટ્ટ આ પ્રકારનુ શિયાળ હતુ. ગુજરાત સરકારને સતત ચેલેન્જ મળતી હોય તો એ કોર્ટ કેસો દ્વારા મળતી હોય છે.સરકારી કામોમાં રોડા નાખવાનું કામ પણ હિતશત્રુઓ દ્વારા કોર્ટ દ્વારા થતુ હોય છે, ત્યારે ન્યાયમંત્રાલયની ભૂમિકા મહત્વની બની જાય છે.

ચાહે અમિત શાહ અને અશોક ભટ્ટ જ હોય કે બીજુ કોઈક હોય, જે પણ વ્યક્તિ ગૃહ મંત્રી પદે અને ન્યાય મંત્રી પદે મૂકાય, તમારે આંખો મીંચીને સમજી લેવાનું કે એનામાં મેં ઉપર જણાવ્યા તે ગુણો જોઈને જ તેની પસંદગી થઈ હશે.

<< Previous Post

Comments

  1. Ashish from Chicago says:

    hmm…this is interesting. Could that be the reason he won in muslim majority area? (while others from Shahpur/Jamalpur lost with a very narrow margin?) I hope this area would not become next Juhapura …

    ********

    Jp Says,

    No Ashish, Sarkhej is not muslim majority assembly area. It is Hindu majority area. However there is considerable population of muslims too because Juhapura falls under Sarkhej constituency.

    In macro policies Amit shah was pro Hindi. He had to be because of Modi and public image. But if we start looking at micro level, then in Sarkhej area, it seems evident that he and his man Kamlesh Tripathi has performed lot of malpractice via land buying and selling. That too in some cases as I came across negotiating Hindutva in Hindu-Muslim border areas of Sarkhej-Juhapura.

  2. gujjguy says:

    To best of my know-how, satellite, bodakdev, vastrapur, naranpura electrorially comes under sarkhej. Correct me if I am wrong.

  3. Ashish from Chicago says:

    Thanks JP for all the details you have been providing. I am hooked to DeshGujarat dot com!

    GujjuGuy : what you are saying might be true but I have no idea. I personally belong to satellite area and I have voted for BodakDev nagar palika level Chuntani…so I am little confused. My be JP can enlighten us more…

    *****

    That true this satellite area, Bodakdev, Naranpura etc. falls under Sarkhej constituency.

    Jp

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo