Home » Entertainment » Music » Traditional Kutchi Bin Morli Instrument Music(Video)

Traditional Kutchi Bin Morli Instrument Music(Video)

અમદાવાદ, દેશગુજરાત

ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા દરેક વર્ષે ભાતીગળ લોકકલાકારોને એવોર્ડ આપીને સન્માનવામાં આવે છે. એવોર્ડની રકમ પંદર હજારની છે અને કોઈ પણ વ્યક્તિ તેના કુટુંબીજનના કે સંસ્થાના નામે નવો એવોર્ડ બુક કરી શકે છે. ચાલુ વર્ષે કચ્છના લાલ રાંભિયા ગ્રુપને એવોર્ડ આપવામાં આવ્યો તે પ્રસંગે અમદાવાદના ટાગોર હોલમાં આ ગ્રુપના પારંપરિક વાદ્યોનુ પરફોર્મન્સ યોજાયુ હતુ.

વિડિયોમાં આપ જોઈ રહ્યા છો કચ્છી ભાતીગળ મદારી કલાકારનું બીન વાદન. સામાન્ય રીતે આપણે જેને મદારીની બીન તરીકે ઓળખીએ છીએ એ ફૂંક વાદ્યનું સાચુ નામ મોરલી છે. મોરલી વગાડવી બહુજ કઠિન છે કારણકે એમાં બે પાઈપ્સ એટલેકે બે પાવા હોય છે. વાંસના બનેલા આ બે પાવામાં એક સાથે સતત ફૂંક મારીને મોરલી વગાડી શકાય છે. સતત કેટલીક મિનીટો સુધી બે પાવામાં ફૂંક મારવાની અને પાછો સૂર પણ જાળવી રાખવાનો અને શ્વાસ પણ લેતા રહેવાનુ આ બધુ મોરલી વાદનને કઠિન બનાવે છે, મદારી તો ઠીક કે સાપ લઈને આંગણે આવે ને મિનીટથીય ઓછુ બીન વગાડે પણ બીન મોરલીના આ પ્રોફેશનલ કચ્છી સ્ટેજ કલાકારે તો કેટલીક મિનીટો સુધી સતત બીન મોરલી વગાડવાની હોય છે તેથી તેનું કામ કઠિન બને છે. બીન મોરલીના બે પાવામાં એક પાવો નર અને બીજો પાવો માદા ગણાય છે. નર પાવામાં સતત એકધારો સ્ટેડી બેઝનો સૂર નીકળે છે જ્યારે માદા પાવામાં સાત છીદ્રો હોય છે જેના પર આંગળી રમાડીને સંગીતના સૂર રેલાવવાના હોય છે. વાંસના બે પાવાની વચ્ચે આપ મેચીસ બોલના કદનો જે ગોળાકાર જુવો છો એ તુંબડુ છે. આ તુંબડામાં હવા સંગ્રહિત થાય છે. આ વિડિયોમાં આપ સાંભળશો આ કચ્છી મદારી કલાકાર દ્વારા પ્રસ્તુત બે પારંપરિક ધૂન. જેમાં બીજી ધૂન આપ જેને નાગને આકર્ષવા માટેની નાગિન ધૂન તરીકે ઓળખો છો તેની છે. તો માણો આ કચ્છી ભાતીગળ કલાકારના બીન મોરલી વાદનને. એ વાદનને કે જે વેસ્ટર્ન વાદ્યોના વાવાઝોડા સામે ઝડપથી લુપ્ત થઈ રહ્યુ છે.

Tag Words: Kutch , Madari, Sapera , traditional music instrument, Gujarat lokkala foundation, music, morli, morali, murli, bin snake charmer

<< Previous Post

Comments

  1. Khubaj saras laagyu, aam ne aam aapni sanskruti jalavase

    Dhanyawaad

  2. Sudhir Shah, Tampa, USA says:

    Exellent performance. Its really nostalgic to hear something authentic as this. Great job.

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo