This Mute Krazy 1 talked after 5 years.How?(Gujarati Text)
નાર્કો ટેસ્ટ કરાવ્યો પણ ન બોલ્યો, પ્રેમમાં પડ્યો પણ ન બોલ્યો, ઘણું સમજાવ્યો પણ ન બોલ્યો,
ને ગુસ્સો આવ્યો ને ગાળ બોલી ગયો …


તસવીરમાં પંદર વર્ષ બાદ માતા-પુત્રનું મિલન જોઈ શકાય છે. રાકેશને તેની માતા મહારાષ્ટ્રના ગામડામાંથી અમદાવાદ આવીને મેન્ટલ હોસ્પિટલથી ઘરે પરત લઈ ગઈ
અમદાવાદ, દેશગુજરાત
ક્રેઝી ફોર ફિલ્મ(Part.1, Part.2, Part.3)માં ચાર પાગલો પૈકીનો એક એવો બતાવાયો છે કે જે બોલી શકે છે પણ કેટલાય વર્ષોથી કશું બોલતો નથી. પરંતુ ફિલ્મમાં જ્યારે જૂહી ચાવલાનું અપહરણ થાય છે અને આ પાગલ તેને જોઈ લે છે ત્યારે તે મોંમાથી બોલે છે “કીડનેપ” “કીડનેપ”. અમદાવાદના દિલ્હી દરવાજા સ્થિત મેન્ટલ હોસ્પિટલમાં આવો જ એક કિસ્સો બન્યો છે જેમાં રાકેશ નામનો પાગલ અહીં પાંચ વર્ષથી મૂંગા તરીકે રહેતો હતો પરંતુ હમણા તેને હોસ્પિટલના એક પ્યુન અમિતભાઈ પટણી પર ગુસ્સો આવ્યો અને તેને ગાળ બોલ્યો ને પકડાઈ ગયું કે આ તો બોલે છે. પછી તો હોસ્પિટલે તેને મચક જ ન આપી અને સતત પૂછપરછ કરીને તેના ગામનું કુટુંબનું ઠેકાણું શોધી જ કાઢ્યું.
રાકેશ રામદાસ નામ્નો આ યુવક મહારાષ્ટ્રના ગોંદિયા જીલ્લાના સોંદડ ગામનો છે. તેના પિતાના અવસાનના આધાતથી અને માતા તથા બે નાની બહેનોની જવાબદારી આવી પડવાથી તે માનસિક બિમાર પડ્યો હતો અને ઘર છોડીને દસ વર્ષ સુધી ગુજરાત,રાજસ્થાન, દિલ્હી સુધી રખડતો ભટકતો રહ્યો હતો. માર્ચ ૨૦૦૩માં સાબરમતી પોલીસ સાબરમતી રેલવે સ્ટેશનથી પકડીને તેને દિલ્હી દરવાજા સ્થિત મેન્ટલ હોસ્પિટલમાં મૂકી ગઈ હતી. અહીં તેને સ્વચ્છ કરવામાં આવ્યો હતો. તે કશું બોલતો ન હોવાથી તેને મૂંગો માની લેવાયો હતો. તેણે પોતાના પિતા અને માતાનું નામ લખીને જણાવ્યુ હતુ જે ખોટુ હતુ. પોતાનુ નામ પણ કરણ છે એવુ ખોટુ લખ્યુ હતુ. રાકેશને વીએસ હોસ્પિટલમાં ઈએનટી ડોક્ટર પાસે લઈ જવાયો, મૂંગા બહેરાની સ્કૂલમાંથી શિક્ષકો બોલાવીને તેની તપાસ કરવામાં આવી પરંતુ કોઈ સ્પીચ થેરાપીથી પણ તે બોલતો ન હતો. તેનો નાર્કો એનાલીસીસ ટેસ્ટ કરાવતા પણ કોઈ પરિણામ આવ્યુ ન હતુ.
દરમિયાનમાં મેન્ટલ હોસ્પિટલમાં નર્સીંગની એક સુંદર વિદ્યાર્થીની ટ્રેનીંગ માટે આવી તો રાકેશ તેના પ્રેમમાં પડ્યો હતો અને તેને આંખો મારતો હતો તથા લખીને આપતો હતો કે તુ મારી સાથે લગ્ન કર. નર્સે મેન્ટલ હોસ્પિટલના સત્તાવાળાઓને ફરિયાદ કરતા તેમણે નર્સને સમજાવી હતી કે તારી ડ્યુટીનો ભાગ સમજીને તુ પ્રેમમાં પડેલા આ પાગલના મોઢામાંથી એટલું બોલાવી દે કે તે કોણ છે અને તેનુ ઘર ક્યાં છે. પરંતુ રાકેશ ઉર્ફે કરણ એટલો ચતુર હતો કે ધરાર ન બોલ્યો.
એક વખત ક્લીનીકલ સાયકોલોજી વિષય પર ચેન્નઈથી ટ્રેનીંગ લેવા આવેલા બહેને પણ આ રાકેશને બોલતો કરવા તેને પૂછ્યું કે તેને શું ભાવે છે? રાકેશે લખીને આપ્યું કે સમોસા ભાવે છે. એટલે આ બહેને તેને સમોસા લાવી આપ્યા. રાકેશ થાળી ભરીને સમોસા ખાઈ ગયો પણ કશું બોલ્યો નહી.
પરંતુ લાખ પ્રયત્નો છતા ન બોલતા રાકેશને તાજેતરમાં મેન્ટલ હોસ્પિટલમાં એક ઉજવણી વખતે ગુસ્સો આવી ગયો અને તે પટાવાળાને ગાળ બોલી ગયો એ સાથે જ પકડાઈ ગયો કે તે બોલી શકે છે પણ બોલતો નથી. એક વખત ગાળ બોલતો જણાયો એટલે મેન્ટલ હોસ્પિટલ સ્ટાફ તેની પાછળ જ પડી ગયો. અત્યાર સુધી દર્જનો વાર રાકેશે ખોટા સરનામા અને ગામોના ભળતા નામો લખી આપ્યા હતા અને મેન્ટલ હોસ્પિટલના સ્ટાફને દોડાવ્યો હતો. પરંતુ આ વખતે જ્યારે ખાતરી થઈ કે તે ખરેખર તો બોલી શકે છે એટલે તેને વારંવાર ટોર્ચર કરીને સરનામુ પૂછવામાં આવ્યુ. છેવટે તેણે સરનામુ, ગામનુ નામ, માતાનુ નામ અને પોતાનુ સાચુ નામ કહી દીધુ જેને પગલે તેના કુટુંબીજનો તેને લેવા માટે અમદાવાદ આવી પહોચ્યા હતા.




















April 22nd, 2008 at 5:41 pm
haa haa haa good one.
April 26th, 2008 at 10:47 am
Great thing done. chalo pacho ghare to pahochi gayo. have pacho bhagi na jay to saru.