Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



A Love Story at Ahmedabad Airport (Gujarati Text)


અમદાવાદના ઋગવેદ ઘીયાને એરપોર્ટ પર પ્રેમ થયો, ત્યાંજ પ્રપોઝ કર્યું
અને લગ્નની કંકોતરી વિમાનના બોર્ડીંગ પાસ જેવી બનાવડાવી છે

26-04-2008

અમદાવાદ, દેશગુજરાત

આમ તો લગ્નની કંકોતરીમાં લોકો તરેહ તરેહના વરણાગ કાઢતા હોય છે પણ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં હ્યુમન ફેક્ટર્સ ઈન્ટરનેશનલમાંસિનિયર વિઝ્યુઅલ ડિઝાઈનર તરીકે કામ કરતા ૨૭ વર્ષીય ઋગવેદ ઘીયાના લગ્નની કંકોતરી વિમાનના બોર્ડીંગ પાસ જેવી બનાવવામાં આવી છે એની પાછળ ખરેખર લોજીક છે. ઋગવેદના રવિવારે ૨૭ એપ્રિલે પ્રેમલગ્ન થવા જઈ રહ્યા છે અને ઋગવેદનો પ્રેમ અમદાવાદના એરપોર્ટ પરથી શરૂ થયો હતો. જી હા એરપોર્ટ પરથી પ્રેમની શરૂઆત.

દિવસ હતો ૨૭ ઓગસ્ટ ૨૦૦૭. અમદાવાદ એરપોર્ટ પર મુંબઈની ફ્લાઈટની રાહ જોતા ઋગવેદની નજર અહીં ચાની ચૂસકીઓ લેતી યુવતી પર પડી. તેને લાગ્યું કે આને ક્યાંક જોઈ છે. યાદ આવ્યું કે ઋગવેદ પોતે ભણ્યો હતો એ એનઆઈડી એટલેકે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઈન, અમદાવાદમાં તેણે આ છોકરીને જોઈ હતી. છોકરી તેના કરતા બે વર્ષ જુનિયર હતી. આજે સવારે જ ઋગવેદે આ છોકરીને કેટલાક કોમન ફ્રેન્ડઝ સાથે જોઈ હતી. ઋગવેદે જઈને પેલી છોકરીને પોતાનો પરિચય આપ્યો. કોમન ફ્રેન્ડસની અને એનઆઈડીની વાતોથી શરૂઆત કરી. છોકરી દિપ્તી દત્તા પોતાના ઘરે દિલ્હી જઈ રહી હતી. બંનેએ માંડ પાંચ-દસ મિનીટ વાઅ કરી ત્યાં તો છોકરીની ફ્લાઈટના સિક્યોરિટી-ચેકિંગની શરૂઆત થઈ હોવાનું એનાઉન્સમેન્ટ સંભળાયું. વાતચીત અને મુલાકાતની આ પાંચ-દસ મિનીટમાં જ ઋગવેદ દિપ્તીના જબરજસ્ત પ્રેમમાં પડી ગયો હતો. એણે નક્કી કરી નાખ્યું હતુ કે જિંદગી તો આની સાથે જ કાઢવી છે. આ જ છે એ છોકરી. પરંતુ આટલી નાની મુલાકાતમાં સીધુ પ્રપોઝ કરી દેવું ઋગવેદને થોડું અજુગતુ લાગ્યું. તેને લાગ્યું કે આવામાં દિપ્તી શું વિચારશે? ખેર તેણે દિપ્તીનો મોબાઈલ ફોન નંબર તો માંગી જ લીધો.

દિપ્તી બાય કહીને સિક્યોરિટી ચેક તરફ આગળ વધી અને દેખાતી બંધ થઈ. ઋગવેદને લાગ્યુ કે તેણે હમણા જ ફોન કરીને દિપ્તીને પાછી બોલાવી લેવી જોઈએ અને પ્રેમનો અત્યારે જ એકરાર કરી દેવો જોઈએ. કારણકે નહી તો ફોન પર પછીથી આઈ લવ યુ કહેવુ પડે જે સારુ ના પણ લાગે. આવામાં ઋગવેદે દિપ્તીને મોબાઈલ કોલ કરવાનો પ્રયન્ત કર્યો પણ દિપ્તીનો ફોન સ્વીચ ઓફ હતો. ઋગવેદે એક સ્ટોલ પરથી ટિશ્યૂ પેપર લઈને પ્રેમ સંદેશ લખીન દિપ્તીની ફ્લાઈટના કાઉન્ટર પર જઈ રીક્વેસ્ટ કરી કે આ સંદેશ ફ્લાઈટમાં બેઠેલી દિપ્તીને અર્જન્ટ પહોંચાડે. પેલા લોકો સંદેશ પહોંચાડવા રાજી થઈ ગયા. ઋગવેદે ફરી ફોન કર્યો તો ફોન લાગી ગયો. તેણે દિપ્તીને કહ્યું કે ચિઠ્ઠી મોકલી છે એ વાંચી લેજે. પણ દિપ્તીએ વારંવાર આગ્રહ કર્યો કે સંદેશામાં છે શું એ કહે. છેવટે ઋગવેદે કહ્યું કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે એમ લખ્યું છે. ફોન કપાઈ ગયો. ઋગવેદે પછી તો ફ્લાઈટના કાઉન્ટર પર જઈને માઈક હાથમાં લીધું અને દિપ્તીના નામ સાથે કહ્યું કે આઈ હોપ યુ આર એબલ તો હીયર મી. જસ્ટ વોન્ટ તો અનાઉન્સ ધેટ આઈ થીન્ક આઈ એમ ઈન લવ વીથ યુ… દિપ્તી ટર્મિનલમાં જ હતી અને તેણે આ સાંભળ્યું પણ ખરું. પહેલા તો તેને લાગ્યું કે પોતાના બેગેજમાં કોઈ પ્રોબ્લેમ હોવાથી પોતાનુ નામ બોલાયુ છે. પછી તેને ખબર પડી કે શું બોલાઈ રહ્યું છે ત્યારે તેને આ ગાંડપણ લાગ્યું અને સમજાયુ નહીં કે શું કરવું. એક સમયે તેને એમ પણ લાગ્યું કે જઈને આ છોકરા સાથે વાત કરું. પણ સિક્યોરિટી ગાર્ડે જવા ન દીધી. દિપ્તીને આ રીતે પ્રપોઝ કરવાની રીત પરથી શરૂમાં તો લાગ્યું કે છોકરો બહુ ઉતાવળો અને અધીરો છે.

બીજા દિવસે ઋગવેદને દિપ્તીનો ઈમેલ મળ્યો, પણ જસ્ટ હાય હેલો વાળો.પછી ફોન,ઈમેલ, ચેટીંગ ચાલ્યું. આ દરમિયાન તેને સમજાતુ ગયુ કે ઋગવેદ શું કરી રહ્યો છે એ તેને ખબર છે. તે આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેણે ક્યારેય પ્રેમપ્રસ્તાવ સ્વીકારવા બાબતે કોઈ આગ્રહ રાખ્યો ન હતો. બેઉ જણા એક બીજાના કામ વિશે, કઈ બુક વાંચે છે એ વિશે વાતો કરતા.દોઢ મહિના પછી દસમી ઓક્ટોબરે દિપ્તીએ પ્રપોઝલ સ્વીકારી. નવેમ્બરમાં દિપ્તીએ અમેરિકા સ્થિત એક છોકરો જોવાનો હતો. ઋગવેદે કહ્યું કે છોકરો જોઈ લેજે અને એનો ઓપ્શન પણ ખુલ્લો રાખજે. દિપ્તી ઈમ્પ્રેસ થઈ કે ઋગવેદમાં કોઈ ઈગો નથી. અને પરિવારવાળાઓને કહી દીધુ કે પોતે ઋગવેદ સાથે જ પરણશે. ૨૭ ઓગસ્ટે ઋગવેદનો અમદાવાદ એરપોર્ટ પર જોયેલો ચહેતો યાદ ન હતો પણ એ બહુ મહત્વનું પણ ન હતું એવું દિપ્તીને લાગ્યું.

દિપ્તી મૂળ લખનૌની છે. તેના અને ઋગવેદના લગ્ન આજે નોઈડામાં થશે જેમાં દિપ્તીના પક્ષી વીસ જણા અને ઋગવેદના પક્ષે આઠ જણા હશે. બંનેના લગ્નની કંકોતરી વિમાનના બોર્ડીંગ પાસ જેવી છે. અને એની પાછળ ખરેખર લોજીક છે. રાઈટ ને ? (માહિતી સ્ત્રોત:મિડ ડેની આ વિશેની મૂળ અંગ્રેજી સ્ટોરી. તસવીરમાં:ઋગવેદ અને દિપ્તી)


boarding.jpg
દિપ્તી અને ઋગવેદની વિમાનના બોર્ડિંગ પાસ જેવી લગ્નની કંકોતરી


Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World