Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Rupala in Rajya sabha,Keshubhai out:We Said it Last Year

અમદાવાદ, દેશગુજરાત

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ ખાલી પડતી બેઠકોની ચૂંટણી ૨૬ માર્ચે યોજાઈ રહી છે. કેટલીક મિનીટો પહેલા ભાજપે પોતાના ફાળે આવતી ત્રણ બેઠકોના ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. આમાંના એક ઉમેદવાર છે શ્રી પુરૂષોત્તમ રૂપાલા(બીજા બે છે ભરતસિંહ પરમાર અને નટુસિંહ ઠાકોર). દેશગુજરાત.કોમ પર પાછલા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને દરરોજ જેપીની અપડેટ થતી કોલમ ‘અંદર બહાર ગુજરાત’ ચાલતી હતી તેમાં આ બાબતની સંભાવના છેક ૧૧-૧૨-૨૦૦૭ના રોજ ચૂંટણીના પરિણામો તો ઠીક, ચૂંટણીના બીજા તબક્કાનામતદાનથી ય પહેલા અક્ષરશ: કરી દેવામાં આવી હતી. ૧૧-૧૨-૦૭નું એ લખાણ તેના મૂળ પાના પર જઈને વાંચવા અહીં ક્લીક કરો અથવા નીચે કટ પેસ્ટ કરીને મૂક્યું છે એ વાંચી લો.

*******************************************************

કેશુભાઈનું ભવિષ્ય

11-12-2007

૧૧ડિસેમ્બર, ૨૦૦૭નું સૌથી મોટુ આશ્ચર્ય એ હતુ કે કેશુભાઈ પટેલ મતદાન કરવા ઘરની બહાર જ નીકળ્યા નહી. ચૂંટણીની સવારે જ સૌરાષ્ટ્રના અખબારોમાં પહેલે પાને કેશુભાઈની સત્તા પરિવર્તનની અપીલ વાળી એડવર્ટાઈઝ લગભગ ફુલ પેજમાં છપાઈ. એડવર્ટાઈઝમાં કેશુભાઈના જૂના નિવેદનોના પ્રેસ કટીંગ્ઝનું કોલાજ હતું અને બીજી વાતો હતી. દેશભરની ટીવી ચેનલોએ એક ટીમ ખાસ કેશુભાઈ જ્યાં મતદાન માટે પહોંચે એમ હતા એ સ્થળે રાજકોટમાં તેનાત રાખી હતી પણ કેશુભાઈ ડોકાયા જ નહીં અને તેમનો સતત સંપર્ક સાધવામાં આવતા તેમના ગાંધીનગર સ્થિત ઘરેથી કહેવામાં આવ્યું કે કેશુભાઈ રાજકોટ વોટીંગ કરવા આવવાના જ નથી. આમ લોકોને સત્તા પરિવર્તનની અપીલ કરનારા કેશુભાઈ પોતે જ વોટ આપવા ન આવ્યા. કેશુભાઈની નજીકના જેપીના સોર્સ કહે છે કે કેશુભાઈનો ડીલેમા એટલેકે મૂંઝવણ એ હતી કે જિંદગીભર ભાજપ માટે કામ કરીને હવે ભાજપ સિવાયનાને મત આપુ? કે લોકોને પરિવર્તનની અપીલ કરીને હવે પોતે જ ભાજપને મત આપુ? આના કરતા તો મારી નારાજગી બતાવવા ઘરે જ બેસી રહું.

પણ જેપીએ આજે વાત કરવી છે કેશુભાઈના ભવિષ્યની. જો કે ઘરડા માણસના ભવિષ્યની વાતો ફિજૂલ હોય છે પણ આ વાત કેશુભાઈ ખુદ સમજ્યા હોત તો અહીં મારે કશું લખવાનું જ ન રહેત. હકીકત એ છે કે કેશુભાઈને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની નરેન્દ્રભાઈની ઈચ્છા નથી.કેશુભાઈ નરેન્દ્રભાઈ માટે રાજકારણનો ઈશ્યૂ નથી. ક્યાંક ભાજપના ગુજરાતના આ પાયાના વડીલ પરત્વે લાગણીનું ફેક્ટર છે.નરેન્દ્રભાઈ માને છે કે આ ૭૮ વર્ષની ઘરડી વ્યક્તિએ ભાજપનું કામ વર્ષો સુધી કર્યું છે એમની વિદાય સસ્પેન્શનથી ન થવી જોઈએ. કેશુભાઈ છેક ૧૯૭૫માં ધારાસભ્ય બન્યા હતા. જ્યારે કેશુભાઈ એક સમયે ગુજરાત સરકારમાં કૃષિ અને સિંચાઈ મંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ કશું જ ન હતા.કેશુભાઈનું ચાલુ શાસન તેમની મરજી વિરૂદ્ધ અધૂરેથી અટકાવીને પહેલા શંકરસિંહ અને પછી નરેન્દ્રભાઈ ગાદીએ બેઠા એ વાત પણ નરેન્દ્રભાઈના દિલમાં છે. પત્નીના અવસાન પછી એકલા પડી ગયેલા, ગુજરાતમાં ભાજપના જૂના પાયાના કાર્યકર કેશુભાઈ હમણાથી જે કરી રહ્યા છે એના કારણે એમનું પાછલુ બધુ ભૂલી નહી જવાનુ એમ માનીને તેમને પક્ષમાંથી વિદાય આપવામાં આવી નથી. યોજના અત્યાર સુધી તો એવી જ હતી કે ચૂંટણી ટાણે કેશુભાઈ જેટલુ પક્ષ વિરોધી કામ કરવું હોય એટલું કરવા દેવું. છેવટે નરેન્દ્રભાઈ જીતે એટલે કેશુભાઈને તેમનું રાજકીય અસ્તિત્વ સમજાઈ જશે પછી તેઓ ચૂપ થઈ જશે, ક્યાં પાર્ટી જાતેજ છોડી દેશે ક્યાં નિષ્ક્રિય થઈ જશે. આવતા એપ્રિલમાં તેમની રાજ્યસભાના સભ્ય તરીકેની ટર્મ પૂરી થાય છે ત્યારે તેમને રીન્યુ ન કરીને પુરૂષોત્તમ રૂપાલાને અથવા તો બીજા કોઈ પટેલ(ચાહે લેઉવા હોય કે કડવા)રાજ્યસભામાં મોકલવા. કેશુભાઈનું રાજકીય અસ્તિત્વ પછી આપોઆપ અસ્ત થઈ જશે અને તેમની ગ્રેસફુલ એટલેકે સન્માનભેર વિદાય થશે. આ યોજના પાછળ નરેન્દ્રભાઈનું માનવુ એવુ હતુ કે ઘરમાં ઘરડો બાપ હઠે કે જીદે ચડે તો તેને કાઢી થોડો મૂકાય છે? એની જીદનું અસ્તિત્વ શમાવી દઈને એને નિર્બળ કરી શકાય.

જો કે પાર્ટી કેશુભાઈનો આ ચૂંટણીમાં છેલ્લે છેલ્લે જે કિરદાર દેખાયો છે એ જોયા પછી ઉપરની યોજના પર પુન:વિચાર કરી શકે છે. કેશુભાઈના સુરત ભાષણની સીડી પણ ખૂબ વહેંચાઈ. કેશુભાઈએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસોમાં પટેલ મતદારો વાળા વિસ્તારોમાં જઈને રીતસરની ખાટલા બેઠકો, બંધ બારણાની મિટીંગો કરી હતી, બે બે વખત અખબારોમાં તેમની અપીલો પ્રકાશિત થઈ, હિંદુત્વને પટેલવાદ ચલાવીને જ્ઞાતિવાદમાં વિભાજીત કરી અને હવે ચૂંટણીના દિવસે મતદાન ન કરીને તેમણે રાજકારણમાં રહેવાનો નૈતિક હક જ ખોઈ દીધો છે. ચૂંટણી પૂરી થયા પછી કે પરિણામ આવ્યા પછી કે આવતા એપ્રિલમાં રાજ્યસભાની ટર્મ રીન્યુ ન કરીને કેશુભાઈને વિદાય કરવામાં આવશે. આ ત્રણમાંથી શું થશે એ કહેવુ અત્યારે મૂશ્કેલ છે કારણકે તેનો નિર્ણય હવે પછી થશે.

**************************************************

અને દેશગુજરાતે ન કેવળ પુરૂષોત્તમ રૂપાલા રાજ્યસભામાં જશે એની રાજકીય શક્યતા વ્યક્ત કરી હતી પરંતુ છેક ૧૮-૧૦-૨૦૦૭ના રોજ દેશગુજરાતની અંદર બહાર કોલમમાં લખવામાં આવ્યુ હતુ કે કેશુભાઈ પટેલને એપ્રિલમાં રાજ્યસભામાં રીન્યુ નહીં કરવામાં આવે અને તેમનો દિલ્હીનો મોકાના સ્થાને આવેલો બંગલો તેઓ ગુમાવશે. વાંચો નીચે એ પીસ અહીં કટ પેસ્ટ કરેલો અથવા અહીં ક્લીક કરો અને મૂળ પાના પર પહોંચો.

***********************************

દિલ્હીમાં કેશુભાઈના બંગલાનું ઠેકાણુ અદભૂત છે પણ એપ્રિલ પછી આ બંગલો કોનો ?

18-10-2007 Gossip
દિલ્હીમાં કેશુભાઈનો બંગલો જોઈને જેપીને ભારે દુ:ખ થયું. દુ:ખ એટલા માટે કારણકે કેશુભાઈને રાજ્યસભાના સાંસદ હોવાના નાતે મળેલો આ સરકારી બંગલો અત્યંત મોકાના સ્થાને આવેલો છે. રહેવાની બહુ જ મજા પડે એવો છે અને કેશુભાઈ જે બળવાખોરી કરી છે એના કારણે મૂશ્કેલ છે કે આવતા એપ્રિલમાં તેમની રાજ્યસભાની ટર્મ પૂરી થાય પછી તેમને રીપીટ કરાય. જો આવતા એપ્રિલમાં કેશુભાઈને ફરીથી રાજ્યસભામાં રીન્યુ ન કરાય તો કેશુભાઈ સાંસદ પદ પણ ગુમાવશે અને આ બંગલો પણ ગુમાવશે. નવી દિલ્હીમાં અન્ય નેતાઓના હોય છે એવોજ સફેદ રંગનો, વિશાળ હરિયાળી વાળો કેશુભાઈનો ૨૩ અશોકા રોડનો બંગલો એટલી સરસ જગ્યાએ આવેલો છે કે તેના પછી તરત જ આલીશાન હોટેલો રમાડા ઈન, શાંગ્રીલા, આગળ લા મેરીડીયન શરૂ થઈ જાય છે તો તેની બીજી તરફ નજીકમાંજ ભારતનું સંચાર ભવન આવેલું છે અને પછી સંસદ ભાવન જવાનો રસ્તો પડે છે.કેશુભાઈના ઘરેથી સંસદ, ભાજપ કાર્યાલય, ઈન્ડિયા ગેટ, કોનોટ પ્લેસ, રાષ્ટ્રપતિ ભવન આ બધુ સાવ નજીક પડે.જેપીએ તેમના મકાનની મુલાકાત લીધી ત્યારે કેશુભાઈ તો હતા નહીં પરંતુ સરવન્ટ ક્વાટર્સમાં ગુજરાતી માણસ મળી ગયો કે જે કેશુભાઈ દિલ્હી હોય ત્યારે તેમની રસોઈ બનાવે છે. આ માણસ કપડાનું ટેલરીંગનું કામ ઓર્ડર પર આ સરવન્ટ ક્વાર્ટર્સમાં રહીને જ કરે છે અને રોજી રળે છે. તેને પણ ચિંતા હતી કે કેશુભાપા એપ્રિલમાં રાજ્યસભાનું સભ્યપદ ગુમાવશે અને આ બંગલો છોડશે તો તેણે પણ દિલ્હીમાં તેનું કામ ચાલુ રાખવા બીજુ કોઈ ઠેકાણુ શોધવું પડશે.

*****************************************

અંદર બહાર ગુજરાત એટલેકે એબીજી કોલમ ચૂંટણી પછી દરરોજ અપડેટ નથી થતી એ બાબતે સંખ્યાબંધ વાંચકોના ઈમેલ આવ્યા છે. ચૂંટણી સમયે ગુજરાતને દિશાદોરી બતાવવાની અને અપપ્રચારના અસત્યો મહીં ગુજરાતીઓમાં સત્ય પ્રસારવાની જરૂરિયાત ઉભી થઈ હતી માટે કોલમ દરરોજ ચલાવાઈ હતી. જ્યારે જ્યારે ગુજરાતને માટે જરૂરી લાગશે ત્યારે અંદર બહાર ગુજરાત કોલમ ફરીથી અપડેટ કરવાની ચાલુ કરીશુ.

Comments are closed.


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World