Baba Ramdev is chief guest this Uttarayan(Gujarati Text)
![]() |
વાઈબ્રન્ટ ગુજરાત:ઉત્તરાયણ ૨૦૦૮ના કાર્યક્રમોની રૂપરેખા
11-01-2008
-૧૧ જાન્યુઆરીએ સાંજે પાંચ વાગ્યે ‘ગુજરાત ઈન આફ્રિકા’ થીમ પેવેલિયનનું ઉદઘાટન.આ પેવેલિયનમાં સદીઓથી આફ્રિકામાં ગુજરાતીઓના વસવાટ પર પ્રકાશ પાડવામા આવ્યો છે. મહાત્મા ગાંધીને આફ્રિકામા પીટરમારિસબર્ગ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ધક્કો મારીને નીચે ઉતારવામાં આવ્યા હતા એની પ્રતિકૃતિનો ટેબ્લો આ પ્રદર્શનમાં બનાવવામાં આવ્યો છે. આફ્રિકામાં હાલમાં બાર લાખ ભારતીયો વસે છે તેમાં ૯.૭૨ લાખ ગુજરાતીઓ છે. આફ્રિકાના ચલણી નાણામાં પણ ગુજરાતી ભાષામાં વીસ શીલીંગ એમ લખવામાં આવે છે.ગુજરાતના મહેતા(જૂહી ચાવલાના પતિ જય મહેતાનુ પરિવાર) અને માધવાણી પરિવારે યુગાન્ડામાં ઔદ્યોગિક ક્રાન્તિ સર્જી હતી. ૧૧ જાન્યુઆરીની સાંજે અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં ‘ગુજરાત ઈન આફ્રિકા’ થીમ પેવેલિયનના ઉદઘાટનમાં ઉદ્યોગપતિ મનીષ માદવાણી, યુગાન્ડા, રવાન્ડા, કેન્યાના ભારત ખાતેના રાજદૂતો હાજર રહેશે.
-આ સાથે જ ૧૧ જાન્યુઆરીએ સાંજે પોલીસ સ્ટેડિયમમાં સ્પોર્ટસ પેવેલીયન પણ ખુલ્લુ મૂકવામાં આવશે જેમાં એસોલ્ટ કોર્ટમાં બાળકો થ્રી જમ્પ, સ્પાઈડર નેટ, વોલ જમ્પ, બર્મા બ્રીજ, ટાયર ક્રોસીંગ, ઉંધા માથે લટકીને સરકવા માટેની વેલી ક્રોસીંગ, નાના ભૂંગળામાંથી ઘૂંટણીયે પડીને સરકવાની બન્કર ક્રાઉલીંગ, પાઈપ પર જમ્પ, ઝીકઝેક વોકીંગ, ટારઝન સ્વીંગ અને ટ્રી ક્લાઈમ્બીંગની રમતો છે. ખડક ચઢાણની તાલીમ માટે પંદર ફૂટ ઉંચો રેપલીંગ બનાવવામાં આવ્યો છે. બાળકો દોરડાથી ઉપર ચડી શકશે. પારદર્શક ગોળામાં બાળકો જમીન પર ગબડી શકશે. પાણીમાં નાની હોડી ચલાવી શકશે. અવરોધવાળા રસ્તા પર મોટરસાઈકલ ચલાવ્યાનો રોમાંચ પણ માણી શકશે.
-ફૂડ કોર્ટ પણ ૧૧ જાન્યુઆરીએ ખુલ્લો મૂકાશે.પંદર જેટલા ફૂડ સ્ટોલ હશે.
-બાર જાન્યુઆરીએ સવારે આઠથી બપોરના ત્રણ વાગ્યા સુધી પ્રથમ જ વખત આંતરરાષ્ટ્રિય પતંગ ચગાઓ સ્પર્ધા યોજાશે જેમાં પચ્ચીસ દેશોના પતંગબાજો ભાગ લેશે. આ માટે ફ્રાન્સ, નેધરલેન્ડ, કેનેડા અને ભારતના જજ રાખવામાં આવ્યા છે.પતંગબાજોમાં કેનેડાના ત્રણ એનઆરજી પતંગબાજો પણ શામિલ છે.
-બાર જાન્યુઆરીએ સાંજે સાડા છ વાગ્યે વિશ્વ ગુજરાતી પરિવાર મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. જેમાં ‘સદાકાળ ગુજરાત’ નામનો કલ્ચરલ પ્રોગ્રામ ભજવાશે.
-તેર જાન્યુઆરીએ સવારે સાડા આઠથી સાંજના પાંચ વાગ્યે કદમ્બ સંસ્થા દ્વારા કલ્ચરલ કાર્યક્રમોની સંગાથે સવારના નવ વાગ્યાથી યોગ ગુરૂ બાબા રામદેવજી મહારાજના ચીફ ગેસ્ટ પદે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજાશે જેમાં નરેન્દ્ર મોદી પણ પતંગબાજોની સાથે પતંગ ચગાવશે અને પતંગની સહેલ લેશે.
-ચૌદ જાન્યુઆરીએ પતંગબાજો અમદાવાદના ખાડિયા જેવા શહેરી વિસ્તારોના ધાબે જઈને પતંગ ચગાવશે.એ પહેલા સવારે તેઓ હેરીટેજ વોકમાં નીકળશે. હેરીટેજ વોક કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધી યોજાતી હોય છે.
-પંદર જાન્યુઆરીએ રાજકોટ અને સુરતમાં પતંગ મહોત્સવ થશે.





















January 14th, 2008 at 10:12 am
jai jai garvi gujarata
June 4th, 2008 at 10:22 pm
According to a press release from SoftBank Mobile, the Japanese service provider has secured an agreement with Apple to bring the iPhone to Japan this year. The deal will ensure the iPhone’s first official access in Japan’s market.