Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



MF Hussain for Bharat Ratna?Why Not Dawood then?(Gujarati Text)


અમદાવાદમાં એનડીટીવીની ઓફિસ પર થયેલા હુમલાનું અથથી ઈતિ..

20-01-2007

મદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાજુની ગલીમાં બંગલામા ઉપરના માળે ચાલતી એનડીટીવીની ઓફિસ પર શનિવારે સવારે સાડા દસ વાગ્યે હુમલો થયો. હુમલાખોરોએ હુમલો કરવાની સાથે ઓફિસમાં ઉપર અને નીચે ઝાંપાની બાજુમાં કોટ પર હિંદુ સામ્રાજ્ય સેનાનું બેનર પણ લગાવ્યું. બેનર પર લખ્યુ હતુ કે ભારત માતાને નગ્ન ચીતરનાર એમએફ હુસેનને ભારત રત્નના ઉમેદવાર તરીકે દર્શાવનાર એનડીટીવી દેશની માફી માંગે. હુમલામાં એનડીટીવીના ડ્રાઈવર સલીમભાઈને પગ પર હોકીનો ફટકો મારવામાં આવ્યો હતો જેને વીએસ હોસ્પિટલમાં સારવાર અપાઈ. હુમલાના પગલે અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર સતીશ શર્મા આવી પહોંચ્યા અને કડક પગલા લેવાની ખાતરી આપી. એનડીટીવીના જોયદીપ રે નામના પત્રકારે કહ્યું કે પોલીસ એક કલાક મોડી આવી હતી. હુમલાખોરોએ ઓફિસમાં ખાસ્સી દસથી વધારે મિનીટ તોડફોડ ચલાવી હતી.

સાંજે હિંદુ સામ્રાજ્ય સેનાના વડા અશોક શર્માની સહી સાથે લેટરપેડ પર પ્રેસનોટ પ્રેસ કાર્યાલય પર પહોંચાડવામાં આવી. અશોક શર્માએ તેમના સેનાનીઓએ કરેલા એનડીટીવી ઓફિસ પરના હુમલાને આ પ્રેસનોટમાં બિરદાવ્યો હતો. અશોક શર્માએ આ પ્રેસનોટમાં એમ પણ લખ્યુ કે તેમણે અગાઉ એનડીટીવીને અપીલ કરતો પત્ર મોકલ્યો હતો કે જેના પર ભારતમાં અનેક કેસો છે અને જે દેશ છોડીને નાસતો ફરે છે એ સરસ્વતી અને ભારત માતાના નગ્ન ચિત્રો દોરનાર એમએફ હુસેનને ભારત રત્ન કોને મળવો જોઈએ એના એસએમએસ પોલમાં ન દર્શાવો. મિડિયા સ્વતંત્ર અભિવ્યક્તિનો અધિકાર ભલે ભોગવે પણ પોતાની હદ પણ નિર્ધારિત કરે. કાલે દાઉદ ઈબ્રાહિમને ભારત રત્નની વાત કરે અને કહે કે અમને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તો એવુ તો ના ચાલે ને ?

હું હુમલા પછી એનડીટીવીની ઓફિસનો હાલ જોવા ગયો હતો. ઓફિસ સોસાયટીના બંગલાના ઉપરના માળે છે. ઉપરના માળે ચાર જેટલા રૂમ છે. એમાંના એડીટીંગ રૂમમાં સૌથી કિંમતી સામાન હોય છે પણ ત્યાં ખાસ તોડફોડ નથી થઈ. તોડફોડ વચ્ચેના રૂમમાં લાકડાના બારણાની, કાચની અને સ્પ્લીટ એસીની થઈ છે અને બેઠક રૂમમાં તો બિન્ધાસ્ત બધુ રફે દફે કરવામાં આવ્યુ છે.

હિંદુ સામ્રાજ્ય સેનાવાળા બે દિવસ પહેલા એનડીટીવીની ઓફિસે ગયા હતા અને એમએફ હુસેનનું નામ ભારત રત્નના એસએમએસ પોલમાં રાખવા બદલ વિરોધ દર્શાવ્યો હતો. આ વખતે એનડીટીવીના બે રિપોર્ટર રાજીવ પાઠક અને રોહિત ભાણ દિલ્હી ગયા હતા અને જોયદીપ રે હાજર હતો જેણે વાતને લાઈટલી લીધી હતી. આજે હિંદુ સામ્રાજ્ય સેના વાળા એક મારૂતિ વાન અને કેટલાક દ્વિચક્રી પર આવીને કરવાનુ હતુ તે કરીને ગયા. એનડીટીવીએ આખો દિવસ દેખીતીજ રીતે આ સમાચાર બતાવ્યા. એનડીટીવીની દલીલ હતી કે જ્યારે રાજકિય પક્ષના નેતાઓ પોતાના પક્ષીય માણસોને ભારતરત્ન માટે આગળ કરવા માંડ્યા ત્યારે એનડીટીવીએ નોનપોલીટીકલ માણસો જેમ કે રાજેન્દ્ર પચૌરી, અમિતાભ બચ્ચન, સચિત તેંડુલકર, રતન ટાટા, એમ એફ હુસૈનના નામ જાહેર કર્યા અને તેમાંથી કોને ભારત રત્ન આપવો જોઈએ એના માટે એસએમએસ પોલ આયોજિત કર્યો આમાં ભગવી બ્રીગેડને એમએફ હુસૈન સામે વાંધો પડી ગયો ને હિંદુ ગુંડાઓએ આ હુમલો કર્યો.

તૂટેલી ફૂટેલી ઓફિસના એનડીટીવીના રિપોર્ટરો આ ઘટના પછી તુરંત ગુજરાતમાં ખ્રિસ્તિ ધર્મપ્રચારનુ કામ કરતી સંસ્થાઓના હિતરક્ષક મૂળ મેંગલોરના અને ગુજરાતમાં એનજીઓ ચલાવનારા ફાધર સેડ્રીક પ્રકાશ પાસે હુમલાને વખોડતુ નિવેદન લેવા પહોંચી ગયા. આ સેડ્રીક પ્રકાશ એ જ છે કે જે તિસ્તા સેતલવાડ અમદાવાદમાં હોય ત્યારે તેને ઉતારો આપે છે, ખ્રિસ્તિ ધર્માંતરણ કરી રહેલાઓ પર આદિવાસીઓ હુમલો કરે ત્યારે તેની સામે નિવેદનો આપે છે, ગોધરા પછીના રમખાણોમાં જુહાપુરામાં પહોંચી જાય છે, મોદીને અમેરિકાનો વીઝા ન મળે એ માટે અમેરિકાના ખ્રિસ્તિ લોબીંગ કરનારાઓ સાથે ફોનો પર વાતો કરે છે અને ઈમેલો કરે છે. આ સેડ્રીક પ્રકાશે એનડીટીવીને આપેલા નિવેદનમાં કહ્યું કે ગુજરાતમાં આતંકવાદ નથી એવી રાજ્ય સરકારની વાત ખોટી છે. એનડીટીવીની ઓફિસ પર થયેલો હુમલો એ આતંકવાદ જ છે. જો ગુજરાતમાં આતંકવાદ હોય તો સેડ્રીક પ્રકાશે તુરંત ગુજરાત છોડી જવુ જોઈએ અને એમની માનવાધિકારની એનજીઓ કશ્મીરમાં જઈને ચલાવવી જોઈએ. ત્યાં કશ્મીરી પંડિતોને હ્યુમન રાઈટ વાળાઓની ખરેખર જરૂર છે. અને ત્યાં જ સેડ્રીકને સાન આવશે કે આતંકવાદ કોને કહેવાય.

શનિવારે બપોરે હું ગુજરાત વિદ્યાપીઠમાં દલાઈલામાનું લેક્ચર એટેન્ડ કરી રહ્યો હતો ત્યારે સાથે કેટલાક બીજા પણ પત્રકારો હતા. મેં એ બધાને એનડીટીવી પર હુમલા અંગે પ્રતિક્રિયાઓ પૂછી. એક ચેનલના ગુજરાતી પ્રતિનિધિએ કહ્યું કે મજા પડી બાપુ .. પણ જેમને ફટકારવાના હતા એ બચી ગયા ને બિચારો ગરીબ ડ્રાઈવર સલીમ હોકી ખાઈ ગયો … બીજા પત્રકારે કહ્યું કે એમએફ હુસેનને ભારત રત્ન આપવાની વાતો કરે તો માર જ પડેને … કોઈ એનડીટીવી પર થયેલા હુમલાથી નારાજ દેખાતા ન હતા. સાંજે બીજા એક ગુજરાતી પત્રકાર સાથે વાત થઈ. એ તો ખુશ થઈ ગયો, પણ પાછો તુરંત એનડીટીવીના રિપોર્ટરને ફોન કરીને તેને દિલાસો પણ આપી દીધો.

હવે પ્રશ્ન એ થાય કે આ હિંદુ સામ્રાજ્ય સેના વાળો અશોક શર્મા છે કોણ? આ અશોક શર્મા હેન્ડસમ યુવાન છે. બોચી સુધી વાળ રાખે છે, સરસ કુર્તા પાયજામો પહેરે છે(મેં અશોક શર્માને ડઝન વાર જોયો છે પણ ક્યારેય પેન્ટ શર્ટમાં નથી હોતો). ગોરો ચહેરો અને ફાંકડી મૂછો. અશોક શર્મ એક સમયે અમદાવાદનો બજરંગ દળનો પ્રમુખ હતો. લગભગ ૧૯૯૭માં તેણે અમદાવાદની હુસેન દોશી ગુફામાં એમએસ હુસેનના ચિત્રોનો કચ્ચરઘાણ વાળ્યો હતો. આ પછી ત્યાં ચિત્ર પ્રદર્શન કાયમ માટે બંધ કરવામાં આવ્યુ હતુ. અશોક શર્માને આ બાબતે પ્રવીણ તોગડિયાએ ઠપકો આપ્યો હતો. ખુદ અશોક શર્માએ મને કેટલાક વર્ષો પહેલા વાત કરી હતી તે અનુસાર, પ્રવીણ તોગડિયાએ કહ્યુ હતુ કે સંગઠનની પરવાનગી વગર આ કામ કેમ કર્યું? કોને પૂછીને ત્યાં હુમલો કરવા ગયા હતા વગેરે વગેરે … આ પછી અશોક શર્મા અને પ્રવીણ તોગડિયા વચ્ચે બોલાચાલી થઈ હતી અને અશોક શર્મા સાબરમતી ડીકેબીન વિસ્તારના તેના હિંદુ છોકરાઓના ગ્રુપ સાથે બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદમાંથી છૂટો થઈ ગયો હતો. અશોક શર્મા આ પછી દુ:ખી હતો. તે અમને એકલ દોકલ જાણીતા પત્રકારોને મળે ત્યારે કહેતો કે પ્રવીણ તોગડિયાએ આ ખોટુ કર્યુ ને તે ખોટુ કર્યુ છે. વિશ્વ હિંદુ પરિષદ ખરી રીતે હિંદુઓ માટે જે કરવુ જોઈએ તે નથી કરી રહ્યુ વગેરે … ૧૯૯૮માં રાજસ્થાનથી આણંદ ૧૭૦૦ વાછરડાને ભરીને કતલખાને સપ્લાય કરવા નીકળેલી ટ્રેન પકડાઈ એને પકડવામાં પણ અશોક શર્માએ ભાગ લીધો હતો. આ વખતે તેણે અમદાવાદના સાબરમતી સ્થિત પોતાના ગ્રુપ સાથે હિંદુ સામ્રાજ્ય સેના રચી દીધી હતી.(એનડીટીવી હિંદુ સામ્રાજ્ય સેનાને નવુ સંગઠન કહે છે એ ભૂલ ભરેલુ છે. અશોક શર્માએ બજરંગ દળ-વિશ્વ હિંદુ પરિષદ છોડવુ પડ્યુ પછી તુરંત ૧૯૯૮માં હિંદુ સામ્રાજ્ય સેના રચી દીધી હતી).

ડિસેમ્બર ૨૦૦૦માં અશોક શર્માએ મેજર પરાક્રમ કર્યુ હતુ. એમએફ હુસેનની ગજગામિની ફિલ્મ આવવાની હતી તેના બે દિવસ પહેલા પ્રિમીયર ટાણે શર્માની હિંદુ સામ્રાજ્ય સેનાના કાર્યકરોએ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પરના સિટીપલ્સ થિયેટરમાં જઈને હુસેનના ચિત્રો, ગજગામિનીના હોર્ડીંગ્ઝ, પોસ્ટર્સ તોડ્યા ફોડ્યા હતા. આ પછી તે સૌ બીજા કે ત્રીજા દિવસે પોલીસ સમક્ષ સામેથી હાજર થઈ ગયા હતા. છેલ્લે પાછલી છ જુલાઈએ અશોક શર્મા અને તેમની હિંદુ સામ્રાજ્ય સેનાએ સેંટ ઝેવિયર્સના ઝાંપે વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ કોલેજના વિવાદાસ્પદ પ્રોફેસર પાનીકર પર હુમલો કર્યો હતો. પાનીકર જોકે ભાગી નીકળ્યા હતા પણ તેમની કારનો કાચ ફૂટ્યો હતો.

શર્મા જ્યારે વીએચપી-બજરંગ દળમાં હતો ત્યારે તેના માથે મોટા સંગઠનનુ છત્ર હતુ પણ છત્ર વિહોણો અશોક શર્મા થોડો નબળો પડ્યો હતો. પણ વાત એમએફ હુસેનની આવે તો તુરંત સક્રિય થઈ જતો. શર્માનો ટર્નીંગ પોઈન્ટ આવ્યો તોગડિયા વર્સીસ મોદીના રાજકારણથી. તોગડિયા વર્સીસ મોદીના રાજકારણમાં વિશ્વ હિંદુ પરિષદના જયદીપ પટેલ(નરોડા) વીએચપીમાંથી ભાજપ તરફે ઢળ્યા. આ દરમિયાન રાજસ્થાનના ધર્મેન્દ્ર મહારાજ મોદીના સમર્થનમાં આવ્યા. અશોક શર્માએ ધર્મેન્દ્ર મહારાજ અને જયદીપ પટેલ વાળી ટ્રેન પકડી લીધી. ધર્મેન્દ્ર મહારાજની સભાઓનું ચૂંટણી પૂર્વે ઠેકઠેકાણે નોનબીજેપી, નોનવીએચપી લેવલે આયોજન કરવાનુ હતુ એટલે કાર્યકર્તાઓની જરૂર હતી જ. અને અશોક શર્મા જૂનો જાણીતો, થોડુ ગ્રુપ ધરાવતો અને કટ્ટર હિંદુવાદી યુવાન. આથી એકબીજાની ગરજે અને વિચારધારાના તાતણે અશોક શર્મા અને ધર્મેન્દ્ર મહારાજ ભેગા થયા અને અશોક શર્માને લાંબા સમય પછી છત્ર મળ્યુ, ગોડફાધર મળ્યા. મેં જોયુ હતુ કે અશોક શર્મા ધર્મેન્દ્ર મહારાજની શાહપુર ખાતે યોજાયેલી ગુજરાત ચૂંટણી ૨૦૦૭ની પ્રથમ જાહેરસભાના અયોજનમાં સ્ટેજની આસપાસ કેવો વ્યસ્ત હતો. અને ચૂંટણી પછી જ્યારે અમદાવાદના ટાઉન હોલમાં ધર્મેન્દ્ર મહારાજનું નરેન્દ્ર મોદીની હાજરીમાં કટ્ટૃર હિંદુ પ્રવચન થયુ ત્યારે તો અશોક શર્મા સ્વયંસેવક તરીકે સ્ટેજ પર જ સતત ખડેપગે ઉભેલો જોઈ શકાતો હતો. ધર્મેન્દ્ર મહારાજને કશુંક કામ હોય તો સ્ટેજ પર અશોક શર્માને બોલાવતા હતા અને તેમની કાનાફૂસી જોઈ શકાતી હતી. ભાજપના ચૂંટણી વિજય પછી ભાજપની ખાનપુર સ્થિત વડી ઓફિસમાં નરેન્દ્રભાઈ હાજર હતા ત્યારે અશોક શર્મા નીચે તેમની ગાડી પાસે ઉભો હતો અને નરેન્દ્રભાઈને મળવા ઉત્સુક હતો ત્યારે પણ શર્માજી સાથે મારી મુલાકાત થઈ હતી.

મને અશોક શર્મામાં એક રસપ્રદ વાત એ લાગે છે કે માનો કે હું પત્રકાર છુ તો વધુમાં વધુ લખુ છુ. તમે વાંચક છો તો તમે વાંચીને ચિંતા કરો છો કે ચર્ચા કરો છો. પણ આ અશોક શર્મા છે કે જે કરવાનુ કરી નાખે છે પછી ભલે પોલીસનો માર પડે કે કોર્ટનો ધક્કો થાય.

મારા મનમાં એક પ્રશ્ન એ છે કે શું અશોક શર્મા પકડાશે ત્યારે પોલીસ તેને મારશે ? મેં અમદાવાદના ગાંધી આશ્રમમાં મેઘા પાટકરની ઉપસ્થિતિ સામે વિરોધ વ્યકત કરી રહેલા ભાજપના અમિત ઠાકરને નરેન્દ્ર મોદી સરકારની પોલીસને હાથે અતિબેરહમ રીતે માર ખાતા ૨૦૦૨માં જોયા છે.(એ વખતે પત્રકારોએ પણ પોલીસે ફટકાર્યા હતા અને સરકારે પંચ બેસાડેલુ જેમાં જુબાની આપવા હું પણ પત્રકાર તરીકે ગયો હતો પણ એ અલગ વિષય છે) અશોક શર્માને પોલીસ મારશે કે અમિત શાહ માર ખાતા બચાવી લેશે ? એ પ્રશ્ન પર મારુ ધ્યાન છે. મારી માહિતી પ્રમાણે પોલીસ અશોક શર્મા પકડાય એટલે તેન બરાબરનો માર મારવા ઈચ્છે છે પણ સાથે પોલીસ ગાંધીનગરનું આ બાબતે શું વલણ છે એ જાણવા પણ ઉત્સુક છે. જો ગાંધીનગર સિગ્નલ ન આપે તો પોલીસ અશોક શર્મા આણિ કાર્યકરોને માર્યા વગર પકડીને જામીન અપાવી દેશે.

મુંબઈમાં બાલાસાહેબ ઠાકરે ખુલ્લેઆમ મિડિયા ઓફિસ પર હુમલો કરાવતા હતા અને તેનું સમર્થન કરતા હતા. આજે ઠાકરે વિરૂદ્ધ લખવાની મુંબઈમાં કોઈ હિંમત નથી કરતું. નરેન્દ્ર મોદી સરકાર એનડીટીવી ઓફિસ પરના હુમલાનુ ખુલ્લેઆમ સમર્થન ન જ કરે પણ કમસેકમ અશોક શર્માને પોલીસનો માર ન પડે અને પકડાય કે તુરંત જામીન મળી જાય એવો રસ્તો કરી આપીને સાયલન્ટ મેસેજ આપી શકે.

અશોક શર્મા માટે મારે પ્રાર્થના કરવાની કે હિંદુત્વના ખભે ઉભા થયેલા બીજા જાણીતા નામોની માફક તે પૈસા બનાવવામાં, નામ થઈ ગયુ એટલે સ્થાનિક વિસ્તારમાં બીજી દાદાગીરીઓ કરવામાં ન પડી જાય. તથા એમએફ હુસેન સિવાયના બીજા હિંદુત્વના મુદ્દાઓને પણ હાથમાં લે. અશોકના આ કૃત્યની સ્ટાઈલ એવી છે કે પબ્લીસીટીનો હેતુ હિંદુત્વના હેતુની સાથે ભળેલો છે. મોટા કટ્ટૃર હિંદુ નેતા બનવાની મહાત્વાકાંક્ષા, પોતાના સંગઠન હિંદુ સામ્રાજ્ય સેનાને વિરાટ જહાલ હિંદુ સંગઠન તરીકે જોવાની અભિપ્સા મને અશોક શર્મા સાથે વાત કરતા તેનામાં હંમેશા દેખાઈ છે. ગુજરાતમાં હિંદુત્વની વાત કરનારા ચહેરાઓ સતત મારી ટેસ્ટીંગ લેબોરેટરીમાં ટેસ્ટ કરતો રહુ છુ. અશોક શર્મા આમાંનો એક છે અને ટેસ્ટ હજુ ચાલુ છે.

Feedbacks Received to “MF Hussain for Bharat Ratna?Why Not Dawood then?(Gujarati Text)”

  1. amit Says:

    ndtv had crossed it’s limit by showing mf husen as contender for bharat ratna. ndtv will not get much sympathy. hindu samrajya sena has expressed peoples sentiments and anger.

  2. Kinnar sheth - belgium Says:

    Abdul kalam,Rashdi,Taslima this all are proud for inda we accept them for Bharat ratna Not for Dawood,MF hussain.

  3. Kinnar sheth - belgium Says:

    Abdul kalam,Rashdi,Taslima this all are proud for inda we accept them for Bharat ratna Not for Dawood,MF hussain.

  4. kaushikpatel(rampur-vaso) Says:

    NDTV na ava chamakla o same ashok sharama jevi tejabi pratikriyaj joie.suu kare che sriman prvinji togadia.gujarat ma communist bengali o petha padi gaya chee.tham thoro aa sala o ne.

  5. BHAVESH PATEL Says:

    || JAI SHREE KRISHNA ||
    MAAARO MAAARO MAARO…… AA LOKO EJ LAAGNA CHHE….
    aakh bharat maathi fakta gujaratma missionary(terrorist) fundeble ndtv channel par humlo thawathi ane media no mukhvato pehri atankwaadi agency nu kaam karti media ne sabak sikhadyo te jaani khoob garva ane khoosi thai che…..Gujarat ane bharatne shri acharya dharmendraji maharajna maargdarshan khoob jaroor chhe….
    HU BHARAT NE ANE GUJARATNA YUVAANO NE ASHOK SHARMA JEWA SHOORVEER DHARMA-SWABHIMAANI(not kattar…kattar word aatankwaadio maate chhe ) ANE NIDARR VYAKTI NE MADAD KARWAANI VINANTI KARUCHHU GUJARATNE ANE BHARATNE PSEUDO SECULAR MEDIATHI BACHAAVAVU KHOOB JAROORI CHHE…..VANDE MATARAM…..
    || JAI SHREE KRISHNA ||

  6. Kamal Bagchi Says:

    JP thanks for the brief introduction of Ashok Sharma.

  7. Viral sheth Says:

    મારે એક વસ્તુ કહેવી છે.

    ભારત રત્ન શું છે? ભારત રત્ન એ એક પુરસ્કાર છે જે એવા લોકોને અપાવો જોઇએ કે જેઓએ ભારતનું નામ રોશન કર્યુ હોય દુનિયામાં; જેઓના માટે ભારતને ગર્વ હોય. એમ. એફ. હુસેને પોતાની ચિત્રકળા દ્વારા પોતાનું અને તેથી ભારત નું નામ રોશન કર્યું છે. NDTVએ આ કારણોસર તેને એક હકદાર ગણ્યો છે તો તેમાં કશું ખોટું નથી. NDTVએ તેને ભારતરત્ન આપી દીધો નથી. હુસેને બીજા જે કરતુતો કર્યા છે તે ભારતનો આંતરિક મામલો છે. બહારના વિશ્વને એની સાથે કશું લેવા દેવા નથી. અને હુમલો કરવો જ હોય તો હુસેન પર કરો ને જેણે આવી ઘ્રુણાસ્પદ કરતુત કરી છે.

  8. BHAVESH PATEL Says:

    response to VIRAL SHETH …..
    tamara jeva napunshak ane baaylao ne karane aawa m f hussen peda thai chhe….
    hu viral sheth ne ek vaat puchhva maangu chhu…agar m. f. hussene taari mata ane bahen na “NAAGA” Chitra banavya hot ane hussen ne int national art gallery ma mukya hot to su tame hussen par garva karyo hot…..sharam karo…
    || jai shree krishna ||

  9. mayank Says:

    Dear Viral Sheth,

    NDTV itself has stopped showing MF Hussein as a contender of Bharat Ratna in it’s opinion poll. I saw NDTV on the night of 19th and I minutely observed that they had not shown MF Hussein as an option in their poll. And on 20th NDTV stopped the whole sms poll itself on it’s all news channels.

    So NDTV itself has admitted this way that mentioning mf hussen as contender for Bharat Ratna was wrong. So at this point there can not be a point of discussion that whether NDTV was right or wrong. It was of course wrong by showing a person as contender for Bharat Ratna who is absconding due to several cases lodged against him in different parts of India.

    Another thing is that NDTV and other channels organize such sms polls so that they can earn from it. This is fact, each sms you send to such tv polls, part of the money goes in telephone company’s pocket and part of share goes to the channel itself. So they have earned enough by engineering such polls. If their some glasses and sofas are broken, don’t worry for that.

    Another point. If you say MF Hussein has shined India’s name then you are mistaking. He has sold naked Hindu God and Goddesses painting in lakhs and crores of rupees to the world. He has thus presented Indian Gods in a completely offending way to the world. Do you have seen his Gaj Gamini? It was such an obsurd movie that shows were canceled and film did not survive for a week. He is not only bad but mad and rascal kutaro.

    You right that MF Hussein should be beaten but unfortunately he is hiding in Muslim country(Dubai) God knows by whose money backing !!

  10. Viral sheth Says:

    To Bhavesh Patel:

    Bhavesh, M.f.Husene taari ma ane ben ne 100% “Naga” chitarya laage chhe, etale aatalo gussa ma chhe. Ha ha ha.

    Ala aam lakhavathi ke pachhi NDTV maate kaam karata saadharan maanaso ne pitavathi kaain nahi thay. The real culprit is M.F. Hussen and not that driver who got bitten. But I know it is beyond your understanding. Just ask some one to explain you what I was trying to say.

  11. Viral sheth Says:

    Dear Mayank,

    This is the kind of intellectual response I was expecting following my post. Thanks for reading my views carefully and reciprocating by writing in detail. There is nothing wrong if our views don’t match.

    Before I write anything, let me first clearly state that I have the same amount of contempt for Husein as you have or as any true Hindu may have. Infact I also strongly protest his even being considered for Bharat ratna. All I am debating is about the attack on NDTV. And I still have some doubts whether attacking NDTV to express protest against Husein was the right thing or not.

    When I say that Hussein has got some fame from the rest of the world for himself and thus for India, I have the following facts to support my belief:
    1) The world famous “Forbes” magazine has given a nickname of “Picasso of India” to Hussen.
    2) A museum in MA, USA, exhibited his paintings for almost 7 months on the troat. There might be many such instances.
    3) Indian Govt itself has awarded him with Padmashri, Padmabhushan and Padmavibhushan. (Virtually, Bharat ratna is the only award he hasn’t obtained.)

    Once a candidate for U.N. Secretary General post - Shashi Thiroor himself has signed the petition of granting Bharat Ratna to Hussein. NDTV has just asked for viewers’ opinion by conducting that opinion pole. (The interest NDTV has in conducting such poles, you have very well explained.) NDTV hasn’t actually awarded the Bharat Ratna to Hussen. Based on the fame he has got outside India and based on the continous efforts of his fans like Thiroor, NDTV has just reckoned him for conducting their silly pole.

    And finally if you really want to protest Husein, you wouldn’t watch any of his movies and probably convince people like Thiroor not to favour Husein. Beating innocent ordinary people working for their family or breaking furniture wouldn’t help the cause.

    Regards,
    Viral

  12. mayank Says:

    Viral sheth

    Do you have any conscious alive inside? You are saying Hussin is suitable for award because shashi tharoor recommended?(haa haa haa) because he was awarded padmabhushan and padmvibhushan?(haah haa haa )because some museum in ma, u.s. exhibited his paintings for 7 months?(haa haa haa) because forbes magazine named him picaso of India?(haa haa haa)

    Pitty on you boy viral pitty on you. Have you seen his naked God and Goddesses paintings ? And still you are impressed with shashi tharoor recommendation and padma awards and foreign exhibitions like of things ? haa haa haa

    Not only pitty but shame on your poor mind viralbhai.

    Please ban this viral to write anything in forum.

    You saw this viral’s latest comments ? how he barked at bhavesh and ashok bhagat because they commented on his mother’s nude paintings ?

    So same was Bharat mata is our mother and if one break furniture and beat an employee he may have same anger as you had in your comments viral.

    Grow up viral sheth grow up. You are like a child in understanding the things.

  13. મૃગેશ શાહ Says:

    વિરલભાઈ વાત તમારી મા પર આવી તો તમે કેવા ઉકળી ગયા અને કેવા જવાબો આપ્યા ભાવેશભાઈને અને અશોક ભગતને ?
    તમે ભારત માતાને , પાર્વતી માતાને, સીતા માતાને, ગંગા, યમુના માતાને તમારી માતા માનતા હોવ તો આવો જ ઉકળાટ તમને એમએફ હુસેન પર થવો જોઈએ અને એમ એફ હુસેનને ભારતના ભારતરત્નને લાયક પાંચ વ્યક્તિઓ પૈકીના એક જાહેર કરનાર એનડીટીવીના એસએમએસ પોલ પર થવો જોઈએ.

    દુ:ખની વાત એ છે કે તમારા જેવા તમારી મા અને ભારત માને અલગ ગણો છો. તમે તર્ક પર તર્ક કર્યા કરો છો અને છાતીમાં હ્દય જેવુ કંઈ રાખતા નથી. તમારા જેવા બૌદ્ધિકોએજ ભારતની પથારી ફેરવી રાખી છે વિરલ કુમાર. બલકે મને તો શંકા થાય છે કે તમે વિરલ શેઠ જ છો કે અબ્દુલ કે મહંમદ છો ને વિરલ શેઠના નામે કોમેન્ટો કરો છો.

    તમારી મા બહેનના નગ્ન ચિત્રો આર્ટ ગેલેરીમાં વેચાતા હોત તો તમેય હોકી લઈને નીકળ્યા હોત વિરલ કુમાર ઉર્ફે મહંમદકુમાર. હુસૈન તો ભાગતો ફરે છે એટલે આમાં તો એવુ છે કે એના આશિકોની જમાતમાં જે હાથમાં આવે એ માર ખાય. ડ્રાઈવર સલીમને માત્ર પગ પર હોકીનો ફટકો વાગ્યો છે. એ ય શક્ય છે કે ‘અમે મિડિયાવાળા’ એવી ડંફાશ ટોળા સામે બતાવવા ગયો હશે એટલે હોકી પડી હશે. સલીમને લોહીનું એક બુંદ નીકળ્યુ નથી એવુ સમાચાર માધ્યમોને ફંફોસતા જાણી શકાય છે. તમને આને માર્યો કેમ ને પેલાનુ ફર્નીચર કેમ તોડ્યુ એ મુદ્દા ઉઠાવવા જેવા લાગે છે અને શ્રી રામ અને સીતાના સંભોગના દ્રશ્ય હનુમાન જોતા હોય એવા હુસેનના ચિત્રોનો ઉઠાવવામાં આવતો મુદ્દો ક્ષુલ્લક લાગે છે વિરલ કુમાર ઉર્ફે મહંમદ કુમાર?

    વિરલકુમાર તમારી માનો ફોટો મોકલો એટલે હુસેન પાસે એનું ચિત્ર બનાવીને મોકલુ. પછી તમેય દોડશો હોકી લઈને ફર્નીચર તોડવા.

  14. yash rajput Says:

    i m agree with u……..mrugesh shah

    viral seth >> m f husssain aagar nirdosh hai…to…bharat me kyu nahi aata hai…..aor veshe bhi aeshe logo ko award diya jata hai… jo kam she kam bharat ka gunegar nahi hoo……..aare jara socho…bharat ma ka nude painting bananewalo ko bharat ma ka aashirwad mile??

  15. મૃગેશ શાહ Says:

    બીજુ મીસ્ટર વિરલ શાહ ઉર્ફે અહેમદ મહંમદ તમને કહેવાનુ કે તમે દેશભક્ત ભાવેશભાઈને કોમેન્ટમાં લખ્યુ છે કે એમની માતાનું નગ્ન ચિત્ર હુસેને દોર્યુ હશે તેથી તેઓ ગુસ્સામાં છે તો એ વાત સાચી છે. ભાવેશ જેવા દેશભક્ત માટે ભારત માતા એ પોતાની માતા જ છે.

  16. Viral sheth Says:

    Arre Mrugeshbhai, do you think I am favoring Husein? Do you think you and others are the only people who are angry over Husein? All I am saying is that attacking NDTV or destroying its premises won’t serve the purpose. And when I presented those 4 facts, I was throwing light on NDTV’s view point. (The view point may be wrong; we can still debate on it). You had better read my post one more time to derive the gist and to understand that I am not favoring Husein anywhere. Otherwise, my posting a comment here is really like searching for a needle in haystack. Arre jaago, ane Itihaas ma thi samazo kaink. Vaank kono chhe ane andaro andar zaghade chhe kon.

  17. vipul Says:

    M F Hussain must be declared as traitor and should be hanged till death. If constitution dont have any words like terrorist, traitor then they must include and kill this kind of psychos. NDTV is a catholic backed media channel, their channel license must be cancelled and broadcast must be stopped. I dont know which idiot author write about independence of person. The person is an uneducated illiterate idiot or congress baked pimp. Because he wrote modi backed police. hahaha Chief minister and police department are separate entities. This idiot must be aware of basic knowledge. Stop selling your pen and misguiding people and try to use pen for justice you bloody congressy pimps.

  18. Chandan Says:

    I am not able Read this Article but I have one Comment against NDTV.
    NDTV always show there program which is favored of Hindustan. Because of NDTV & IBN is operated
    By Christine Missionary they don’t want to India Will rise and Indian People become a Lead The world. I have request to all of you write one letter to Home minister of India to Ban NDTV and IBN Channel in India.

  19. yogesh Says:

    MF Hussein & viral seth are terrorists

  20. RAMDEVSINH Says:

    ND TV NE HU DESH NA DUSMAN TARIKE APMANIT KARI CABLE OPERATORS NE VINANTI KARU CHHU KE TE AA CHANNEL BANDH KARE ANE DESH NA DAREK BHAIO NE KHAS JANAVVANU KE MF HUSSAIN NI PRAVRUTI NE JAD MUL THI BANDH KARVA SARUAAT AAPNA GHARE THI KARIYE CABLE OPERATORS NE ND TV BANDH KARVA ANURODH KARIYE. DESH NA DUSMANO JO BAHAR HOY TO YUDDH KARI SAKAY PARANTU AAPNA DESH MA RAHELA DUSMANO NE DUR KARVA AAP SAU NO SAATH JARURI CHHE.

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World