Gujarat’s Annual Budget - Year 2008-09(PDF Files Downloads)
Gandhinagar, DeshGujarat
Finance minister of Gujarat Shri Vajubhai Vala presented annual budget of Gujarat - 2008-09 in Gujarat Vidhansabha. Here is complete detail about it. Click over links below and you will get pdf files full of related details. These files below are not just budget allocation details but a blue print about how government of Gujarat functions. So, no more relying on experts. You have it all here. Asses Gujarat Budget 2008 yourself.
Finance Minister Vajubhai Vala’s Budget Speech(Gujarati 1)
Finance Minister Vajubhai Vala’s Budget Speech(Gujarati 2)
Finance Minister Vajubhai Vala’s Budget Speech(English 1)
Finance Minister Vajubhai Vala’s Budget Speech(English 2)
Annual Financial Statement (Budget)
Receipt under Consolidated Fund & Transaction under Contigency Fund & Public Accounts, etc.
Food, Civil Supplies & Consumer Affairs
Legislative & Parliamentary Affairs
Narmada, Water Resources, Water Supply & Kaplsar - Volume 1
Narmada, Water Resources, Water Supply & Kalpsar - Volume 2
Panchayats, Rural Housing & Rural Development
Sports Youth & Cultural Affairs
Urban Development & Urban Housing
Social Justice & Empowerment 1
Social Justice & Empowerment 2
Social Justice & Empowerment 3
Supplimentary Statement of Expenditure
Supplimentary Statement of Expenditure
અમદાવાદ, દેશગુજરાત
આહહા, શું કમાલ છે આ ટેકનોલોજીનો !! જે દસ્તાવેજો એક સમયે માત્ર સરકારના બાબુઓ અને પત્રકારોને જ ઉપલબ્ધ રહેતા હતા તે બજેટના દસ્તાવેજો, બજેટનો આખો અહેવાલ ઈન્ટરનેટના માધ્યમથી અહીં સામાન્ય માણસને સુલભ થઈ જાય છે. ગુજરાત રાજ્યના માહિતી ખાતાને ખરેખર ગુજરાત સરકારના વાર્ષિક બજેટના સંપૂર્ણ અહેવાલને ઈન્ટરનેટ મારફતે જાહેર જનતા સમક્ષ મૂકવા બદલ અભિનંદન આપીએ એટલા ઓછા છે.
ઉપરની બજેટની વિભાગવાર ફાઈલોની લીંક પર ક્લીક કરતા જ આપ પીડીએફ ફાઈલમાં જેતે સરકારી વિભાગનું વર્ષ ૨૦૦૮-૦૯નું બજેટ જોઈ શકશો અને જાતેજ તેનું વિશ્લેષણ કરી શકશો.
અમદાવાદની ગુજરાત કોલેજમાં ફર્નીચર આવશે કે નહીં ? જામનગરના પોલીસ સ્ટેશનમાં નવો સ્ટાફ આવશે કે નહીં ? આવા બધા પ્રશ્નોના જવાબ વાર્ષિક બજેટના દસ્તાવેજમાંથી મળે છે.
ઉપરના બજેટના દરેક દસ્તાવેજમાં આપને શરૂઆતનો ભાગ ન સમજાય અને વધુ પડતો આંકડાકીય લાગે તો ડરી ન જશો. પાછળનો નવી દરખાસ્તોનો કે પ્રથમ જ વખત મૂકવામાં આવતી દરખાસ્તોનો વિભાગ વાંચી જજો. રાજ્ય સરકાર દરેક વિભાગમાં/ખાતામાં આ વર્ષે શું કરવા માંગે છે એ આ બાબત વાંચવાથી સ્પષ્ટ થાય છે.
જેમ કે ગૃહ વિભાગ એટલેકે પોલીસ વિભાગનું બજેટ વાંચશો એટલે આપને જાણવા મળશે કે ગોધરા શહેરમાં હવે સરકાર એકના બદલે બે પોલીસ સ્ટેશનો સ્થાપી રહી છે. બીજા નવા પોલીસ સ્ટેશનમાં કેટલો સ્ટાફ હશે અને તેનો ખર્ચ શું થશે એ સુદ્ધા આપને બજેટના દસ્તાવેજથી જાણવા મળશે. આ જ રીતે શિક્ષણ વિભાગનું ઉદાહરણ લઈએ તો નવા કામોની વિગતમાં આપને જાણવા મળશે કે રાજ્ય સરકાર વર્ષે સૌથી વધુ ખર્ચ શાળાઓને વીજળી આપવા માટે કરવાની છે. ઉપરાંત આપને એ રસપ્રદ વિગત પણ જાણવા મળશે કે રાજય સરકાર આ વર્ષે તમામ સેકન્ડરી શાળાઓમાં(સરકારી અને સરકારી ગ્રાન્ટથી ચાલતી) પચ્ચીસ હજાર રૂપિયાનું ટીવી અને પાંચ હજાર રૂપિયાનું ડીટીએચ કનેક્શન આપવાની છે. હવે આપ પોતે જ વિશ્લેષક બનીને કહી શકો કે સેકન્ડરી સ્કૂલોમાં પંદર કરોડ રૂપિયા ખર્ચીને સરકારે ટીવી આપવાની જરૂર શું છે? ટીવી આપવામાં પંદર કરોડ ખર્ચ અને ગુજરાત યુનિવર્સિટીને વિશ્વસ્તરની બનાવવા માટે માત્ર બે કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો ?
પત્રકારોને બાજુએ મૂકો, આપ પ્રબુદ્ધ જન તરીકે આ બજેટનું જાતેજ વિશ્લેષણ કરી શકો. આપ જાતે જ પ્રશ્ન ઉઠાવી શકો કે ગુજરાતમાં જીસીઆઈઆરટી નામની સંસ્થા છે ત્યારે બાલગોકુલમ નામનું નવુ ડીંડક કેમ સરકાર ઉભુ કરવા માંગી રહી છે? બાલ ગોકુલમ વિશે બજેટના દસ્તાવેજમાં ક્યાંય યુનિવર્સિટી શબ્દ વપરાયો નથી છતા દરેક છાપાએ બજેટનો અહેવાલ લખતી વખતે ચિલ્ડ્રન યુનિવર્સિટી શબ્દ કેમ વાપર્યો છે? બજેટના ઉપરોક્ત દસ્તાવેજોને ફેંદતા આપ આવા પ્રશ્નો ઉઠાવી શકો છો. ટેકનોલોજીની મજા છે ભઈ.



















