Story of a Gujarati Protesting on Delhi’s Foot path(Video)
દિલ્હી, દેશગુજરાત
દિલ્હીના જંતર મંતરની ફૂટપાથ પર દેશભરના નારાજ, નિરાશ અને સિસ્ટમ સામે ફરિયાદ ધરાવનારાઓ ટેન્ટ નાખીને પોતાનો વિરોધ વ્યક્ત કરતા હોય છે. અહીં માત્ર એક મંડપ હાલ ગુજરાત વિષયક વિરોધનો છે. આ છે રાજકોટ જિલ્લાના નાનકડા ગામના ભૂકંપ પિડીતભાઈ કે જે ભૂકંપ પછી રાજકોટ કલેક્ટર ઓફિસ સામે ફૂટપાથ પર ભૂકંપ રાહતમાં થયેલા ભ્રષ્ટાચાર સામે ધરણા પર ઉતર્યા હતા. તેઓ દરરોજ કલેક્ટર ઓફિસ જઈને એક આવેદનપત્ર આપતા હતા. એક દિવસ તેઓ આવેદન પત્ર આપવા ગયા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એમના ડેરા તંબુ ઉઠાવી લીધા ને માલસામાન જપ્ત કરી લીધો. આ પછી આ ભાઈએ દિલ્હી આવીને એક વર્ષથી વધુ સમયથી ધરણા શરૂ કર્યા છે પણ અહીં ગુજરાતના કોઈ નેતા એમને પૂછવાય આવ્યા નથી.
દોઢ વર્ષથી દિલ્હીની ફૂટપાથને ઘર બનાવીને રહેતા આ ગુજરાતી ગ્રામીણભાઈ ફૂટપાથ પર જ આવેલા સાર્વજનિક શૌચાલય અને સ્નાનવ્યવસ્થાનો લાભ લે છે, ફૂટપાથ પર જ એમની પત્ની રસોઈ બનાવી કાઢે છે.ક્યારેક ફૂટપાથ પર નીકળતા મોટા ઉંદરડા હેરાન કરે છે તો ક્યારેક કીડીઓ દર બનાવી કાઢે છે. ક્યારેક પોલીસ ભ્રષ્ટાચાર સામે ધરણા કરનારાઓ પાસેથી હપ્તો માંગીને ભ્રષ્ટાચારની હદ વટાવે છે તો ક્યારેક દારૂડિયાઓ હેરાન કરે છે. પણ આ ભાઈનો વિરોધ ચાલુ છે. ભૂકંપ રાહતના ગોટાળાનો નિવેડો ન આવે ત્યાં સુધી તેમણે દાઢી વધારવાની પણ પ્રતિજ્ઞા લીધી છે.
પણ આ આખા પ્રકરણની સૌથી દુ:ખદ બાબત એ છે કે આ ભાઈ ધરણા પર એમની દીકરી અને દીકરાને પણ લઈ આવ્યા છે. દીકરા દીકરી બંને ભૂકંપ પહેલા સ્કૂલે જતા હતા પણ હવે સ્કૂલ છોડીને ગામ છોડીને દિલ્હીની ફૂટપાથ પર મા બાપ સાથે દિવસો પસાર કરવા પડી રહ્યા છે. ગુજરાતે કમસેકમ આ દીકરા દીકરીની ચિંતા કરીને તેમને ફૂટપાથ પરથી છોડાવી તેઓ ફરીથી સ્કૂલમાં ભણતા થાય એ જોવુ જોઈએ.
ગુજરાત સરકારે આ ભાઈની સમસ્યાનો અંત લાવીને પરત તેમના ગામડે લાવવાનો સિન્સીયર પ્રયત્ન કરવો જોઈએ એ તો ખરૂજ પણ કમસેકમ પહેલામાં પહેલી તકે આ દીકરીને અને તેના ભાઈને ગુજરાત લાવી સ્કૂલમાં ભરતી કરવા જોઈએ. જંતરમંતરની ફૂટપાથ કે જ્યાં દેશભરના સમસ્યાગ્રસ્તો જમા થાય છે ત્યાં આ ભૂકંપ પિડીત ગુજરાતીનો ટેન્ટ લાગેલો હોય, ગુજરાતની એક દીકરી અને દીકરો સ્કૂલે જવુ હોવા છતા ફૂટપાથ પર વેડફાઈ જતા હોય એ ગુજરાત માટે પણ શોભતુ નથી અને ગુજરાત સરકાર માટે પણ.
આજે ૨૬ જાન્યુઆરીએ ગુજરાત ભૂકંપની તિથિ નિમિત્તે દેશગુજરાત તરફથી ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાત સરકારને આ વિડિયો અર્પણ છે.
























January 25th, 2008 at 8:05 pm
hello gujarati friends this is not good we need to look into this and if any connected to high profile person from gujarat please kindly tell this story and get our gujarti bhai back home with his kids…
January 25th, 2008 at 8:56 pm
This article shows where we are as a country after 60 years of independance… Its time to introspect
February 1st, 2008 at 7:25 am
|| JAI SHREE KRISHNA ||
bharat ni missionary ane isi fundeble mediane aa gujarati parivaar nathi dekhato ke jaani joine aankh aada kaan karechhe….aatankwadi-media pase koi news nathi hoti tyaare kutra ane bilaadione bhega karine biscuit nakheche ane screen upar headline aapechhe breaking news…… ane baraada maarechhe ke….”aapne kabhi kutte aur billi ko ek saath khana khate hue dekha he? to dekho india ki no one newschannel aapko yeh dikha rahi he ki kutte aur billi bhi ek saath khaana khate he…..athva to sanjay dutt ke abu saalem e aaje kaya colournu shirt,underware pehru chhe……ha ha ha ha……sharm karo….bharat ki media ane gujarati-printmedia…..sharm karo…..
kya chhe samaaj-sudharak megha patkar,arundati roy,shabana azmi,rahul bose…..??….pakistan bhaagi gaya su….??…..
thanks to jp….jp tamne amari vinanti chhe ke aa parivaarni jaan guj govt ne ane khaas karine koi gujarati samajik sansthane jaan kare…
|| JAI SHREE KRISHNA ||.
February 6th, 2008 at 10:39 pm
I am agree on his protest but the way he is doing it that is not right. He must think about his childrens future and shift his tent from Delhi to Ghandhinager.
March 18th, 2008 at 1:01 pm
This article shows where we are as a country after 60 years of independance… Its time to introspect
June 21st, 2008 at 8:03 pm
modiji nu dhyan do ro aa taraf
prashna no tarat nikal thai jase