અમદાવાદ, દેશગુજરાત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા કુલદીપ યાદવની અટક પરથી તો લાગે કે તે ઉત્તર પ્રદેશના હશે. વાત સાચી છે. કુલદીપ યાદવ જન્મે(૧૯૬૬માં જન્મ) અને વતને તો ઉત્તરપ્રદેશના દહેરાદૂનના જ્. પરંતુ વર્ષો પહેલા તેમના પિતા નાનકચંદ યાદવની અમદાવાદના ઓએનજીસીમાં બદલી થઈ અને આખું પરિવાર અમદાવાદમાં વસી ગયું. અમદાવાદ તો છે એવું કે લોકો તેમનું વતન ભૂલી જાય. એટલે યાદવ પરિવારનો દીકરો કુલદીપ યાદવ સ્થાનિક ગુજરાતી સ્કૂલમાં જ ભણ્યો અને ગુજરાત કોલેજમાંથી ગ્રેજુએશન તથા પછી એલએલબીની પરીક્ષા પૂરી કરી. આ પછી કુલદીપ અમદાવાદની ભદ્ર કોર્ટમાં માનસિંગ વકીલ પાસે ટ્રેનીંગ લેવા જવા માંડ્યો.
આ જ દરમિયાન કુલદીપની ઓળખાણ એક નાયર નામના ભાઈ સાથે થઈ. તે સમયે અમદાવાદના મેઘાણીનગરમાં ભારતની ગુપ્તચર સંસ્થાની ઓફિસ હતી એમાં આ નાયર કામ કરતો હતો. નાયરની ઓળખાણથી કુલદીપને ભારતની જાસૂસી સંસ્થામાં જોડાવવાની ઓફર આવી અને કુલદીપે એક દિવસ ઘરે કહ્યું કે તેને દિલ્હીમાં નોકરી મળી છે. ૧૯૮૯નું એ વર્ષ હતું કે જ્યારે કુલદીપ ઘરે શેની નોકરી મળી છે એ કહ્યા વગર જ દિલ્હી જતો રહ્યો. દિલ્હીનું ન તો તેના ઘરના પાસે કોઈ સરનામું કે ન જ ટેલિફોન. બે ત્રણ મહિના પછી કુલદીપ એક વખત ઘરે આવ્યો અને પછી બે વર્ષ પછી અચાનક જ એક સાંજે ઘરે આવ્યો અને સવારે તો દિલ્હી પાછો ફરી ગયો.૧૯૯૧નું એ વર્ષ હતું. ઘરનાને તો હજુ ખબર ન હતી કે કુલદીપ શું કરે છે. દર અસલ ભારતની ગુપ્તચર સંસ્થા “રો” દ્વારા તેને કહેવામાં આવ્યું હતું કે પોતે શું કરે છે એ પોતાના પડછાયાને પણ ખબર નહીં પડવું જોઈએ એવું આ કામ છે. અને કુલદીપે આનું જ પાલન કર્યું હતું.
દિલ્હીના ગ્રેટર કૈલાશમાં ચાલેલી ટ્રેનીંગ દરમિયાન એક રાત્રે કુલદીપને ભારતની સરહદ પાર કરાવીને પાકિસ્તાન મોકલવામાં આવ્યો પરંતુ માત્ર દસ દિવસ માટે. ટ્રેનીંગ પૂરી થયા પછી કુલદીપને પાકિસ્તાન મિશન પર મોકલવામાં આવ્યો જ્યં ત્રણ વર્ષ અને ત્રણ મહિના સુધી ભારત માટે સખત કામ કર્યા પછી તે પાકિસ્તાની સેનાના હાથે ઝડપાઈ ગયો, પકડાઈ ગયો.
પાછા અમદાવાદ આવીએ તો કુલદીપના અમદાવાદમાં રહેતા માતા પિતા બહેન અને નાના ભાઈ એ બધાને કુલદીપ દિલ્હીમાં છે એવું જ મનમાં હતું પરંતુ વર્ષો વીત્યા છતા તેની કોઈ માહિતી ન આવતા પોલીસ સ્ટેશનમાં કુલદીપ ગુમ હોવા અંગે ફરિયાદ નોંધાવી. કુલદીપના ઘરડા પિતાએ તો દીકરાના કોઈ પણ સગડ મળે એ માટે ખાસ્સી દોડધામ કરી પરંતુ તેનું કોઈ પરિણામ ના આવ્યું.
એક દિવસ અચાનક જ ચાંદખેડાના કુલદીપના ઘરે પત્ર આવ્યો જે સાવ જ ચીમળાયેલી હાલતમાં હતો અને તેના ચાર ટુકડા થઈ ગયા હતા. આ પત્રમાં માત્ર એટલું લખેલું હતું કે ચિંતા ન કરતા, દેશની સુરક્ષાન અકાજે ફરજ બજાવતા હું પાકિસ્તાનની જેલમાં આવી પડ્યો છં. આ વર્ષ હતું ૧૯૯૭નું. અને કુલદીપના ઘરનાને ખરેખર તો હવે માલૂમ થયું કે કુલદીપ જાસૂસ તરીકે કામ કરતો હતો અને પાકિસ્તાનની જેલમાં છે. આ પછી એક વરસાદી દિવસે અચાનકજ બે માણસો કુલદીપના ઘરમાં આવ્યા અને કહ્યું કે કેકેને (કુલદીપ લાહોરની કોટ લખપત જેલમાં કેકેના નામે ઓળખાય છે)બે વર્ષ સુધીતો અંધારી જગ્યાએ રાખ્યો હતો અને તેમાં તેને ટીબી થઈ ગયો છે. તેણે બે વર્ષ અજવાળું જોયું પણ ન હતું. પાકિસ્તાનની જેલમાં દવાઓ આપતા નથી, કપડા આપતા અથી, પત્ર લખવો હોય તો કાગળનો ટુકડો મળતો નથી.
આ વાત સાંભળીને કુલદીપના ઘરનાઓએ અમદાવાદથી દવાઓ, કંબલ વગેરે સામાન પાકિસ્તાન મોકલી આપ્યો. કુલદીપના પિતાએ ગાંધીનગરના ધક્કા ખાવાના શરૂ કર્યા. તે વખતે શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા.તેમના લોક દરબારમાં કુલદીપના પિતા અવશ્ય જાય અને કુલદીપને છોડાવવાની માંગણી રજૂ કરે.
દીકરા પાછળની દોડધામમાં છેવટે કુલદીપના પિતા નાનકચંદનું અવસાન થયું. અવસાનના સમાચાર વર્ણવતો પત્ર કુલદીપને લાહોર લખવામાં આવ્યો પરંતુ એ તેને તુરંત મળ્યો નહીં. આવું એ વાત પરથી ફલિત થાય છે કે એક વર્ષ પછી પાકિસ્તાનની કેદમાંથી છૂટીને આવેલા એક કેદીએ કુલદીપની હાલત વર્ણવતો પત્ર લખ્યો તો તે કુલદીપના પિતાને સંબંધીને લખ્યો હતો.
આ પત્રમાં આ કેદીએ લખ્યું હતું કે લાહોરની જેલનો ડેપ્યુટી અન્દ સુપરીટેન્ડેન્ટ જાલિમ મક્કાર છે. જ્યારે ભારતના પાકિસ્તાન સ્થિત રાજદૂતાવાસમાંથી કોઈ જેલમાં ભારતીય કેદીઓને મળવા આવે ત્યારે ભારતીય કેદીઓને છુપાવીને તેમના બદલામાં પાકિસ્તાની કેદીઓને ઉભા કરી દેવામાં આવે છે. કેદીઓ મોતીનો સામાન, બંગડીઓ બનાવીને મહેનત કરે છે. આ પત્રમાં એવી વાત પણ હતી કે કુલદીપ વિશેની માહિતી પાકિસ્તાનને તેના ફોટા સાથે મળી ગઈ હતી.
૨૦૦૫માં કુલદીપે અમદાવાદ દૂરદર્શનને એક પત્ર લખ્યો હતો અને પોતાની હાલત વર્ણવી હતી. હમણાં રાજકોટમાં સંગઠન ચલાવતા એડવોકેટ પાલ પાસે પાકિસ્તાનની જેલમાંથી રિહા થયેલા એક ભારતીય જાસૂસ કેદી આવ્યા તેમણે શ્રી પાલની રાજકોટમાં મુલાકાત લીધી અને તેમણે કહ્યું કે જેલમાં અમદાવાદથી કુલદીપ યાદવ નામનો કેદી પણ છે. શ્રી પાલે તપાસ કરાવી અને તેઓ અને અમદાવાદનું કુલદીપનું પરિવાર એકમેકને મળી ગયા. શ્રી પાલે ત્યાર પછી પાકિસ્તાનની જેલમાં કુલદીપને દિલાસાનો પત્ર લખી મોકલાવ્યો.કુલદીપે હમણાં તેનો ચાર પાના ભરીને ઉત્તર આપ્યો છે જેમાં તેણે એવી ચોંકાવનારી વાત કહી છે કે તેને ભારતની જાસૂસી સંસ્થા તરફથી એક રાતી પાઈ પણ મળી નથી.
જ્યારે દેશગુજરાતે અમદાવાદમાં કુલદીપના ઘરની મુલાકાત લીધી ત્યારે તેની વિધવા માતાએ કહ્યું કે મારો દીકરો મારા જીવતાજીવત મને જોવા મળશે કે કેમ? મારા દીકરાએ ના જુવાની ભોગવી, ના લગ્નને પામ્યો, દેશ ખાતર એક જિંદગી ખર્ચી નાંખી. બદલામાં તેને શું મળ્યું ? ટીબીનો દર્દી છે અને ત્યાં જેલમાં દવા પણ નથી મળતી. આટલો મોટો ભારત દેશ છે અને મારા રાષ્ટ્રભક્ત છોકરાને છોડાવવામં સક્ષમ નથી? પાકિસ્તાનીઓ કંદહાર કરીને ત્રણ કેદીઓને છોડાવી જાય છે. ભારત કુલદીપ અને એવા બીજા ભારતીયોને પાકિસ્તાન પાસેથી છોડાવી ન શકે ? અહીં પાકિસ્તાનના કેદમાં હોય એવા જાસૂસોને છોડીને બદલામાં ભારતના જાસૂસોને મુક્ત ન કરાવી શકાય ?
કુલદીપે હમણાં રાજકોટના એડવોકેટ અને પાકિસ્તાનની જેલમાં બંધ તથી યુદ્ધમાં ગુમ થયેલા ભારતીયો માટે સંગઠનમાં પ્રવૃત્ત પાલ સાહેબને મોકલેલો ચાર પાનાનો પત્ર અહીં આખેઆખો હાજર છે. જયહિદથી શરૂ થતો પત્ર જયહિંદથી જ પૂરો થાય છે. અને વચ્ચે વર્ણન છે એક એવા યુવાનનું કે જેણે આખી જિંદગી રાષ્ટ્ માટે ફના કરી છે.વાંચો દિલને હચમચાવનારા પત્રને આખેઆખો કુલદીપનીજ ભાષામાં…
***
જયહિંદ
માનનીય વકીલ શ્રી પાલ સાહેબ
ને નમન
વકીલ સાહેબ મને તમારો કાગળમળ્યો એ વાંચીને મને ઘણો આનંદ થયો અને હું તમારો આભારી છું કે તમે મને કાગળ લખ્યું. ખરેખર તમારો કાગળ વાંચતા મને એમ લાગ્યુ કિ કોઈ અધિકારી અથવા કોઈ વકીલ નથી પાન આ કાગળ મારા મોટા ભાઈએ મને લખ્યુ છે એટલા માટે મને એ સમજ આવતી નથી કિ હું તમને વ્હાલા મોટા ભાઈ લખૂં કિ વકિલ સાહેબ.
But in the both metter you are very very most respected person for me. That is why I write you “sir”, Sir! first of all I’m very very sorry because of this time I don’t know my prosper and sweet language Gujarati. Actually I left my sweet home Gujarat in 1989 and for that time to till now I have no chance to stand my sweet language Gujarati. And now I speak and write mix language as like Punjabi, Urdu, English etc. Therefore once again I am sorry and request you please try to understand my broken language. I’m writting my story in short.
સર ! મારી નાની બેન રેખા અને મારા નાના ભાઈ તમને મળવા માટે અમદાવાદથી ગયા હરા એટલે તમને આ ખાતરી છે કે હું “યાદવ કુલદીપ કુમાર દી સ્વ.શ્રી યાદવ નાનકચંદ, એ/૨૫ ગોપાલનગર, પ્રેરણા હિન્દી સ્કૂલની બાજુમાં, ગાંધીનગર-૨૪ ગુજરાતનો નાગરિક છું. અને આ પણ “સેન્ટ્રલ જૈલ, કોટ લખપત, લાહૌરથી લખી રહ્યો છું.
૧૯૮૮-૮૯ સુધીમા મારા ઘર-પરિવારની સ્થિતિ સારી ન હતી અને આ સમય માંજ મારે ઓળખાણ એક એવા માણસ સાથે થઈ જે “ભારતીય ગુપ્તચર એજન્સી-રો”ના કર્મચારી હતા. એ માણસ મારી ઓળખાણ એક બીજા અધિકારી સાથે કરાવી દીધી અને એ અધિકારી મને પોતાની સાથે લઈ ૧૮ ઓગસ્ત ૧૯૮૯માં દિલ્હી આવી ગયો. દિલ્લીમા મને અલકાપુરી અને એમ-૬૯ ગ્રેટર કૈલાશ પાર્ટ-૨મા આવ્યા અને ટ્રેનિંગ શરૂ થઈ, ટ્રેનીંગ થઈ ગયા પછી ૧૪ માર્ચ ૧૯૯૧માં મને પાકિસ્તાન મોકલવામાં આવ્યા.
આ ટ્રેનિંગ ના સમયમાં મને ૧૬૦૦ રૂપિયા પગાર તરીકે આપવામાં આવતા હતા. ખાતા દ્વારા મને આ જાણકારી આપવામાં આવી હતી કે ટ્રેનિંગ ખલાસ થયા પછી મારી પગાર ૩૫૦૦ થઈ જશે. પરંતુ જ્યારે ટ્રેનિંગ પૂરી થઈ ત્યારે મને જણાવવામાં આવ્યું કે સરકાર દ્વારા તમારી પગાર વધારવામાં આવી છે એટલે તમારી પગાર ૪૫૦૦ છે. પણ મને આ વાત નો દુ:ખ છે કે માર્ચ ૧૯૯૧થી અત્યાર સુધી “રો અને ભારત સરકાર” તરફથી મને અથવા મારા પરિવારને એક પૈસો પણ આપવામાં આવ્યો નથી.
પાકિસ્તાનમાં આવ્યા પછી મૈં લગાતાર ૩ વર્ષ ૩ મહિના સુધી દેશનો સેવા અને સુરક્ષા કામોમા સંલગ્ન હતો અને દુર્ભાગ્ય વશ ૨૩ માર્ચ ૧૯૯૪માં પાકિસ્તાન આર્મીએ મને ગિરફ્તાર કરી લીધી.
ગિરફ્તાર કર્યા પછી મને પાકિસ્તાન આર્મી ના સેલોમા રાખવામાં આવ્યા અને ત્યાં કઈ કઈ જાતના ટોર્ચર કરવામાં આવે છે આ બધું પત્રમાં વર્ણન કરવું શક્ય નથી. ૨૧ મહિના પછી મને સેલોમાંથી નિકાળીને ક્વર્ટર ગાર્ડમા બન્દ કરવામાં આવ્યુ. અને મારા ઉપર કોર્ટ માર્શલ શરૂ થયુ અને ઠીક ૮ મહિના પછી મને ભારતીય જાસૂસ હોવાના આરોપમાં આજીવન કારાવાસ અર્થાત ૨૫ વર્ષની સજા સંભળાવવામાં આવી.
આ સંપૂર્ણ કેસમાં સ્વથી અગત્યની વાત એ છે કે મારા વિરૂદ્ધ કોર્ટમાં એફ.આઈ.યુ(ફિલ્ડ ઈન્ટેલીજન્સ યુનીટ)દ્વારા કોઈ પણ જાતના સબૂત અને ગવાહ પેશ કરવામાં આવ્યા નથી. એફ.આઈ.યૂ મારા વિરૂદ્ધ ગવાહ અને સબૂત પ્રસ્તુત કરવામાં નિષ્ફળ થઈ હતી. છતા પન મને આટલી મોટી સજા આપી દીધી.(ખરેખર પાકિસ્તાનમા કાનૂન નામની વસ્તુ છે જ નથી)ચઃઅતા પાન મને પાકિસ્તાનથી કોઈ શિકાયત નથી કારણકે હૂં પાકિસ્તાનના શત્રુદેશથી સંબંધિત છું. અને દુશ્મન સાથે જે કાંઈ કરવામાં આવે છે એ અમારી સાથે થઈ રહ્યું છે.
પાકિસ્તાનની તો વાત જ જવા દો ભારત પ્રશાસન પાન અમારી સાથે અમાનવીય વ્યવહાર કરે છે. સોતેલી માં જેવો વર્તાવ કરે છે. કારણકે ૧૮ એપ્રિલ ૨૦૦૧ના દિવસે સંસદની કાર્યવાહીમાં એક પ્રશ્નના ઉત્તર આપવા તે સમયના વિદેશ મંત્રી “શ્રી જશવંત સિંહ” દ્વારા આ બ્યાન આપવામા આવ્યા હતા કિ પાકિસ્તાનની જૈલોમા બન્દ સમસ્ત ભારતીય નાગરિકોને ભારત સરકાર દરેક પ્રકારની સુવિધા અને સહાયતા આપી રહી છે. ખરેખર એવું છે…જ નથી.કારણકે ભારત સરકાર તરફથી અમને કાંઈ પાન જાતની સગવડ આપવામાં આવતી જ નથી અહીંમાં અમારા માટે મુખ્ય વસ્તુ સગવડ નથી. અમને કોઈ પણ જાતની સગવડ ભારત પ્રશાસનથી નથી જોઈએ. અમને આવશ્યકતા છે ફક્ત રિહાઈની. ભારત પ્રશાસન અમને પાકિસ્તાની જેલથી રિહા કરાવીને અમને અમારા ઘેર મોકલે કારણકે અમે દેશની સુરક્ષા માટે કાર્ય કર્યું છે.
મૈં પોતાની જાન હથેળી ઉપર રાખીને ૧૨૫ કરોડ ભારતવાસીઓની સેવા કરી છે અને ખરેખર મને દુ:ખ છે કિ ૧૨૫ કરોડ જનતામાંથી ૧૨૫ માણસ પણ એવા નથી જ ભારત પ્રશાસનથી માંગણી કરે કિ વિદેશમાં ફસાયેલા દેશભક્તોને પાછા પોતાના દેશમાં લઈ આવે.
પાલ સાહેબ મૈં એક પત્ર દ્વારા ભારત સરકારથી માંગણી કરી હતી, યદિ ભારત સરકાર પોતાના નાગરિકોને પાકિસ્તાનની જેલમાંથી રિહા કરાવી સકતી નથી તો પછી આટલી સત્તા આપવામાં આવે કે પાકિસ્તાન સરકાર અમારા જેવા ભારતીય નાગરિકોને અથવા જે માણસ જાસૂસ તરીકે અહીમાં બન્દ છે એમને તુરન્ત ફાંસી આપવામાં આવે અથવા શૂટ કરવામાં આવે. કારણકે જે માણસને ૩,૬ અથવા ૯ માસની સજા થાય છે એમને જૈલમા ત્રણ વર્ષથી લઈ ૧૧-૧૧ વર્ષ સુધી રાખવામાં આવે ચે. આવા સંજોગોમાં અમારા જેવા માણસ જેમને ૩૦ વર્ષની આયુમા ગિરફ્તાર કરી ૩-૪ વર્ષ ઈન્ટરોગેશનમાં રાખવામાં આવે + ત્યાર પછી ૨૫ વર્ષ સજા આપવામાં આવે + સજા ખલાસ થયા પછી ૩ થી ૧૫ વર્ષ સુધીએ નજરબન્દ રાખવામાં આવે ત્યાર પછી રિહાઈ થાય. આવી રિહાઈ કરતા તો મૃત્યુ બહુજ સારી છે. કારણકે ૭૦-૭૫ વર્ષની આયુમાં માણસ પોતાના જીવન ચલાવવા માટે કાંઈ પાન કરી શકતો નથી. અને ભારત પ્રશાસન એમને સહકાર અને સક્ષમતા આપતી જ નથી.
દિસમ્બર ૧૯૯૬માં આર્મીની કાર્યવાહી ખલાસ થયા પછી મને સેન્ટ્રલ જૈલ કોટ લખપત, લાહૌરમા સિફ્ટ કરવામાં આવ્યા.સને ૧૯૯૭થી અત્યાર સુધી મૈં દર્જનો પત્ર ભારત પ્રશાસનને મોકલ્યા છે. પાકિસ્તાની જૈલથી રિહાઈ અને દેશ વાપસી માટે, આ બાબતમાં ફક્ત મને જ નહીં પણ બધાજ ભારતીય કૈદિયોંને આ વાતનો દુ:ખ છે કે અમે દેશની સેવા અને સુરક્ષા માટે દેશથી બહાર નિકળ્યા અને દુર્ભાગ્યવશ આજે જૈલમાં બેઠા છે. અને ભારત પ્રશાસન દ્વારા અમારા હિતની વાત તો બહુ જ દૂરની વાત છે. અમારા પત્રોના ઉત્તર પાન પ્રશસન દ્વારા આપવામાં આવ્યા નથી.
ગિરફ્તાર થયા પહેલા મૈં મારે શક્તિથી વધારે દેશની સુરક્ષા અને સેવા માટે કાર્ય કર્યું છે. ચઃઅતા પાન ભારત સરકાર અને અમારી ગુપ્તચર સંસ્થા”રો” દ્વારા ૧૯૯૧થી અત્યાર સુધી મને અથવા મારા અભિભાવક ની વિત્તીય સહાયતા આપવામાં આવી નથી. જબ કિ “રો” અને દેશ માટે આજ પાન અમે પાકિસ્તાની જૈલમાં નર્કના જીવન ભોગવી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાનની જ્યારે પાન વાર્તા થાય છે ત્યારે કૈફિયોની રિહાઈની વાત પાન અવશ્ય થાય છે. પરન્તુ કોઈ પાન દેશ ભારત અને પાકિસ્તાન એક પાન કૈદી ને રિહા કરતાજ નથી. રિહા ફક્ત એવા માણસોને કરવામાં આવે છે કે જેમની સજા ખલાસ થયાને ત્રણથી પન્દ્ર વર્ષ થઈ ગયા હોય્.
સર ગયા મહીનામા મૈં અહીંથી ૧-૧ પત્ર રાષટ્રપતિ અને વડાપ્રધાનના નામે મોકલ્યું હતું. એમની એક ઝેરોક્સ કાપી આ પત્રની સાથે મોકલી રહ્યા છું અને મૈં આ કાગળ લખ્યું છે એમના મુખ્ય પોઈન્ટસ આ મુજબ છે.
૧. “રો” એજન્સીમા મારો સલેક્શન થયો. “રો”(ભારત સરકાર એ)મને પાકિસ્તાન મોકલ્યો હતો.
૨. “રો” ના અધિકારી સાથે હું ૧૯ અગસ્ત ૧૯૮૯ના દિવસે દિલ્લી આવ્યો અને મારી ટ્રેનિંગ શરૂ થઈ.
૩. ચાલુ ટ્રેનિંગમા મને ૧૦ દિવસ માટે આશરે ૧૮,૧૯ ઓક્ટોબર ૧૯૯૦ની રાત્રે મને પાકિસ્તાન મોકલવામાં આવ્યા.
૪. ટ્રેનિંગ ખલાસ થયા પછી ૧૪,૧૫ માર્ચ ૧૯૯૧ની ગાળાની રાત મને “રો” દ્વારા મને બાર્ડર પાસ કરાવીને પાકિસ્તાનમાં દાખલ કરવામાં આવ્યા.
૫. ૧૫ માર્ચ ૧૯૯૧થી સવા ત્રાન વર્ષ મૈં ભારતની સેવા અને સુરક્ષા માટે કાર્ય કર્યો.
૬. ૨૩ જૂન ૧૯૯૪ના દિવસે મારી ગિરફ્તારી થઈ.
૭. ૨૭ અક્ટૂબર ૧૯૯૬ ના રોજ પાકિસ્તાન આરમી કોર્ટ દ્વારા ભારતીય ગુપ્તચર હોવાના આક્ષેપમા મને આજીવન કારાવાસની સજા આપવામાં આવી.
૮.”રો”(ભારત સરકાર) તરફથી મને કોઈ સહકાર અને સહાયતા આપવામાં આવતી નથી.
૯. ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૫ના દિવસે દિલ્લીથી પ્રસારિત એક પત્રિકા “આઉટલુક” એક ઈન્ટેલીજન્સ અધિકારીના ઈન્ટર્વ્યુની એક લાઈન જાહેર કરવામાં આવી હતી કે “જે ગુપ્તચર ગિરફ્તાર થઈ જાય છે એ અમારા માટે ક્ન્ડમ થઈ જાય છે” કહેવાનું અર્થ એ કે ભારત સરકાર અમારા જેવા નાગરિકો માટે શું કરશે ?
જયહિન્દ
ભારતીય નાગરિક
સહીં
કુલદીપ કુમાર યાદવ, પાકિસ્તાન
(કુલદીપે ભાંગી તૂટી ગુજરાતીમાં પત્ર લખ્યો હતો. પત્રની ભાષા એમની એમ રાખવામાં આવી છે).
March 7th, 2008 at 2:41 pm
we say we indian we behave like that…….
1) when hindu marry hindu family. when one hindu helpful other. when hindu decide hindu is never ever my enemy.
2) if i am rich i make other hindu rich.
3) if i live in usa i only promote gujarat tourism so lots tourist comes gujarat and all gujarati get lots money.
March 8th, 2008 at 10:43 am
koti koti vandan kuldeep kumar ne. india goverment.b.j.p.leederand all system are use lessi feel saim . and i pray god to free kuldeep kumar very soonand i hartli with kuldeep kumar.and all ordinery indian with you
March 8th, 2008 at 12:11 pm
haath jin me ho joonun kat te nahi talvar se
salute to thousand who sacrifice their life for BHARATMATA.
March 9th, 2008 at 5:09 am
|| jai shree krishna ||
bharat sarkaar ane ROW…. bharat saathe, bharat-sainik(jawans) saathe, bharat ni janta saathe PAK-ISI(AATANKWAADI) kartapan gandu behve karechhe…..
pak-govt ane ISI potana ek manas ne bachaava das lokone maraavi naakhe chhe…. jyaare bharat ni HEEJDAA-SARKAR ane hijdaao thi bhareli row Kuldeep(deshbhakt) jeva ashankhya bhartiyo ne chhodawama aasu kadhe chhe….
bharat ni napunshak janta ne pan bollywood ane cricket sivaay biju kai dekhatu j nathi….
shahrukh(haklaa), salmaan(naagdo), saif(guud), aamir(dedhfoot), sanjay dutt jeva deshdrohi maate Suprim-court ke High-court jarapan vaaku bole ke “bharat ni napunshak janta” rastaa,margo ane police-station ma baraada maari maari virodh kare chhe….
Kuldeep jevo scene U.S athwa ISRAEL ma thayo hot to tyaanni sarkar Kuldeepne chhodaavi tene ane tena parivaar ne maalamaal kari teno satkaar karat….U.S ane ISRAEL ni jantae tene “President athwa PM” banaavi nakhyo hot…..dubi maro bharat ni janta…..
|| jai shree krishna ||
March 9th, 2008 at 5:21 am
|| jai shree krishna ||
Pure bharat ke bhai-behno aapko khaash vinanti he ki bollywood ki ek bhi film mat dekho…. pura bollywood aur bharat ki jitni bhi film-industries he wo sabhi pseodo secular he… mere vichaarsheel hinduo bollywood hi nahi sports(cricket,football,Olympic.ets) bhi dekhna bandh karo…
bharat me ek Systamatic SHADYANTRA khelaa jaa raha he…Foreign-missionaries, islamic-NGO aur UPA “bharat ke yuvaano” ko bollywood aur sports me bussy rakhna chahte he… kyoki bharat ke yuvaan “Rastra-chetna aur hindu-sanskriti” se GUMRAAH rahe…. taaki bharat-desh jaldi se jaldi christian-country aur islamic-country ban jaaye…
JAAGOOOOOOO
|| jai shree krishna ||