Gujarati Recipe Vaangi Rasoi Dish cuisine: Khandvi (ખાંડવી)
ખાંડવી એ ગુજરાતી વાનગીઓમાં સૌથી ટેસ્ટી વાનગી પૈકી એક છે. ખાંડવી ખાવાની એવી મજા આવે કે ઘરમાં ખાંડવી બનવાની છે એની ખબર પડી જાય એની સાથે જ રાહ જોવાની ચાલુ થઈ જાય કે ખાંડવી ક્યારે બનીને મ્હોંમાં આવે છે!! ન્યુઝીલેન્ડથી દીપકભાઈ અને સરિતાબહેને ખાંડવી બનાવવાની રીત પૂછી છે. લો અહી છે રીત હાજર …
સામગ્રી: ૧ કપ ચણાનો લોટ, અર્ધી ચમચી લીંબુના ફૂલ, પા ચમચી હળદર, અઢી કપ પાણી , બે ચમચી તેલ, દોઢ ચમચી રાઈ, ૧ ચમચી તલ, ૩થી ૪ લીલા મરચાં, ૪ ચમચી કોથમીર, ૨ ચમચી કોપરાની છીણ, મીઠુ પ્રમાણસર
રીત: ચણાના લોટમાં મીઠું, લીંબુના ફૂલ, હળદર અને પાણી નાખી ખીરૂ બનાવો.
તેમને ગેસ પર ગરમ કરવા મૂકો અને હલાવતા જોઆઓ. જાડુ થાય અને સહેજ પાથરીઓ તો ઉખડે એવુ લાગે એટલે જાડા પ્લાસ્ટિક પર કે થાળીમાં કે કુકિંગ સ્ટેન્ડ પર પાથરો.
ઠરી જાય એટલે ગોળ વીંટા વાળીને થાળીમાં મૂકો. લીલા મરચાં ઝીણા સમારો.
વઘારમાં તેલ, રાઈ, તલ, લીલા મરચાં નાખી વઘાર તૈયાર થાળીમાં રેડો. ઉપર કોથમીર અને કોપરાની છીણ ભભરાવો.
બીજી રીત
૧ કપ ચણાનો લોટ, ૧ કપ દહીં, ૧ કપ પાણી, મીઠું, પા ચમચી હળદર, પા ચમચી લીંબુના ફૂલ આ બધુ ભેગુ કરીને બરાબર વલોવીને કૂકરમાં બાફવા મૂકો કે બહાર વાસણમાં હલાવ્યા કરો. પછી પાથરીને ઠરી જાય એટલે વીંટા કરી ઉપર મુજબ વઘાર કરીને રેડવો.
નોંધ: બેઉ રીતમાં ખાંડવી કરતા તો જોવીંટા ન વળે તો મિશ્રણને ફરી થોડી વાર ગરમ કરીને ઘટ્ટ કરો.
(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine mithai Cooking recipe, Ahmedabad Gujarat.




















March 20th, 2008 at 9:49 am
i want a free receipe for surati rasawala khaman and surati locho (godado)
r/priten patel
August 2nd, 2008 at 1:00 pm
I want the want a free receipe for surati rasawala khaman and surati locho (godado)
September 16th, 2008 at 5:09 pm
Nice idea to have receipes, can’t enjoy Rasawala Khaman even if you make it home. You got to go to Chowk Bazaar in Surat, the real taste, with extra Rasa.
Locho ah! Surti’s Locha at Surat, Sitting in Williamsburg,Virgina can’t forget the taste
….. Anil Gohl