Kutch Carnival Parade & Hamirsar Lake of Bhuj(Video)
Bhuj, DeshGujarat
Kutch Carvnival is celebrated every year in winter around Hamirsar Lake, Bhuj. Here is a short film on Hamirsar Lake.
Bhuj, DeshGujarat
In this second video you can watch Kutch carnival parade’s glimpses. Kutch carnival parade had 58 participant teams in year 2008 and around 60 participant teams in 2007. Different teams exhibited dance, music, body tricks, cultural affairs, traditional way of life etc. To witness this parade, people of whole Bhuj city were gathered around Hamirsar lake.
***
ભુજ, દેશગુજરાત
ઊપરના બે વિડિયોમાં આપ જોઈ શકશો કચ્છ કાર્નિવલનો નજારો. કચ્છ કાર્નિવલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલો ઉત્સવ છે. વિડિયોમાં કચ્છ કાર્નિવલ – ૨૦૦૮ના દ્રશ્યો છે. પ્રથમ વિડિયોમાં કચ્છના પાટનગર શહેર ભુજના હમીરસર તળાવની વાત છે. હમીરસર તળાવનું ભુજમાં એટલુ મહત્વ છે કે ચોમાસામાં હમીરસર તળાવ છલકાય તો ભુજમાં રજા જાહેર કરવાની પરંપરા છે. આ પરંપરા આમ તો રાજાશાહી જમાનાની છે પરંતુ હાલ પણ તે ચાલુ છે. જેમ કે ૨૦૦૬ના ચોમાસામાં એક જ ચોમાસામાં હમીરસર ત્રણ વખત ઓગન્યુ હતુ અને જિલ્લા તંત્રએ અસાધારણ રજાની જાહેરાત કરી હતી. હમીરસર તળાવ ઓગને ત્યારે ભુજ આખાની પ્રજા તેના કિનારે ભેગી થાય છે અને મિઠાઈ વહેચાય છે. ઓગનેલા તળાવની પૂજા કરીને તેને રાજવી કુટુંબ દ્વારા વધાવવામાં આવે છે. ઘરે ઘરે ગળી વાનગી રંધાય છે. તળાવ કિનારે તો જાણે મેળો જ ભરાઈ જાય છે.
એક જમાનો હતો કે જ્યારે આખા ભુજમાં કેટલા વાગ્યા એટલેકે સમય શું થયો એની જાણકારી હમીરસરના કિનારે મૂકેલી તોપથી મળતી હતી. તોપચીઓ દરરોજ મધ્યાહને બાર વાગ્યે તોપ ફોડીને કામકાજમાં એક કલાકના વિરામની જાહેરાત કરતા હતા.
હમીરસર તળાવની વચ્ચે રાજેન્દ્ર બાગ આવેલો છે જેમાં કચ્છ કાર્નિવલનું ભોજન યોજાતુ હોય છે.
***
ભુજ, દેશગુજરાત
બીજા વિડિયોમાં હમીરસર તળાવની ફરતે યોજાતા કચ્છ કાર્નિવલના દ્રશ્યો છે. કચ્છ કાર્નિવલ અંતર્ગત સ્કૂલો, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને આર્મી, એરફોર્સ તથા બીએસએફ સુદ્ધા પોતપોતાની અભિવ્યક્તિનું પ્રદર્શન કરે છે. આ પ્રદર્શન ટેબ્લો સ્વરૂપે, નાચ કે સંગીત સ્વરૂપે, પરંપરાગત પોષાક, જીવન શૈલી કે બીજા કોઈ પણ સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. તળાવની ફરતે લોકોની હકડઠેઠ મેદનીની હાજરીમાં કાર્નિવલ ફરતો રહે છે. હમીરસરના કિનારાને આ પ્રસંગે રોશનીથી શણગારવામાં આવે છે. તળાવમાં લેસર શો, હોડીઓના શણગાર, આકાશમાં આતશબાજી આ બધુ તો ખરૂંજ. કચ્છ કાર્નિવલ ગુજરાત ટુરિઝમ અને કચ્છ કલેક્ટરેટ દ્વારા યોજાતા રણ ઉત્સવના પહેલા દિવસે દર વર્ષે શિયાળામાં યોજાય છે.















