Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



BMW will sell 65 cars in a year in Gujarat(Gujarati text)

Special Report on BMW’s entry in Gujarat
ગુજરાતમાં બીએમડબલ્યૂના પ્રવેશ વિશે ખાસ અહેવાલ

પહેલા જ દિવસે પાંચ બીએમડબલ્યૂ બુક:ગુજરાતમાં એક વર્ષમાં ૬૫ વેચવાનો લક્ષ્યાંક

આપણે ત્યાં એક તરફ દાળ-ચોખાના ભાવ વધારાની ચર્ચા ભલે ચાલ્યા કરે પણ બીજી તરફ આવુ પણ બને છે. અમદાવાદમાં એસજી હાઈવે પર મંગળવારે બીએમડબલ્યૂ કારનો ગુજરાતનો પ્રથમ ડીલર શોરૂમ ખુલ્લો મૂકાયો અને આ સાથે જ પાંચ બીએમડબલ્યૂના ઓર્ડર પણ બુક થઈ ગયા જેમની ગુરૂવારે ડીલીવરી પણ થઈ જશે. બીએમડબલ્યૂ ત્રીસ લાખથી શરૂ થઈને સવા કરોડ રૂપિયાની કિંમતમાં મળે છે અને ગુજરાતમાં બીએમડબલ્યૂનો ડીલર શોરૂમ ખુલ્લો મૂકાયો એ પહેલા જ એંશી જેટલી બીએમડબલ્યૂ રસ્તા પર ફરે છે. આ એંશી બીએમડબલ્યૂ અત્યાર સુધી સર્વિસ માટે મુંબઈ જતી હતી પણ હવે અમદાવાદમાં ડીલરશીપની સાથે સાથે સરખેજ સાણંદ સનાથલ રોડ પર સર્વિસ સ્ટેશન પણ બની જતા બીએમડબલ્યૂવાળાઓને અમદાવાદમાં જ તેમની કારની સર્વિસ મળી જશે. અમદાવાદના ડીલરનો અંદાજ છે કે તેઓ એક વર્ષમાં ગુજરાતમાં પાસઠ બીએમડબલ્યૂ વેચી દેશે.



બીએમડબલ્યૂની ડીલરશીપ લેનાર સરેશવાલા બ્રધર્સ કોણ છે?

અમદાવાદમાં બીએમડબલ્યૂની ડીલરશીપ સરેશવાલા બ્રધર્સે તેમના જર્મન પાર્ટનરના સહ્યોગમાં લીધી છે. આ સરેશવાલા બ્રધર્સ મૂછ વગરની ટૂંકી દાઢી રાખતા મુસ્લિમો છે જે પાલડી વિસ્તારમાં રહે છે અને ગુજરાતના સૌથી અમીર મુસ્લિમો પૈકીના એક છે. સરેશવાલાઓનો મુખ્ય વ્યવસાય પર્સોલી કોર્પોરેશનનો છે. પર્સોલી એ એવી શેરબજારની કંપની છે કે જેમાં ઈસ્લામના સિદ્ધાંતોને અનુસરીને કોઈપણ શેરમાં રોકાણ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. પર્સોલીવાળાઓએ ભૂતકાળમાં અમદાવાદના ટાઉન હોલમાં અને કલકત્તા, મુંબઈના મોટા હોલોમાં મુસ્લિમોની ઈસ્લામના સિદ્ધાંત અનુસાર શેરોમાં પૈસા રોકવાની સભાઓ ભરી છે. સરેશવાલા બ્રધર્સ મહેશ ભટ્ટ સાથે બહુ સારો નાતો ધરાવે છે અને ભૂતકાળમાં તેમણે ત્રણ વખત મહેશ ભટ્ટના કોમી એકતા અંગે અમદાવાદમાં લેક્ચર્સ ગોઠવ્યા છે. લખનૌના નોમાની સાહેબ તેમના ધર્મગુરૂ છે

ભારતમાં સૌથી વધુ બીએમડબલ્યૂ પંજાબમાં વેચાય છે

એસજી હાઈવે પર થલતેજ ચોકડી નજીક પ્રેસિડેન્ટ પ્લાઝામાં પર્સોલી મોટર્સમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બીએમડબલ્યૂના ઈન્ડિયા પ્રેસિડેન્ટ પીટરે તેમના વક્તવ્યની શરૂઆત ગુજરાતીમાં બોલીને કરી. તેમણે કહ્યું કે બીએમડબલ્યૂએ લક્ઝરી કારના સેગમેન્ટમાં ભારતમાં નંબર વન બનવું છે. કંપનીએ ચેન્નઈમાં પોતાનો ઉત્પાદનનો પ્લાન્ટ નાખ્યો છે જેમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસને ચુસ્ત રીતે અનુસરવામાં આવે છે. કંપનીએ પાછલા વર્ષે ભારતમાં હજાર કાર વેચવાના લક્ષ્યાંકને પાર કરીને ૧૩૦૦થી વધુ કાર વેચી હતી. આ વખતે લક્ષ્યાંક વર્ષની ૨૦૦૦ કાર વેચવાનું છે. ભારતમાં સૌથી વધુ બીએમડબલ્યૂ કાર પંજાબમાં વેચાય છે. મુંબઈ બીજા નંબરે આવે છે. પીટરને અમે પત્રકારોએ પૂછ્યું કે બીએમડબલ્યૂના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો પીટરે જવાબ આપ્યો કે અમારી બ્રાન્ડ જ અમારી બ્રાન્ડ એમ્બેસેડર છે. જે લોકો અમારી કાર વાપરે છે તેઓ અમારા બ્રાન્ડ એમ્બેસેડરનું કામ આપોઆપ કરી દે છે.

મુખ્યમંત્રીઓમાં એકમાત્ર માયાવતી પાસે બીએમડબલ્યૂ

બીએમડબલ્યૂની ટેસ્ટ ડ્રાઈવે ટુ વ્હીલર લઈને દોડધામ કરતા પત્રકારોને કેટલાક સમય માટે મજા કરાવી દીધી. સવા કરોડની કારમાં એસજી હાઈવે પરની ટેસ્ટ ડ્રાઈવ કરાવી શિવરાજસિંઘ નામના ડ્રાઈવરે. શિવરાજસિંઘ બીએમડબલ્યૂમાં દસ વર્ષથી કામ કરે છે. તેણે કહ્યું કે વડાપ્રધાન મનમોહનસિંઘ ૭૪૦ બુલેટપ્રૂફ બીએમડબલ્યૂ વાપરે છે. અમિતાભ બચ્ચન ૭૬૦ અને એક્સ૫ એમ બે બીએમડબલ્યૂ વાપરે છે, મુકેશ અંબાણે એલ૭ વાપરે છે, શાહરૂખ ખાન પાસે ત્રણ બીએમડબલ્યૂ છે જેમાં ૭૪૦, એક્સ૫ અને ૫ સીરીઝનો સમાવેશ થાય છે, સચિન તેંડુલકર એક્સ૫ અને થ્રી સીરીઝ વાપરે છે, ઉપરાષ્ટ્રપતિ ૭ સીરીઝની બીએમડબલ્યૂ વાપરે છે. મુખ્યમંત્રીઓના કિસ્સામાં માત્ર એક ઉત્તરપ્રદેશના માયાવતી એક્સ૫ બીએમડબલ્યૂ વાપરે છે.


સવા કરોડની કારની ખૂબીઓ

બીએમડબલ્યૂની ટેસ્ટ ડ્રાઈવમાં તેની ખૂબીઓ સમજાવતા શિવરાજસિંઘે સનરૂફ ખોલી. બપોરના બાર વાગ્યાનો સૂરજ માથે હતો અને આખેઆખો સનરૂફમાંથી દેખાતો હતો પણ તેની જરા પણ ગરમી કે તડકો વર્તાય નહી એવો સનરૂફનો કાચ હતો. કારમાં અતિશય કમ્ફર્ટેબલ પ્રકાશ આવતો હતો. કારમાં બ્રેકના લાઈનર કેટલા ઘસાયા છે, ટાયરમાં હવા કેટલી છે, એન્જીન ઓઈલ કેટલું બાકી છે, દરવાજો ખુલ્લો રહી ગયો છે કે કેમ, કાર પાર્કિંગમાંથી કાઢતા હોવ તો કોઈ ચીજ તેની કઈ બાજુ કેટલી નજીક છે, બ્રેક ઓઈલ કેટલું છે, આ બધુ કોમ્પ્યુટરનો સ્ક્રીન બતાવે અને જરૂર પડે ત્યારે વોર્નીંગ પણ આપે. કારમાં બ્લુ ટુથ મોબાઈલ ફોન હોય તો માઈક અને સ્પીકર આપેલા છે એના દ્વારા જ વાત કરી નાખવાની. સ્ટીયરાંગ પરથી હાથ ઉઠાવવાની જરૂર ન પડે. સ્ટીયરીંગ પર છ જેટલી સ્વીચો આપેલી છે જેના દ્વારા ઓડિયો અવાજ ઓછો વત્તો કરી શકાય. ઉપરાંત ક્રૂઝ કંટ્રોલની એક સ્વીચ છે જેમાં એકધારી સ્પીડે કાર ચાલતી જાય અને તમે ફરીથી એક્સીલેટર પર જ્યારે પગ મૂકો ત્યારે ક્રૂઝ કંટ્રોલ આપોઆપ ઉઠી જાય. કારમાં ગીયરને ત્રણ અવસ્થામાંથી મનપસંદ અવસ્થામાં ગોઠવી શકાય છે. સ્પોર્ટસ ગીયર રાખો તો પીકઅપ રેસીંગની કાર જેટલો મળે છે, મેન્યુઅલ ગીયર રાખી શકાય અને ઓટોમેટિક ગીયર રાખો તો ગીયર પાડવાની ઝંઝટ નહીં. કારની બહાર બહુ ઠંડી હોય તો તમે તમારી સીટ ગરમ કરી શકો એવી સીટમાં વ્યવસ્થા છે એ જ રીતે બહાર ગરમી હોય તો સીટ ઠંડી કરી દેવાની. કારમાં નાનુ રેફ્રીજરેટર છે અને ડીવીડી પ્લેયર તો છે જ. કારની ડેકીને અલગ અલગ અનેક રીતે વાપરી શકાય છે. કારમાં સુરક્ષા માટે એક્સીડન્ટ થાય તો આગળ છ એરબેગ ખૂલી જાય એવી સુવિધા છે. કારમાં બેસતા કાર પીક અપ લે ત્યારે વિમાન રનવે પર દોડતુ હોય એવો પાવર અને સ્પીડનો અહેસાસ થાય.

German auto giant BMW enters Gujarat

BMW India, a subsidiary of German Auto giant BMW, today announced its entry into Gujarat with appointment of Parsoli Motors as its dealers in the city.

Parsoli Motors have set up 6,000 sq feet showroom near Thaltej Circle on Sarkhej-Gandhinagar Highway with a fully equipped workshop for sales and services for world renowned BMW luxury cars.

Speaking to media persons on the occasion, Peter Kronschnabi, President of BMW India, said ”This is our 11th dealership in India and we are confident that this new partnership with Parsoli Motors is very important as Ahmedabad is one of vibrant cities and it will fuel BMW’s growth plans in India.” He said ”in last year’s sales figures of BMW, we have set a sale target of 2,000 cars in India this year. Last year, 1387 BMW were sold against the target of 1,000, he added.

The BMW cars will roll out from company’s production plant located in Chennai, which has strength to assemble 3,000 BMW per annum. ”However, at present we have no plan to export BMW from Chennai plant as first we want to fully exploit the Indian market”, Kronschnabi said.

Zafar Sareshwala, Director of Parsoli Motor, said ”We are expecting to sell 65-70 BMW cars in Gujarat this year”.

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World