Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Gujarat’s Team Narendra Modi announced(Video,Gujarati Text)

ગાંધીનગર, દેશગુજરાત

નરેન્દ્ર મોદી પ્રધાનમંડળમાં આજે ૧૮ મંત્રીઓની શપથવિધિ થઈ છે. આમાંના નવ કેબીનેટ મંત્રી છે જ્યારે નવ રાજ્યકક્ષાના મંત્રી છે.

કેબીનેટ મંત્રીઓમાં વજુભાઈ વાળા, નરોત્તમ પટેલ, આનંદીબહેન પટેલ, નીતીન પટેલ, દિલીપ સાંઘાણી, ફકીરભાઈ વાઘેલા, જય નારાયણ વ્યાસ, રમણલાલ વોરા અને મંગુભાઈ પટેલનો સમાવેશ થાય છે.

જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓમાં અમિત શાહ, સૌરભ પટેલ, જશવંત ભાભોર, પુરૂષોત્તમ સોલંકી, વાસણ આહીર, માયાબેન કોડનાની, જયસિંહ ચૌહાણ, કિરીટ રાણા અને પરબત પટેલનો સમાવેશ થાય છે.

પાછલી કેબીનેટના સાત મંત્રીઓ અશોક ભટ્ટ, અનિલ પટેલ, મૂળૂ બેરા, ભરત બારોટ, હેમંત લાખાવાલા, જસુમતિબહેન કોરાટ અને સુંદરસિંહ ચૌહાણને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નથી.

મંત્રીમંડળનું ભૌગોલિક વેઈટેજ:

કેબીનેટ મંત્રીઓ:

સૌરાષ્ટ્ર:વજુભાઈ વાળા(રાજકોટ), દિલીપ સાંઘાણી(અમરેલી)
ઉત્તર ગુજરાત: નીતીન પટેલ(કડી), જયનારાયણ વ્યાસ(સિદ્ધપુર), રમણભાઈ વોરા(ઈડર), આનંદીબહેન પટેલ(પાટણ), ફકીરભાઈ વાઘેલા(વડગામ)
દક્ષિણ ગુજરાત: મંગુભાઈ પટેલ(નવસારી), નરોત્તમ પટેલ(ચોર્યાશી-સુરત)

રાજ્યકક્ષાના મંત્રીઓ:

સૌરાષ્ટ્ર: સૌરભ પટેલ(બોટાદ), પુરૂષોત્તમ સોલંકી(ઘોઘા), કિરીટ રાણા(લીંબડી),
કચ્છ: વાસણ આહીર(ભુજ)
અમદાવાદ:અમિત શાહ(સરખેજ-અમદાવાદ), માયાબહેન કોડનાની(નરોડા-અમદાવાદ)
ઉત્તર ગુજરાત: પરબત પટેલ(વાવ), જયસિંહ ચૌહાણ(પ્રાંતિજ),
મધ્ય ગુજરાત: જશવંત ભાભોર(રણધીકપુર)

શુક્રવારે સાંજે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળના ખાતાની વહેંચણી કરી હતી જે નીચે મુજબ છે.

કેબીનેટ પ્રધાનોના ખાતા

વજુભાઈ વાળા - નાણા અને રોજગાર કેબીનેટ પ્રધાનોના ખાતા

આનંદીબહેન પટેલ - મહેસૂલ, માર્ગ મકાન, મહિલા અને બાળ કલ્યાણ

નરોત્તમ પટેલ - પંચાયત ગ્રામ વિકાસ અને નાગરિક પુરવઠા

રમણભાઈ વોરા - શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણ

મંગુભાઈ પટેલ - આદિવાસી કલ્યાણ અને વન પર્યાવરણ

દિલીપ સંઘાણી - કૃષિ, સહકાર, પશુપાલન

ફકીરભાઈ વાઘેલા - સામાજીક અને ન્યાય અધિકારિતા

જયનારાયણ વ્યાસ - આરોગ્ય, પ્રવાસન, દેવસ્થાન વિકાસ

નિતીન પટેલ - શહેરી વિકાસ, પાણી પુરવઠો

રાજ્ય કક્ષાના પ્રધાનો

અમિત શાહ - ગૃહ અને ગૃહને લગતા તમામ ખાતા, કાયદો, ન્યાય અને વૈધાનિક સંસદીય બાબતો(સ્વતંત્ર હવાલો)

સૌરભ શાહ - ઉર્જા, ઉદ્યોગ, પેટ્રોકેમીકલ, નાણા, ખાણ ખનીજ

પરબત પટેલ - પાણી પુરવઠા, સહકાર, આરોગ્ય

કિરીટસિંહ રાણા - વન અને પર્યાવરણ

જશવંતસિંહ ભાભોર - આદિજાતી વિકાસ

જયસિંહ ચૌહાણ - પ્રોટોકોલ અને શિક્ષણોરાથમિક, માધ્યમિક અને પ્રૌઢ)

માયાબહેન કોડનાની - મહિલા અને બાળ કલ્યાણ, ઉચ્ચ શિક્ષણ

પુરૂષોત્તમ સોલંકી - પશુપાલન, મત્સોદ્યોગ

વાસણભાઈ આહીર - સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ

કુલ ઉત્તર ગુજરાતના સાત, સૌરાષ્ટ્ર-કચ્છના છ મંત્રીઓ, દક્ષિણ ગુજરાતના બે, મધ્ય ગુજરાતના એક, અમદાવાદના બે

શપથવિધિની સાથે સાથે

-શપથ સમારંભમાં પોલીસ બેન્ડે રાષ્ટ્રગીત વગાડ્યુ હતુ.
-મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમે રાજ્યપાલ પાસેથી વિધિ અનુસાર મંત્રીમંડળની શપથવિધિ શરૂ કરવાની પરવાનગી માંગી હતી.
-અશોક ભટ્ટ અને અનિલ પટેલની મંત્રીમંડળમાંથી બાદબાકી સૌ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. માનવામાં આવે છે કે અશોક ભટ્ટને સ્પીકર પદ અપાશે.
-મંત્રીમંડળના સૌ પ્રધાનોએ ભગવદ ગીતાના સોગંદ લઈને શપથ લીધી હતી. શપથ લેવા મંચ પર આવતા મંત્રીઓના હાથમાં ગીતાનું પુસ્તક જોઈ શકાતુ હતુ.
-શપથ લીધા પછી મંત્રીઓ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને નમવા, હાથ મિલાવવા જતા હતા.
-અમદાવાદના સિંધી મહિલા ધારાસભ્ય માયાબહેન કોડનાનીની પ્રધાનમંડળમાં વરણી લાલ કૃષ્ણ અડવાણીના કહેવાથી થઈ હોવાનુ ચર્ચાતુ હતુ.
-મંત્રીમંડળમાં વડોદરા શહેરની સંપૂર્ણ બાદબાકી પણ ચર્ચાનું કેન્દ્ર રહી હતી.
-મંત્રીમંડળમાં દિલીપ સંઘાણી અને જયસિંહ ચૌહાણ એમ બે ભૂતપૂર્વ સાંસદોએ એન્ટ્રી મારી છે.
-માયબહેન કોડનાની, જયસિંહ ચૌહાણ, વાસણ આહીર અને પરબતભાઈ પટેલ પહેલી વખત મંત્રી બન્યા છે.
-રાજકોટના વજુભાઈ વાળા પ્રધાનમંડળમાં નંબર ટુના સ્થાન પર.
-નિયમ મુજબ ૧૮૨ બેઠકોવાળા ગુજરાતમાં વધુમાં વધુ ૨૭ મંત્રીઓ હોઈ શકે છે. આ અનુસાર હજુ મોદી ઈચ્છે ત્યારે બીજા ૮ પ્રધાનો લઈ શકે છે. ભવિષ્યમાં જ્યારે પણ વિસ્તરણ કરવુ હોય ત્યારે થઈ શકશે.
-પ્રધાનમંડળમાં બાર જિલ્લા, જામનગર, જુનાગઢ, પોરબંદર, ગાંધીનગર, આણંદ, વડોદરા, ખેડા, ભરૂચ, ડાંગ, વલસાડ, પંચમહાલ, નર્મદાને પ્રતિનિધિત્વ નથી મળ્યુ.
-સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, દાહોદ, સુરત, નવસારી જિલ્લાઓને પ્રતિનિધિત્વ મળ્યુ છે.
-ભાવનગર, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ જિલ્લાઓમાંથી એકથી વધુ પ્રતિનિધિ મંત્રીમંડળને મળ્યા છે.

Feedbacks Received to “Gujarat’s Team Narendra Modi announced(Video,Gujarati Text)”

  1. Sunil G. Says:

    Good Team Selection!!

    6 more than last time’s first ministry, Good Size stable Ministry!!

    Congratulations to Team 18 and Mr. Modi..

  2. Ashish from Chicago Says:

    Ashok Bhatt and Barot out? Cant think of any reason why…anyways good luck to the Team! And thanks to DeshGujarat for the quick update!

  3. Jaimin Patel Says:

    Great team.

    Jay Narayan Vyas is a great person.

    Best of Luck to “Team 18″ and NAMO.

  4. Jony Bhakta(NewZealand) and Sarai Gaam parivaar Says Says:

    Team Gujarat,
    Good Team.best of luck to all the cabinet ministers,and narendramodi.And Thanks to Desh Gujarat.Nice Updates.We Can Know Everything While we are not in ndia.thanks

  5. UMESH PATEL Says:

    Jai Shree Krishna,

    According to me, on the state level, this is the first team of ministers ever made in India, with such an emphasize on the educational background of the individuals.

    Honorable Prime Minister, Mr. Atal Bihari Vajpayee did it for the first time in India, on national level and the results are not unknown to us.

    I think this kind of steps would bring an end to the dominance of the illetrate politions, in the Indian politics.

    Very good. It gives an sense of contentment to the heart.

    And thank you for the interesting information

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World