Home » Entertainment » Music » Traditional Kutchi Jodiya Pava Instrument’s Music(Video)

Traditional Kutchi Jodiya Pava Instrument’s Music(Video)

અમદાવાદ, દેશગુજરાત

ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા દરેક વર્ષે ભાતીગળ લોકકલાકારોને એવોર્ડ આપીને સન્માનવામાં આવે છે. એવોર્ડની રકમ પંદર હજારની છે અને કોઈ પણ વ્યક્તિ તેના કુટુંબીજનના કે સંસ્થાના નામે નવો એવોર્ડ બુક કરી શકે છે. ચાલુ વર્ષે કચ્છના લાલ રાંભિયા ગ્રુપને એવોર્ડ આપવામાં આવ્યો તે પ્રસંગે અમદાવાદના ટાગોર હોલમાં આ ગ્રુપના પારંપરિક વાદ્યોનુ પરફોર્મન્સ યોજાયુ હતુ.

વિડિયોમાં આપ જોઈ રહ્યા છો કચ્છી ભાતીગળ જોડિયા પાવા કલાકારનું બીન વાદન. જોડિયો પાવો વગાડવો બહુજ કઠિન છે કારણકે એમાં બે પાઈપ્સ એટલેકે બે પાવા હોય છે. વાંસના બનેલા આ બે પાવામાં એક સાથે સતત ફૂંક મારીને જોડિયો પાવો વગાડી શકાય છે. સતત કેટલીક મિનીટો સુધી બે પાવામાં ફૂંક મારવાની અને પાછો સૂર પણ જાળવી રાખવાનો અને શ્વાસ પણ લેતા રહેવાનુ આ બધુ જોડિયા પાવા વાદનને કઠિન બનાવે છે. જોડિયા પાવાના બે પાવામાં એક પાવો નર અને બીજો પાવો માદા ગણાય છે. નર પાવામાં સતત એકધારો સ્ટેડી બેઝનો સૂર નીકળે છે જ્યારે માદા પાવામાં સાત છીદ્રો હોય છે જેના પર આંગળી રમાડીને સંગીતના સૂર રેલાવવાના હોય છે. આ વિડિયોમાં આપ સાંભળશો આ કચ્છી કલાકાર દ્વારા પ્રસ્તુત કચ્છી પારંપરિક ધૂન. તો માણો આ કચ્છી ભાતીગળ કલાકારના જોડિયા પાવા વાદનને. એ વાદનને કે જે વેસ્ટર્ન વાદ્યોના વાવાઝોડા સામે ઝડપથી લુપ્ત થઈ રહ્યુ છે.

Tag Words: Kutch , jodiya pava, traditional music instrument, Gujarat lok kala foundation, music, pava, kuthci duel flute, gujarati folk music

<< Previous Post

Comments

  1. hardik says:

    JP bhai,
    khub j saras karya ma haath dubaadya che aape.
    Kharekhar adbhut che aava vaadhyo ni mahiti .

    Ek aagrah no anurodh karu to –
    gujarati ma j lakhay evi aa website upar koi chakachak suvidha uplabdh karsho to to ‘Mauja hi mauja’

  2. premji says:

    Jay shree krshan
    Apni a web site bahuj saras gujarat na sangit ane gujarat na dharmik video ane audio mane bahuj game chhe
    drojna gujarat na chhpata samachar patro vanchva ghar betha mali rahe chhe. avi purvarti chalavva
    bhagwan apne sakti appe.
    namaste

  3. Bharat Darji says:

    જોડિયા પાવા સંભાળવા નો લ્હાવો ખરેખર ખુબજ સરસ
    આભાર
    ભરતભાઈ દરજી , ભુજ

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered by WordPress | Designed by: diet | Thanks to lasik, online colleges and seo