Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Ahmedabad in Chilled Cold Wave Curfew(Gujarati Text)

ફેબ્રુઆરીના આ દિવસે આટલી ઠંડી ક્યારેય પડતી નથી:
અમદાવાદમાં ઠંડીનો કરફ્યુ:ન્યૂનતમ તાપમાન દિવસે સાત

અમદાવાદ, દેશગુજરાત

અમદાવાદમાં બુધવારે(૬ ફેબ્રુઆરી) અભૂતપૂર્વ ઠંડી હતી. ન્યૂનતમ તાપમાન ૭ ડીગ્રી સેન્ટીગ્રેડે પહોંચી ગયુ હતુ. દિવસ દરમિયાન જ એવી ઠંડી હતી કે લોકોને રાતની ઠંડીનો અનુભવ થઈ જતો હતો. વાત જો રાતની કરીએ તો અમદાવાદમાં સાંજની શરૂઆતથી જ કરફ્યુ જેવી સ્થિતિ હતી. રસ્તાઓ સૂમસામ હતા. દુકાનો ઘરાકી વગરની ભાસતી હતી. બગીચા ખાલીખમ હતા અને સદા જોવા મળતા પ્રેમપંખીડા પણ ગુમ હતા.

જેમની પાસે કાર હોય તેઓ પણ જરૂરી કામકાજ હોય તો જ બહાર નીકળતા હતા. જેમની પાસે બે પૈડાનું વાહન હોય તેઓ સામો પવન બહુ ન વાય એ માટે ધીમુ ધીમુ ચલાવતા હતા. હાથમોજા પહેર્યા સિવાય વધુ અંતર સુધી બે પૈડાનું વાહન ચલાવવુ અતિ કઠિન હતુ કારણકે હાથ બરફ જેવા થઈ જઈને જકડાઈ જતા હતા.ફૂટપાથ પર ઉંઘનારાઓ આમ તો બહારની ઠંડીથી ટેવાયેલા હોય છે પરંતુ આજની અભૂતપૂર્વ ઠંડી ટાણે તેમણે પણ જ્યાં આશરો મળ્યો ત્યાં ઘૂસી જઈને પોઢવાનુ જરૂરી માન્યુ હતુ.

અમદાવાદમાં સાંજે જોવા મળતી રેસ્ટોરન્ટોમાં, લારીઓ પરની ભીડ ગાયબ હતી. ફિલ્મ થિયેટરો સૂમસામ હતા. કેટલાક થિયેટરોમાં તો એક પણ દર્શક ન મળવાના કારણે શો રદ કરવા પડ્યા હતા. સૌથી વધુ મોજ ગરમ કપડાનો વેપાર કરનાર તિબેટીયન બજારમાં જોવા મળતી હતી કારણકે આ વખતે ઠંડીના લંબાયેલા દૌરને કારણે તેમને ખૂબ જ સારી ઘરાકી થઈ રહી છે. લોકો એક પર એક ચાર અને પાંચ કપડા(ગંજી, ટીશર્ટ, પુલઓવર, બંડે, કોટ) પહેરીને બહાર નીકળેલા જોવા મળતા હતા. બુધવારની રાત્રે અમદાવાદમનું એક પણ ઘર એવું નહીં હોય કે જેની બારી ખુલ્લી હોય. અત્યંત ઠંડીને કારણે બંધ બારી-બારણા વચ્ચે લોકો ઠંડી ફર્શને કારણે સ્લીપર પહેરીને ફરતા હતા.

શિયાળામાં સામાન્ય રીતે આપણે રેફ્રીજરેટરનું ઠંડુ પાણી પીતા નથી પરંતુ બુધવારે તો એવી ઠંડી હતી કે માટલાનું પાણી જ ફ્રીઝ જેવુ ઠંડુ થઈ ગયુ હતુ. મહેમાનને પાણી આપીએ તો સામો પ્રશ્ન કરે કે ભઈ ફ્રીઝનું પાણી કેમ લાવ્યો?

દરમિયાન ગરીબોની હાલત ચિંતાજનક બની રહી હતી. ખાસ કરીને સાબરમતી નદીના પટમાં વસેલા ઝૂંપડામાં તો લોકો ઘરની અંદર ઠંડીથી ધ્રૂજતા હતા.અમદાવાદમાં બુધવારે ન્યૂનતમ તાપમાન ૭ અને મહત્તમ ૨૨ રહ્યુ હતુ જ્યારે ગુરૂવારે તાપમાન વધુ નીચુ જઈને સાત અને એકવીસ અરપર જવાની તથા શુક્રવારે ૮ અને બાવીસ રહેવાની સંભાવના છે.

Feedback received to “Ahmedabad in Chilled Cold Wave Curfew(Gujarati Text)”

  1. Vivek Says:

    I’ve heard a lot about this year’s winter. This is scary. But, check out this news article from CityTV.ca. It talks about the snow strom that’s dumping a lot of snow in Toronto, Canada.

    http://www.citynews.ca/news/news_19316.aspx

    Hopefully, this will make you little warm !

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World