Bhutto’s death, Gujarat … and Narendra Modi’s No Ball
બેનઝીર ભુટ્ટો અને ગુજરાત:નરેન્દ્ર મોદીનો નો બોલ
11-01-2008
નરેન્દ્રભાઈ મોદી હમણા હમણા દિલ્હી જાય ત્યારે ટીવી પત્રકારોને નેશનલ અથવા ઈન્ટરનેશનલ જે પણ ટોપીક હોટ ચાલતો હોય તેના પર પોતાની ટિપ્પણી આપી દે છે. હમણા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટર હરભજનસિંઘ પર રેસીઝમનો આરોપ આવ્યો અને નરેન્દ્રભાઈએ આ અંગે ટીવી કેમેરાઓને નિવેદન આપ્યું કે ભારતે આ કિસ્સામાં પોતાના સ્વાભિમાનનું રક્ષણ કરવું જોઈએ.
પરંતુ જેપીએ અહીં વાત કરવી છે નરેન્દ્રભાઈએ આ પહેલા આપેલા અન્ય એક વિષય પરના આંતરરાષ્ટ્રિય મામલા વિષયક નિવેદનની. દર અસલ જ્યારે પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોની હત્યાનો મામલો જોરમાં ચાલી રહ્યો હતો ત્યારે નરેન્દ્રભાઈએ બેનઝીરની હત્યા પર દુ:ખ પ્રગટ કરતા કહ્યું કે બેનઝીર ભુટ્ટોની હત્યા પર હું દુ:ખ અને વેદના પ્રગત કરુ છુ.અમારો ગુજરાતીઓનો બેનઝીર ભુટ્ટો સાથે ખાસ અને અનૂઠો સંબંધ હતો. તેણીના દાદા જુનાગઢના દિવાન હતાઅને તેણીના પિતા અને બીજા સપરિવારના સભ્યોએ કેટલાક વર્ષો ગુજરાતમાં ગુજાર્યા હતા… વગેરે વગેરે
મારા મતે આ નરેન્દ્ર મોદી દ્વારા ફેંકાઈ ગયેલો ‘નો બોલ’ હતો. એવો જ ‘નો બોલ’ જેવો ‘નો બોલ’ અડવાણીએ તેમના પાકિસ્તાન પ્રવાસ વખતે મહંમદ અલી જિન્નાહની દરગાહ પર સજદો કરીને ફટકાર્યો હતો.
નરેન્દ્રભાઈએ બેનઝીર ભુટ્ટોના ગુજરાત કનેક્શનને લઈને સહાનૂભૂતિની વાત કરી એનુ બેકગ્રાઉન્ડ એવુ છે કે બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટો પાંચ મહિના અને અગિયાર દિવસ માટે ગુજરાતના જુનાગઢના આખરી નવાબના દિવાન હતા. પરંતુ જેઓ ઈતિહાસ જાણે છે તેઓને સારી રીતે ખબર છે કે શાહનવાઝ ભુટ્ટો કઈ બલા હતી. શાહનવાઝ ભુટ્ટો કટ્ટર મુસ્લિમ હતા. જુનાગઢ પાકિસ્તાનથી માઈલો દૂર હોવા છતા તેમણે જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવુ હતુ. તેમણે જ નવાબને જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવા ઉશ્કેર્યા હતા અને સલાહ આપી હતી. એ તો સરદાર પટેલે આરઝી હકૂમત નામની જનતા સેના બનાવી અને મુંબઈમાં વંદેમાતરમ અખબાર ચલાવનાર ગુજરાતી શામળદાસ ગાંધીને તેનુ કામ સોંપ્યુ પછી તેના થકી નવાબ અને ભુટ્ટોએ નાછૂટકે પાકિસ્તાન ભાગી જવુ પડ્યુ હતુ અને જુનાગઢ ભારતમાં જોડાઈ શક્યુ હતુ. શાહનવાઝે જુનાગઢને હિંદુ બહુમતિ હોવા છતા, જુનાગઢ રાજ્યમાં સોમનાથનું મંદિર હોવા છતા અને જુનાગઢ-પાકિસ્તાન વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છનો મોટો પ્રદેશ આવતો હોવા છતા પાકિસ્તાન સાથે જોડવુ હતુ. ૧૯ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે શાહનવાઝ ભુટ્ટોએ તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન લિયાકતખાનને પત્ર લખ્યો હતો કે જુનાગઢે પાકિસ્તાન સાથે જોડાવવુ છે.અમે તમારા ઉત્તરની રાહ જોઈએ છીએ…જલ્દીથી જવાબ મોકલાવો. જ્યારે સપ્ટેમ્બર ૧૯૪૭માં જુનાગઢનો કબજો લેવા સરદાર પટેલ પ્રેરિત આરઝી હકૂમતન ફોજ જુનાગઢ તરફ ધસી રહી હતી ત્યારે ૧૬ સપ્ટેમ્બરે શાહનવાઝ ભુટ્ટોએ પાકિસ્તાનને લખ્યુ હતુ કે ‘અમને જણાવો કે પાકિસ્તાન જુનાગઢને શું મદદ પહોંચાડવાનુ છે. અમને આગળનુ કદમ લેવામાં સમજ પડે…
શાહનવાઝ ભુટ્ટોએ હિંદુ સ્ત્રી લખમીબાઈને વટલાવીને ધર્માંતર કરી મુસ્લિમ કરી તેની સાથે નિકાહ કર્યા હતા.અને જુનાગઢનું પાકિસ્તાન સાથેના જોડાણનુ સ્વપ્ન તૂટી જતા તથા જુનાગઢ ભારતનુજ અંગ રહેવાનુ છે એવી ખાતરી થતા પાકિસ્તાન ભાગી ગયા હતા.
આ શાહનવાઝ ભુટ્ટોની જુનાગઢ લેગસી તેમની પૌત્રી બેનઝીર ભુટ્ટોના નિધન ટાણે મિડિયાએ તો ખાસ્સી ચગાવી પરંતુ નરેન્દ્ર મોદી પણ એમાં શામિલ થઈ ગયા એ જાણીને આશ્ચર્ય થયુ. ગુજરાત સાથેનો ભુટ્ટો પરિવારનો નાતો શું ગૌરવવંતો હતો તો ગુજરાતી લોકોને ભુટ્ટો પરિવાર માટે કોઈ વિશેષ હમદર્દી હોય ?
બેનઝીર ભુટ્ટોની ખુદની જ વાત કરીએ તો તેમણે તેમના સમયમાં અફઘાનિસ્તાનની તાલિબાનને સપોર્ટ કર્યો હતો. કશ્મીર માટે પાકિસ્તાન સાતસો વર્ષ સુધી લડશે એવુ નિવેદન કર્યુ હતુ. ૧૯૮૮થી ૧૯૯૦ અને ૧૯૯૩થી ૧૯૯૬માં બેનઝીર પાકિસ્તાનની વડાપ્રધાન હતી ત્યારે બૂમો પાડી પાડીને કશ્મીરની સ્વતંત્રતા વિશે ભાષણ આપતી હતી. કશ્મીરના અને તાલીબાનના આતંકવાદીઓને બેનઝીર ઉશ્કેરણીજનક ભાષણો આપીને લડવા તૈયાર કરતી હતી એવા ઢગલાબંધ વિડિયો એ સમયે ટીવીમાં જોઈ શકાતા હતા.બેનઝીર ભુટ્ટોએ વડાપ્રધાન પદે હતા ત્યારે પાકિસ્તાનની ગરીબ પ્રજાને શોષીને કરપ્શન કરવામાં પણ કશું જ બાકી નહતુ રાખ્યું. પાકિસ્તાન જવાથી જિંદગીને ખતરો હોવા છતા સત્તા માટે પાકિસ્તાન પહોંચી ગયેલા બેનઝીર ભુટ્ટોને તેમણે જ એંશી-નેવુના દશકમાં જેમને તૈયાર કર્યા હતા એવા ઉગ્રવાદીઓએ મારી નાખ્યા તો એમાં નરેન્દ્ર મોદીએ સહાનૂભૂતિ વ્યક્ત કરવાની ક્યાં જરૂર હતી? નરેન્દ્ર મોદીએ બેનઝીરની હત્યાના મામલે આતંકવાદને વખોડવો હતો તો કહેવુ જોઈતુ હતુ કે જે આતંકવાદને પાકિસ્તાન પોષી રહ્યું છે એ ખુદ પાકિસ્તાનને જ નડશે અને નડી રહ્યો છે. બેનઝીરે કશ્મીરની લડાઈ માટે આતંકવાદ પોષ્યો પણ કશ્મીર ભારતમાં જ છે અને રહેશે, બેનઝીર ખુદ મરાઈ ગઈ. મુશર્રફ પણ આતંકવાદીઓના કેમ્પ બંધ નહી કરે તો કશ્મીર તો ભારતનુ છે અને રહેશે પણ મુશર્રફનુ ઢીમ તેણે જ તૈયાર કરેલા આતંકવાદીઓ ઢાળશે …મોદી કહી શક્યા હોત કે બેનઝીરની ઉશ્કેરણી અને મદદથી કશ્મીરમાં એંશી-નેવુના દશકમાં જે કશ્મીરી પંડિતો બેઘર, બેવતન થયા, મરાયા, કપાયા એનુ કર્મનું ફળ બેનઝીરને મળ્યુ …અને આ બધુ કહેવાની અનૂકૂળતા ન હોય તો મોદીએ બેનઝીર મામલે કોઈ નિવેદન કરવાનુ જ ટાળવુ જોઈતુ હતુ.પણ મોદી બેનઝીરના મોત પર દુ:ખ વ્યક્ત કરે, ગુજરાતીઓની સહાનૂભૂતિ અને ભુટ્ટો પરિવાર માટે પ્રેમ વ્યક્ત કરે એ આશ્ચર્યજનક છે.




















January 10th, 2008 at 7:17 pm
I did not see this comment of modi in any media. but you may be right on that, if he did say that then its a mistake.
But why don’t you also hightlight the fact that he said that this is an oppertune time to get the independence to Sindh.
he talked about breaking pakistan in the same breadth. didn’t he?
January 10th, 2008 at 7:23 pm
I agree with you JP, but if Na Mo will start opposing everything bad- he will always be in red-list of English Media(and our convent-cultured brethren). Do you think its good overall?
January 10th, 2008 at 11:57 pm
Wah…JP…..wah………..you got the point………………..I like your view on this point.
January 11th, 2008 at 2:57 am
jp atlist tame to vat nu vatesar nakaro. hu nimesh ni vat sathe sanmat chu.pakistan na sidhi o na dil jitava avu nivedan karavu pade labe gade apanej fayado che.sangh parivar pahelethij JAY SIND NI CHADVAD NE teko ape che te tamara dhyan ma hasej.
January 11th, 2008 at 3:00 am
Congratulation J.P. I like your view and also I With you.
January 11th, 2008 at 4:44 am
|| JAI SHREE KRISHNA ||
narendra modie bhulvu na joiye ke je “haal” adwaani na thaya te “haal” potana pan thai sake….khaas karine hamna jyare media bjp ane narendra modi na pachhal aaadu khai ne padya chhe….media saant rahine laag joine bethi chhe…
narendra modie koipan vyaktini truth history janya vagar jaher ma baraada maarwanu bandh karvu padshe…kemke bhale media nu dhyaan hoi ke na hoi janta ek ek vaat dhyaan purvak saambhale chhe ane aatmamanthan pan karechhe….aa ej l.k.adwaani chhe jemne kashmir thi kanyakumari sudhi hindu rathyatra kadhi hati ane jantae pan temne saaro pratisaad aapyo ane temne matha par bethadi didha pan jyaare adwaani pak ma gaya ane moh jinha na wakhaan karwa lagya uparthi jinha ni kabar par mathu tekvi nakhu…tyaarthi adwaani no suraj dubva lagyo ane aaje lagbhag puro j dubi gayo chhe ahi khaas kehvu chhe ke bjp e bhale temne(adwaani) next PM tarike ghosit karya hoy pan bharat na ghana hinduo ane santo ne adwaani kata ni jem khuche chhe ane aa krodh vaastavik pan chhe….
hinduone shri Atal bihari bajpaiji jetlo “vishwaas” aa adwaani ma nathi dekhato…..
HU, MARO PARIVAAR ANE AMAARA SAGAA SAMBADHIO HARDCORE BJP NA(not Adwaani) FOLLOWERS CHHIYE…
NARENDRA MODIJI KAAN KHOLINE SAAMBHLO…. “JE VISHWA GUJARATIOE TAMNE SATTA PAR BETHADYA CHHE TEJ GUJARATIO TAMNE SATTA PARTHI FAKI DESHE PACHHI BHALE TAMARI SAATHE MEDIA, ASANTUSTO,CONGRESS,UPA ANE AAKHI DUNIA HOI….
bhagwaan tamne sadbuddhi aape….
|| JAI SHREE KRISHNA ||
January 11th, 2008 at 4:47 am
Modi says his state had love for Pakistan’s Bhutto(heading of article on khabarein.info news site)
Modi’s words that can not be accepted in his statement are following:
1. I want to express my sorrow and anguish at the killing of Benazir Bhutto
2. We Gujaratis had a very special and distinct relationship with Benazir. Her grandfather was the Diwan of Junagadh and her father and other members of her family spent some years in Gujarat…
Jiye sindh and other things are fine but he could avoid saying these things above. If Modi is becoming Vajpayee, he should be stopped becoming it by us. It is also possible that Modi might be unaware about Bhutto’s dada shahnawaz bhutto’s role of merging Junagadh with Pakistan. Modi might had carried away by media reports of bhutto’s relations with gujarat and might had said two lines which jp opposes and I support him.
January 11th, 2008 at 5:04 am
I think their is nothing wrong with the statement. And associating “jiye sindh” movement with condolences was smart move. I have journalist friends who had immediately open wikipaedia to unders what “jiye sindh” was. Again it is most appropriate opportunity for balkanisation of pakistan, and only person who indicated towards it was Namo with jiye sindh wrapped up in condolence message. As far as anti-indian activities of bhuttos are concerned, it was her “dharma” to talk about pakistan’s natonal interest. The issues like cruetly towards Kashmiri pandits, terrorism and anti-india agenda successfully propogated are more of Indian governments failure in securing Indian national interest than moral ground we are blaming on pakistan. If we had strong nationalist government giving strong answers to anti-national propogandas and elements, we would not have to worry about bhuttos anti-indian stance.
January 11th, 2008 at 5:11 am
Every bowler throws ‘no ball’ in his career. Even Great bowlers do.
So Narendrabhai had definitely a ‘no ball’ this time.
And we should do such umpiring to prevent more ‘no ball’ in future.
January 11th, 2008 at 5:17 am
I dont think it was no-ball Mr JP. I see nothing wrong in giving condolences even to enemy, as she was determined to take on strong steps against terrorism and was last hope of normalcy to pakistan. I support what Namo said and see nothing wrong in it.
January 11th, 2008 at 6:29 am
|| JAI SHREE KRISHNA ||
niraj bhai actually tamne bhale aa no-ball na laagto hoy pan lifema ek no-ball pan vyakti nu jeevan barbaad kari nakhe chhe for eg: ADWAANIJI…
biji vaat e ke shri narendraji nu aa statement khoob gambhir parivaratan laavi sakechhe etlej aa textnews & vedio-clip site par muki chhe….jp narendraji no virodh nathi karata pan aavu statement future ma na aape ane aam karine teo(jp) narendrajine,bjp ane gujaratione help karechhe…
|| JAI SHREE KRISHNA ||
January 11th, 2008 at 8:26 am
Here is rss stand on the issue:
RSS mouthpiece Panchajanya in its latest edition says Bhutto was ‘never a friend of India’ but she used to hog the media limelight in this country.
“Her whole family maintained enmity towards India. Her father Zulfikar Ali Bhutto used to vow to fight with India for 1000 years and talked about the concept of Islamic bomb to target India,” it said.
It said Benazir promoted terrorism against India and herself became a victim of the menace.
January 11th, 2008 at 2:27 pm
Modi wants to become bajpai and wants to grab national throne. He should on the contrary continue to be what he is. Otherwise he will not be a ghaka or ghatka. this statement is as shocking as suppose bush express sorrow for death of saddam or laden. if sohrabuddin was one terrorist, benazir’s policy when she was pm was responsible for making of 100s of sohrabuddin in kashmir and taliban movement. If modi boasted sohrabuddin’s death, why did he express sorrow over benazir’s death? I am sorry Niraj Patel but this is ideological shift and not tolerable.
January 11th, 2008 at 6:39 pm
no ball is never thrown with an intension. Modi’s intentions are always good. We all are agree at that point. on Benzir statement, I dont agree with him. Anyway I enjoyed reading discussion.
January 12th, 2008 at 3:10 am
I am agree with you there is absolutely no need for any sympathy neighter for BHUUTO nor for any other Pakistani. But don’t forget Mr. Modi, he is big politician and may planning for LOKSABHA. Thats what I want to say and totaly understand that he never favor for M class.
Jai Bharat
January 12th, 2008 at 4:02 am
It’s a trick of Narendraji to start Jiye Sindh Movement. Nothing but to start this movement. By this pakistan could be divided into
4 major portions and there will be no map of pakistan. Bhutoo belonged to Sindh. So Narendra modi’s statement to praise bhutto
was not because she had a Gujarat connection. The reason was to encourage SINDHI population to start Jiye Sindh movement.
Modi is mastermind. He can’t praise or do something like that without reason. He is a man with mission and his decision has always
some reasons.
January 12th, 2008 at 8:33 am
wah modi wah!!!!!!!!
tamara jevu koi nahi.
amane aam hatu ke, at least tame to so called “vishwa manav” banava ne gandi gelcha nahi hoi. satta mate tame to amara sathe vishwasghat nahij karo. pan tame pan Vajpayee ni jem lila rang na safa pehri ne prachar karva ma pacha nahi pado eam lage che.
tame kai dargah par mathu tekva javana coh jara kehjo!!!!!!!!!!!
to amane jarak time male.
itihass nu thodu gyan ame pan rakhhiye che. ane amara gyan pramane, “manushya sanskriti na udgoshak - manu maharaj ni bhumi atale manali. it’s not just an honeymoon spot. ane tyaj manu maharah dwara sthapayeli manushya sanskriti ne bhagwan ram dwara “ram rajya” nu swarup apavano pratyana thayo hato. je eak shabda na jore, tamara jeva loko chek satta sudhi ponchi jay che.
bharatiya sanskriti na rakshan mate amane koi raj neta ne jarur nathi.
jem hamana modi jatej bolya hata ke “jya ’sarkar’ shabda ave te vat nu pati gayu”(patel samaj na bhasan ma). to tamara mate su samajye?????????
siddhi vaat - map ma rehjo nahitar map batavi deva ma avase.
ane JP tame pan koi ne tamam gjuarat ane bharat na “eak matra” rakshak taraki nu birud apava ma map rakho.
tamen biji pan ghani vichar dharao bharat bhumi par atyare chali rahi che anu gyan che ke nahi? je “kranti” vishwa ne margdarshakbani shake che ave pravrutti bharat mi ubhi thai rahi che. tena par pan dhyan apo ane tene pan ugar karo.
koi pan vyakti ne jarur karta vadhare prashiddhi apava thi tena manas ma parivartan avi shake che te vat aaje purvar thai gai che.
thank you for drawing attention JP. and I am NOT sorry for drowing your attention towards fact.
January 12th, 2008 at 2:54 pm
Pakistan will have no boundry or no map in coming future. Theory of Karma always remains. Immortal law of Lord Krishna
on the Earth. No matter how many religions will come and go no matter how many killings will take place on the name of
those different religions. No matter what name you call. Lord Krishna is the only God in the universe and his theory of
Karma will apply always until the earth is there. ” Yada yada hi dharmasya….”
January 13th, 2008 at 11:31 am
Hi, all & JP,
dhaval jani i appreciate your faith on krishna, everybody should know that pakistan will wiped out in nearest future, ´pak always concentrate to get KASHMIR from BHARAT, they are paying a large amopunt of money and man power but they never realised that its not difficult but is imortal impossible.
Modi is a skilled politician…we should not think abt no ball may be our interpretation means sth else. and any how he is a member of RSS and cutter Hindu…so if say that i love pakistan eventhough its harmful for pakistan…so no way its a no ball…modi emerged as a hinduvadi in peoples heart not among people…there is a diffeence…ok Jai Hind…jai gujarat…Jsk
February 23rd, 2008 at 1:18 am
If it is true, very shameful.
October 3rd, 2008 at 11:18 pm
THIS IS CALL INTERNATIONAL POLITICS,MODI IS MUCH MORE INTELIGENT THEN US,WE(GUJARAT) IS ATTACH WITH SINDH,MOST OF MIGRATED COMMUNITY OF MUSLIMS ARE GUJARATI,STILL THEY ARE ATTACH WITH GUJARAT,GUJARAT HAVE TWO INTERNATIONAL PROBLEM WITHSINDH(1)SIR CREEK BORDER,96 KM LONG UNTOUCH BORDER HAVING LOTS OF PETROLIUM.(2)DISTRIBUTION OF SINDHU RIVER.KUTCH HAVE RIGHT OF USING THE WATER OF SINDHU.AND AFTER ALL ON ANY DEATH USING GOOD WORDS IS OUR TRADITION. IN FUTURE THIS WILL GIVE POLITICAL BENIFITS.MODIJI IS JUST LIKE LORD KRISHNA.