Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism



Glimpse of Narendra Modi’s Mumbai felicitation Speech(Video)

મોદી માટે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કક્ષાની સુરક્ષા

નરેન્દ્ર મોદીનું શિવાજી પાર્ક ખાતે વક્તવ્ય ભારે સુરક્ષા બંદોબસ્તમાં યોજાયુ હતુ. એક માત્ર એસપીજી કવચને બાદ કરતા મોદીની મુંબઈ મુલાકાતની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને સમકક્ષ હતી. સ્ટેજથી સામાન્ય રીતે ૪૫ ફૂટના અંતરની ત્રિજ્યામાં ડી ઝોન એટલેકે નો મેન્સ લેન્ડ રાખવામાં આવે છે પણ મોદીની સભામાં સીત્તેર ફૂટનો ડી ઝોન રખાયો હતો. સ્ટેજ પર કોણ બેસશે એની સૂચિ ભાજપે પોલીસને પહેલેથી સોંપવાની હતી અને પોલીસે જણાવ્યુ હતુ કે છેલ્લી ઘડીએ એક પણ વધારાની વ્યક્તિને સ્ટેજ પર નહી આવવા દેવાય. સામાન્ય રીતે માત્ર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની પ્રેસ કોન્ફરન્સમાં એવો નિયમ હોય છે કે પત્રકારોએ પહેલેથી ફોટા આપીને ફોર્મ ભરીને પોતાના પાસ કઢાવવા પડે અને તો જ પત્રકાર ગેલેરીમાં પ્રવેશ મળે. આજે પ્રથમ વખત નરેન્દ્ર મોદીની સભા માટે આવો જ નિયમ અમલમાં મૂકાયો હતો. મોદીના આગમનના તમામ રસ્તા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના આગમન ટાણે કરાય છે એમ બંધ કરી દેવાયા હતા. અને શિવાજી પાર્ક મેદાનનો કબજો પોલીસે એક દિવસ પહેલાથી લઈ લીધો હતો.

સ્વાગત અને સ્ટેજ

મોદીના સ્વાગત માટે ગુજરાતના ગીરના સિંહોના પૂતળાવાળો રથ તૈયાર કરાયો હતો. મોદી રથ પર જ સ્ટેજ પર આવ્યા. સ્ટેજ પર બેઠેલા સૌને માથે ભગવો સાફો પહેરાવાયો હતો. આમાં સ્ટેજ પરના મહિલા ભાજપના જયવંતીબહેનને પણ સાફો પહેરાવી દેવાતા તેઓ કોમીક લાગતા હતા. સ્ટેજ ની પાછળ સેન્ટરમાં સંસદ ભવનનું કટ આઊટ રાખવામાં આવ્યુ હતુ જેના પર જય હિંદ લખેલુ હતુ. આની એક તરફ ગુજરાતનો નકશો અને બીજી તરફ મહારાષ્ટ્રનો નકશો રાખવામાં આવ્યો હતો. બંને પર જય ગુજરાત અને જય મહારાષ્ટ્ર લખેલુ હતુ. આ ઉપરાંત સ્ટેજ પર શંખ અને સુદર્શન ચક્ર પણ રાખવામાં આવ્યા હતા.

નરેન્દ્રભાઈનું રથમાં આગમન થયુ પછી તેમને હાથમાં તલવાર, સુદર્શન ચક્ર અને શંખ આપવામાં આવ્યા હતા. મોદીને શ્રી કૃષ્ણની માફક મોરના પીંછાવાળો મુગટ પહેરાવવામાં આવ્યો હતો. મોદીએ આવો મુગટ પહેરીને હાથમાં શંખ લઈ બજાવવાનો પોઝ આપ્યો હતો. બીજા હાથમાં ફરતુ સુદર્શન ચક્ર હતુ. મોદીને આ રીતે લાર્જર ધેન લાઈફ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

વક્તવ્યમાં શું હતુ?

મોદીએ તેમના વક્તવ્યમાં તેમણે મનમોહનસિંધ સમક્ષ આતંકવાદને નીપટવા અંગે ઉઠાવેલા પ્રશ્નોની વાત કરી હતી. પોટાના કાયદાથે કઈ રીતે ગુજરાતમાં અક્ષરધામ હુમલાના દોષીઓને ફાંસી ફટકારવામાં આવી તેની વાત કરી હતી. હવે ચૂંટણીઓ ડેવેલપમેન્ટના ઈશ્યૂ પર જીતી શકાય છે એમ ગુજરાતે બતાવ્યુ છે એમ કહ્યુ હતુ.મોદીએ રાહુલ ગાંધીના રોડ શોની ખીલ્લી ઉડાવી હતી અને કહ્યું હતુ કે ગુજરાત ચૂંટણીના પરિણામો બાદ સોનિયા ગાંધી બિમાર પડી ગયા હતા, ગુજરાતે તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. મોદીએ એવા લોકોને ચેતવ્યા હતા કે જેઓ ગુજરાતમાં મોદી સરકારના વિજય પછી ગુજરાતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે

Feedbacks Received to “Glimpse of Narendra Modi’s Mumbai felicitation Speech(Video)”

  1. kaushikpatel(rampur-vaso) Says:

    are jp bhai modiji madras ma su kari avya ee vishe to kai janavo

  2. yash rajput Says:

    jpbhai……
    ae photo vedio ..to muko……yaar

  3. Bhavin Says:

    Hi JP jee,
    Hope you are doing well.. My name is bhavin and basically i m from Junagadh, studied from Ahmedabad and now working in UK.(being in uk, I am as strong gujarati from my heart as someone will be in ahmedabad, borsad, chikli or visavadar)

    I am not sure, you will see my msg or not, but i want to give one messge which should reach to you.

    Just surfing thru the youtube, i have found very interesting video (about english media in india)…
    if u could take right decision reg. that and publish something related.

    The link is as this: http://www.youtube.com/watch?v=GeIFDK9BQYo&feature=related

    I really appreciate the efforts of the person, who made such alarming and eye-opening video.

  4. gujJar Says:

    gujarat,sindh,punjab,maratha,dravid,utchal,banga,
    tav subh name jage ,tav subh ashish mange,gaye tav jay gatha.
    jay he ,jay he jay jay jay jay he

    bharat,modi is coming…

  5. kirit from chicago Says:

    GOOD JOB I LIKE WHAT YOU DOING FOR GUJARATI. SACHO GUJARAT. MARD GUJARATI. GOD BLESS YOU

  6. shailesh pandya Says:

    hi
    jay jay garvi gujarat
    lagerho modi

  7. kamal from Texas Says:

    hey Plz upload full video coverage of the mumbai shivaju park raili..i am very eager to see that video….

  8. rakesh patel Says:

    jay jay garvi gujarat.
    narendra modi is a lion.
    cary on modi we r with u
    best of luck

  9. KARTIK CHAUDHARI Says:

    VERY EXCELLENT MR. JP. YOUR WORK IS RESLLY GREAT. GUJARAT NI JANATA NE GUJARAT NI THAI RAHEL PRAGATI NU BHAAN KARAVAVA ANE GUJARAT NI PRAGATI MA NARENDRABHAI MODI SAHEB NE RUKAVAT BANTA LOKO NE PAN KHABAR PADSHE KE NARENDRA MODI IS A BRAVE, HONEST, WORKOHOLIC SAPOOT OF OUR GREAT GUJARAT………… WE LOVE NARENDRA MODI, WE ARE WITH YOU CARRY ON. JAY JAY GARVI GUJARAT. THANK YOU VERY MUCH FOR ALL THIS INFORMATIONS.

  10. DIPAL M CHAPANI Says:

    NARENDRA MODI IS GREAT. HE IS BRAVE AND HONEST.
    GUJARAT IS VERY DEVELOPEING BECAUSE OF MR.MODI.
    IT IS GOOD FOR GUJARAT AND INDIA.

Leave a Feedback


Recipe


Religious


Music


Video


Audio


Text


Gujarati

About Desh Gujarat | Contact Us | | Home | Gujarat Money | Twitter updates
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World