Ahmedabad’s Mouth Organ Lovers’ Garden Gatherings(Video)
અમદાવાદ, દેશગુજરાત
અમદાવાદના વિખ્યાત પરિમલ ગાર્ડનમાં દર રવિવારે સવારે ભેગા થાય છે માઉથ ઓર્ગન વગાડનારાઓ. આમાં કોઈ વકીલ છે તો કોઈ એન્જીનીયર તો કોઈ બીઝનસમેન અને કોઈ પ્રોફેસર તો કોઈ લાયબ્રેરીયન. આ સૌ માટે માઉથ ઓર્ગન વગાડવુ એ શોખનો વિષય છે. લગભગ બે ડઝન જેટલા આ માઉથ ઓર્ગન રસિયાઓના સૂરોને સાથ આપવા સાથે હોય છે બોંગો અને ખંજરી. એક પછી એક સૌ પોતાના ગીતો વગાડતુ જાય છે અને દાદ મળતી જાય છે. માઉથ ઓર્ગનને લગતી ટીપ્સની પણ આપલે થઈ જાય છે. કર્ણોપકર્ણ વાત ફેલાતી જાય છે અને દરેક રવિવારે વધુ ને વધુ માઉથ ઓર્ગન વગાડનારાઓ આમાં જોડાતા જાય છે. કોઈ સંસ્થા નહીં, કોઈ આર્થિક વ્યવહાર નહીં. આ બધા બસ નિજાનંદ માટે આવે છે અને છૂટા પડે છે. આ માઉથ ઓર્ગન વગાડવાવાળાઓ આગળ જતા એક સાથે એક ગીત શિસ્તબદ્ધ વગાડવાની પ્રેક્ટીસ કરવાના છે અને પછી કેન્સર હોસ્પિટલ જેવા સ્થળોએ દુ:ખી લોકોને મફત મનોરંજન પૂરુ પાડવાના છે. ઉપરાંત ગુજરાત દિવસ જેવા મોકા પર પણ જાહેર વાદન કરવાનો તેમનો મનસૂબો છે. હિંદી ફિલ્મોમાં એક સમયે આરડી બર્મન માઉથ ઓર્ગન વગાડતા હતા તેના કારણે એ જમાનામાં આ વાદ્ય પ્રચલિત થયુ હતુ પણ હવે નવી પેઢી આ વાદ્યમાંથી ઝડપથી રસ ગુમાવી રહી છે. અમદાવાદના આ માઉથ ઓર્ગન રસિયાઓ પાસે જર્મની અને ચીનની બનાવટના બસોથી માંડીને અઢાર હજાર રૂપિયાના સ્કેલ વગરના, સ્કેલવાળા, કાચ, લાકડા અને પ્લાસ્ટિકના તરેહ તરેહના માઉથ ઓર્ગનનો સંગ્રહ છે. આમાંથી કેટલાક તો પચાસ પચાસ વર્ષથી માઉથ ઓર્ગન વગાડવાની પ્રેક્ટીસ ધરાવે છે. પોતાના જેવો શોખ ધરાવતા એક જ શહેરના અન્ય રસિકોને મળીને સૌ ખુશખુશાલ થઈ જાય છે. અને તેમને જોઈને ગાર્ડનમાં ચાલનારાઓ પણ થોભીને પૂછી લે છે કે અમારે આમાં જોડાવું છે. અમે માઉથ ઓર્ગન શીખી જાઈશું.
Ahmedabad, DeshGujarat
Mouth Organ lovers in Ahmedabad now meet every Sunday in public garden and play their loving instrument, exchange tips and share tunes. They ultimately want to make an informal non profit orchestra that can perform at national events and in hospitals to entertain cancer patients. In 60s and 70s Mouth organ was famous because of RD Berman, a bollywood music composer who himself was a maestro of mouth organ. RD used this instrument in several movie songs and made it popular. In recent time, mouth organ in India is no more popular and rare as a hobby in youth. Ahmedabad’s mouth organ lovers possess finest quality German and Chinese made mouth organs. Some participants in Sunday meet are 40 to 50 years experienced in playing mouth organ.
| << Previous Post |



