Gujarati Recipe Vangi Rasoi Dishes: Kuler (કુલેર)

કુલેર

આમ તો આ કુલેર શ્રાવણ મહિનામાં નાગપંચમીના પ્રસંગે ખાવામાં આવે છે પણ જેમને એક વખત કુલેરનો સ્વાદ જીભે ચડે છે એ તો વર્ષના બાકીના ૧૧ મહિનામાં પણ કુલેર ખવા તલપાપડ હોય છે. એટલે જ કદાચ સિંગાપુરથી પ્રેરણાબહેને તેમના પતિ માટે એમને ભાવતી કુલેરની રીત પૂછી છે. તો લો આ રહી ગળી ગળી બાજરાની કુલેરની લાડુડીની રીત.

સામગ્રી: ૧ કપ બાજરીનો લોટ, ચોથા ભાગનો કપ ઘી અને અર્ધો કપ બુરું ખાંડ કે ગોળ

રીત:થાળીમાં ઘી લઈને એને ફીણી નાખો. પછી તેમાં બૂરું ખાંડ નાખીને ફીણો. બૂરું ખાંડને બદલે ગોળનો ઝીણો ભૂકો કરીને પણ નાખી શકો છો.

આમાં બાજરીનો લોટ નાખીને બેઠી લાડુડી વાળી દો.

કુલેર તૈયાર. આવો રંગ અને સ્વાદ મળે બીજા કશામાં? ના.

(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine mithai Cooking recipe, Ahmedabad Gujarat.