Jalaram Bapa’s Aarti (Download Mp3 Audio)

CLICK HERE TO DOWNLOAD JALARAM BAPA’s AARTI IN MP3

.

Story of Shri Jalaram Bapa

Shree Jalaram Bapa was born in the year 1799 (i.e. 4-11-1799) in the village Virpur, Gujarat. His mother, Rajbai was very fond of serving sadhus and saints. No sadhu and saint could go from Virpur without receiving the hospitality Rajbai. Shree Jalaram Bapa’s father’s name was Pradhan Thakkar, who was engaged in business. At the tender age of 16, Jalaram Bapa married Virbai, daughter of Thakkar Pragji Somajia. Jalaram Bapa was however not inclined to live household life and to continue to do business with his father. He is mostly engaged in serving sadhus and saints. He separated himself from his father’s bsiness and stayed with his uncle, Valjibhai, who was very fond of Jalaram.

It was obvious that Jalaram Bapa was inclined to completely withdraw from marital life. Fortunately his wife, Virbaima decided to follow the path of Jalaram. So, when Jalaram decided to go for a pilgrimage for holy places, Virbaima followed him. At the age of 18, Jalaram Bapa accepted Shree Bhojalram from Fatehpur as guru and was given a “Guru Malaa and Mantra” in the name of Shree Ram. With blessings of his guru, he started “Sadavrat” a feeding centre, a place where all sadhus and saints as well as the needy could have food any time during 24 hours. Nobody returned from that place without having food. All this he did single handed with Virbaima assisting him. Soon his fame spread as an incarnation of the divine. Whoever come to Virpur, whether Hindu or Muslim was fed by Bapa.

There are many stories about the greatness of the saint of Virpur. Remembering the stories, we can fill the heart with devotion and gratitude. Jalaram Bapa worked very hard for whose who were struck by the terrible famine. In 1881 (i.e. 23-2-1881) Jalaram Bapa left his body in his prayers. This is the story of the great saint of Virpur.

શ્રી જલારામ બાપાની આરતી એમપીથ્રીમાં ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

.

જલારામ બાપાની વાત

શ્રી જલારામ બાપાનો જન્મ વર્ષ ૧૭૯૯ની ચોથી નવેમ્બરે સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજકોટ-જુનાગઢ માર્ગ પરના વીરપુરમાં થયો હતો. તેમના માતા રાજબાઈ સાધુ સંતોની આગતા સ્વાગતા કરવાની ભારે હોંશ ધરાવતા હતા. કોઈ પણ સાધુ કે સંત વીરપુર જઈ શકતો અને રાજબાઈની મહેમાનગતિ માણી શકતો. શ્રી જલારામ બાપાના પિતાનું નામ પ્રધાન ઠક્કર હતુ. તેઓ તેમના ધંધામાં રચ્યા પચ્યા રહેતા. સોળ વર્ષની વયે જલારામ બાપા વીરબાઈને પરણ્યા. વીરબાઈ પ્રાગજી સોમીયા ઠક્કરના પુત્રી હતા. જલારામ બાપા જોકે પરિણિત જિંદગી પરત્વે કે પિતાના ધંધા પરત્વે ઓછી આસક્તિ ધરાવતા હતા અને સાધુ સંતોને આવકાર આપવામાં વ્યસ્ત રહેતા હતા. જલારામ બાપા તેમના પિતાના ધંધાથી અલગ થઈને તેમના કાકા વાલજીભાઈ સાથે રહેતા હતા. વાલજીભાઈને જલારામ ભારે પ્રિય હતા.

જલારામબાપાના પત્ની વીરબાઈમાએ જલારામના પંથે જ ચાલવાનુ નક્કી કર્યુ. જ્યારે જલારામ બાપાએ તીર્થાટને જવાનુ નક્કી કર્યુ ત્યારે વીરબાઈમા પણ તેમની સાથે ગયા. અઢાર વર્ષની વયે જલારામ બાપાએ ફતેહપુરના ભોજલરામને પોતાના ગુરૂ માન્યા અને તેમની પાસેથી ગુરૂ માળા તથા મંત્ર સ્વીકાર કર્યો. ગુરૂના આશિર્વાદથી જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યો. આ સદાવ્રત એવુ સ્થળ હતુ કે જ્યાં જરૂરિયાતમંદ, ભૂખ્યા અને સાધુ સંતો ચોવીસ કલાક દરમિયાન ક્યારેય પણ આવીને ભોજન કરી શકતા હતા. કોઈ પણ ભોજન વગર પાછુ જતુ ન હતુ. જલારામબાપા આ બધુ એકલા હાથે ચલાવતા અને તેમના પત્ની વીરબાઈ તેમાં મદદ કરતા.

ટૂંકા જ સમયમાં જલારામબાપાના સદાવ્રતની ખ્યાતિ ચોકોર ફેલાઈ ગઈ. હિંદુ કે મુસ્લિમ કોઈપણ વીરપુર આવે તો તેમના સદાવ્રતમાં આવકાર મળતો.

જલારામ બાપાની અનેક વાતો પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રના ભારે દુષ્કાળમાં પણ તેમનું સદાવ્રત ચાલુ જ રહ્યુ હતુ. ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧માં જલારામ બાપાએ સમાધિ લીધી હતી.