Speech:Narendra Modi on Ramanlal Soni(Gujarati Mp3)
અમદાવાદ, દેશગુજરાત
ગુજરાતના ગઈ પેઢીના ટોચના સાહિત્યકાર, બાળવાર્તાકાર સ્વર્ગસ્થ શ્રી રમણલાલ સોનીનો જન્મશતાબ્દિ સમારંભ ૩૦ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ અમદાવાદના ભાઈકાકા હોલમાં યોજાઈ ગયો. ખીચોખીચ ભરેલા હોલમાં પ્રારંભમાં શ્રી સોનીના પરિવારના બાળકોએ પ્રાર્થના કરી. આ પછી અગ્રણી સાહિત્યકાર ડો.ધીરૂભાઈ ઠાકરનું પ્રવચન થયું જે ખૂબ લાંબુ ચાલતા ઓડિતોરિયમમાં વાતાવરણ બગડ્યુ હતુ. આ પછી સ્વ. રમણલાલ સોનીના પુસ્તક રામકથા સુધાનું અંગ્રેજી ભાષાંતર કરનાર ડો.મૃદુલાબહેન મારફતીયાનું પ્રવચન થયું. આ પ્રવચન પણ લાંબુ ચાલતા હોલમાં ઉપસ્થિત લોકોએ વારંવાર તાલીઓ પાડીને તેમને જબરજસ્તી બેસાડી દીધા. આ પછી જય વસાવડાનું વક્તવ્ય થયું. જયભાઈને લાગ્યું કે લોકો અને મંચસ્થ આયોજકો તેમને બેસાડવા ઉભા થયા છે એટલે તેમણે પાંચ જ મિનીટમાં વક્તવ્ય પતાવવાની ખાતરી આપી અને પોતાનુ વક્તવ્ય પૂર્ણ કર્યું.આ પછી લોકો જેની રાહ જોઈ રહ્યા હતા એ નરેન્દ્રભાઈ મોદીનું વકતવ્ય શરૂ થયુ. નરેન્દ્રભાઈએ રમણલાલ સોનીને અંજલિ આપતુ પ્રવચન આપ્યુ જેમાં તેમણે આપણા સમર્થ સાહિત્યકારને આપણે ડેન્માર્ક કે જર્મનીની માફક હીરો તરીકે નથી સ્વીકારતા એ વિશે પણ ખાસ્સી વાત કરી. નરેન્દ્રભાઈનું એ ગુજરાતી વક્તવ્ય અહીં પ્રસ્તુત છે.
Ahmedabad, DeshGujarat
Gujarat’s legendary writer of last era late shri Ramanlal Soni’s 100th birth anniversary was celebrated in Ahmedabad’s Bhaikaka hall in presence of chief minister shri Narendra Modi. Late shri Ramanlal Soni was Gujarat’s leading children story writer. He was also a freedom fighter. Shri Narendra Modi’s speech on this occasion is presented here. Speech is in Gujarati language.




























February 8th, 2008 at 6:44 am
Thanks, I heard my hero! Fantastic speech. I have no words to describe lecture of Narendra Modi.
All the best,
Dhiraj
November 20th, 2008 at 7:10 pm
Today, I heard Narendra Modi’s speech at the function of Ramanbhai’s Janma Shatabdi. The speech is marvelus,
He always speack with deep knowlege in all fields.We Gijarati have Garva (proud) of him.Lord Krishna give him Long Life. First of all I am thankful to founder of Internet/website/, So we can hear/see Gijarati/Hindi news/video from long .distance.Dt.20 Nov/2008.