Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Ahmedabad’s Hotel Shakunt Building Collapse(Video,Text)

-હોટેલ શકુંત એ અમદાવાદ રેલવે સ્ટેશન સામે આવેલી મિડિયમ બજેટની હોટેલ હતીે.

-ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક ઓફ ઈન્ડિયા અને ઉપરના ત્રણ માળ પર શકુંત હોટેલ આવેલી હતી.

-હોટેલમાં ચાલીસ રૂમ હતા.વીસ રૂમ દુર્ઘટના સમયે ભરાયેલા હોવાની વિગત છે.

-હોટેલના માલિક ગૌરાંગ જાની ખાડિયાની જેઠાભાઈની પોળમાં રહે છે. કરોડપતિ છે. તેમના પિતા જનસંઘ સાથે જોડાયેલા હતા. ગૌરાંગ જાની ભાજપમાં પ્રવૃત્ત છે.

-શકુંત હોટેલની બાજુમાં ખાલી પ્લોટ હતો. તેને મોતીમહેલ બેકરીના માલિક સલીમે ખરીદ્યો હતો. આ ખાલી પ્લોટમાં બાંધકામ માટે ભોંયરામાં બે માળનું પાર્કિંગ બનાવવા માટે ઉંડો ખાડો ખોદવામાં આવ્યો હતો જે હોટેલ શકુંતના પાયા કરતા પણ ઉંડો થઈ જતા હોટેલ શકુંતવાળા બિલ્ડીંગનો પાયો હલવા માંડ્યો હતો.

-૩૧ જાન્યુઆરીએ ગ્રાઉન્ડ ફ્લોરની બેંક ઓફ ઈન્ડિયાની કચેરીમાં મેનેજરની ઓફિસના પાર્ટીશનમાં તિરાડ દેખાતા મેનેજરે બેંકને અહીંથી ખસેડવાનો નિર્ણય લીધો હતો અને બેંકનું કામકાજ ન્યુક્લોથ માર્કેટ તથા રિલીફ રોડની બ્રાન્ચમાં સ્થળાંતરિત કરવામાં આવ્યુ હતુ. બેંક દ્વારા શનિવારની રાતના નવ વાગ્યા સુધી સ્થળાંતરનું કામ ચાલ્યુ હતુ. કોમ્પ્યુટરો વગેરે મહત્વની ચીજો શનિવારેજ ખસેડી લેવાઈ હતી તથા બેંક ઓફિસમાં પડેલી તિરાડોના ૪૪ ફોટા લેવડાવવામાં આવ્યા હતા.

building.jpg

-દેખીતી જ રીતે ગ્રાઉન્ડ ફ્લોર પરની બેંકવાળાઓની અક્કલ ચાલે તો ઉપરના ત્રણ માળની શકુંત હોટેલવાળાઓની પણ હોટેલ ખાલી કરાવવાની અક્કલ ચાલવી જોઈએ પરંતુ કહેવાય છે કે રવિવારે રેલવે રિક્રુમેન્ટ બોર્ડની પરીક્ષા હોવાથી બહારગામથી ઘણા વિદ્યાર્થીઓ આવશે ને હોટેલમાં રોકાશે એવી લાલચે હોટેલ માલિકે હોટેલમાં ગ્રાહકો લેવાના ચાલુ જ રાખ્યા અને રવિવારે સવારે સાડા આઠ વાગ્યે બિલ્ડીંગ પડ્યુ.

-અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોતીમહેલ હોટેલ વાળા કે જેમણે બેજવાબદારી પૂર્વક પાડોશના મકાનના પાયાથી ઉંડો ખાડો કર્યો તેથી તેમની સામે તથા હોટેલ ભયજનક હોવાની મ્યુનિસિપલ કોર્પોરેશને મૌખિક સૂચના આપી હોવા છતા તેમાં ગ્રાહકો ભરનાર હોટેલ માલિક ગૌરાંગ જાની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

dakor.jpg

ફોટામાં દેખાય છે તે છે રમણ લક્ષમણ. વીસ વર્ષનો આ યુવાન રવિવારે અમદાવાદની શકુંત હોટેલની દુર્ઘટનામાં કઈ રીતે જીવતો બચી નીકળ્યો એની કહાની રસપ્રદ છે. રમણ ચાર માળના શકુંત હોટેલના બિલ્ડીંગમાં વેઈટર તરીકે કામ કરે છે. રવિવારે સવારે તે ત્રીજા માળે હતો ત્યાં જ નીચે કાચ ફૂટ્યો અને કાઉન્ટર પરના જાલમભાઈએ બૂમ પાડી કે બધા નીચે આવી જાવ. આ સાથે જ હોટેલ શકુંતનું બિલ્ડીંગ પડ્યુ. બધો ખેલ એક સેકન્ડમાં જ થઈ ગયો પણ એક સેકંડથીય ઓછા સમયમાં રમણે વિચારી લીધું કે હોટેલમાં પગથિયેથી નીચે ગયા તો મર્યા જ સમજો. ઢળતા બિલ્ડીંગમાંથી કૂદી પડવાનું શ્રેષ્ઠ છે. આ સાથે જ રમણ સાડા ચૌદ મીટરની ઉંચાઈએથી એટલેકે ત્રણ માળ પરથી બારીમાંથી નીચે કૂદી ગયો. એ તો રમણનું નસીબ જ કહી શકાય કે એ નીચે લારી પર પડ્યો અને તેથી તેને પગે થોડો દુ:ખાવો રહે એટલુ જ વાગ્યુ બાકી તો તે ચાલતો ચાલતો જ રોડ પાર કરી ગયો. રમણ કહે છે કે તેની સાથે અન્ય એક વેઈટર ભૂરેસિંઘ પણ કૂદ્યો હતો. ભૂરેસિંઘ ગુજરાતના પંચમહાલ જિલ્લાનો વતની છે. ભૂરેસિંઘ કૂદ્યો પણ કાટમાળ પર જ પડ્યો એટલે ઘાયલ થયો અને હાલ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Feedbacks Received to “Ahmedabad’s Hotel Shakunt Building Collapse(Video,Text)”

  1. KIRIT FROM CHICAGO Says:

    MONEY HUNGRY STUPID GAURANG JANI AND STUPID SALIM OWNER OF MOTI MAHEL BAKERY. THIS IS EXAMPLE FOR OTHERS THAT STUPIDITY CAUSE LIFE OF INNOCENT PEOPLE.

  2. DEVANG BHATT Says:

    andar su khel chalu hata, loko ne su halat ma bahar kadya, te pan lakho jp saheb.

  3. kartik Says:

    andar su khel chalu hata tenu tare su kam chhe? tu amne bani gayo ? badhane open kari tare su ladavo levo chhe? bagavan ne prathna kar badhane sari budhi ape ane saruat tara thi j kare…
    jay si ksrishan ommmmm…………..

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World