Narendra Modi’s Kite Flying Jeep Trip on Uttarayan(Video)
અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં ખુલ્લી જીપમાં નીકળીને નરેન્દ્ર મોદીએ દેશી-વિદેશી પતંગબાજોના પતંગ જીપમાંજ ઉભા ઉભા ચગાવ્યા. સ્ટેડિયમમાં જાણે લોકો વિદેશી પતંગ જોવા નહી પણ મોદીને અને જીપમાં તેમની પાછળ ઉભેલા યોગગુરૂ બાબા રામદેવને જોવા ઉમટ્યા હોય એવો માહોલ હતો. મોદીની જીપની આસપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટ પીઆઈ તરૂણ બારોટની આગેવાનીમાં રેડ કોલર ટીમ હાજર હતી. આ ટીમના સભ્યોના કોલર પર લાલ નિશાન કરેલુ હોય છે અને તેઓ મોદીને સ્યુસાઈડ બોમ્બ એટેકથી બચાવવા તેની આસપાસ રહે છે. મોદીની સાથે જીપમાં કોઈ બંધારણીય હોદ્દો ન હોવા છતા ભાજપના પ્રદેશ પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલા પણ ચડી ગયા હતા. ભાજપની રેલી હોય તો ઠીક પણ અહીં રાજ્ય સરકારના ઓફિશીયલ ફંક્શનમાં રૂપાલા શાને જીપમાં ચડી ગયા એવો પ્રશ્ન ખુદ મોદીના મોઢા પર પણ દેખાતો હતો. ક્યારેક મોદી કરતા પણ વધુ બાબા રામદેવના ભક્તો જીપ પર એટલો ઘસારો કરતા હતા કે સિક્યુરિટીવાળાઓને પ્રશ્ન થતો હતો કે મોદીને સંભાળીએ કે આ બાબા રામદેવને?





















January 15th, 2008 at 3:54 pm
jpbhai……….
uttrayan ne divashe me tamari deshgujarat site par thi modiji na songs.. ringtone… download kari ne full volume muki ne cd player play kariyu hatu…. mara cosine brother modiji nu mask peharu hatu………bahu maja aavi gay ho……..