Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Gujarati Recipe Vaangi Rasoi Dish cuisine: Vada Pav

વડાપાંઉ

સ્પેનથી પીંકુએ દેશગુજરાત.કોમની વાનગી હેલ્પલાઈન પાસે વડાપાંઉ બનાવવાની રીત માંગી છે. તો પીંકુ(ભાઈ કે બહેન?)જી વડાપાઉં તમે એકલા એકલા તો ખાશો નહીંને ? વીસ વ્યક્તિઓ માટેના વડાપાંઉ તૈયાર કરવાના માપના આધારે આ રીત આપુ છું એટલે આમ કહું છું. તમારે જેટલી વ્યક્તિ માટે તૈયાર કરવા હોય એ પ્રમાણે માપમાં વધઘટ સમજી લેજો.

સામગ્રી:અઢીસો ગ્રામ બટાકા, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, બે ચમચી અડદની દાળ, મીઠો લીમડૉ, ચોથા ભાગની ચમચી ભરીને હળદર, ૧ ચમચી તલ, ૩ નંગ ઝીણી સમારેલી ડુંગળી, ૧ ચમચી વાટેલા આદુ મરચાં, બે ચમચી ઝીણી સમારેલી કોથમીર, ૧ નંગ લીંબુ, બે ચમચી ખાંડ, ગળી ચટણી, તીખી ચટણી, લસણની ચટળી, ઝીણી સેવ, વીસ ભાજીપાઉંની બ્રેડ, ઘી અને માખણ, ચણાનો પ્રમાણસર લોટ, અર્ધી ચમચી મરચું, પ્રમાણસર મીઠું.

રીત: બટાકાને બાફી, છોલીને છીણી નાખવા. બે ચમચી તેલમાં રાઈ, અડદની દાળ, લીમડો, તલ, હળદર અને ઝીણી સમારેલી ડુંગળી નાખો. કથ્થાઈ થવા દો.

હવે બટાકા અને બાકીનો મસાલો નાખો. બટાકાવડા ચપટાં વાળીને ચણાના લોટના ખીરામાં બોળીને તેલમાં તળી લો.

ભાજીપાઉંની બ્રેડને વચ્ચેથી સહેજ કાપીને માખણ લગાડી, ગળી ચટણી, લસણની ચટણી, તીખી કોથમીરની ચટણી પાથરીને તેના પર બટાકાવડું મૂકીને ફરીથી ત્રણેય ચટણી પાથરીને બંધ કરો.

લોઢી પર ઘી, તેલ મૂકીને બંની બાજુ શેકો. તેની ઉપર સેવ, કોથમીર ભભરાવો.

વડાપાંઉ તૈયાર.

(C) Rupam’s Gujarati Vaangi Vangi Rasoi Cuisine mithai Cooking recipe, Ahmedabad Gujarat.

.

Feedbacks Received to “Gujarati Recipe Vaangi Rasoi Dish cuisine: Vada Pav”

  1. Vibhuti Says:

    My name is vibhut patel, i am living in canada i miss all food from india’s. Most vadapav and dabeli so can you give me the recipe of dabali.

    Thank you

  2. virali Says:

    i like this website very much. gujrat ni yaad ne taja karavti aa website khubaj saras chhe mari ek request ae chhe ke bane to online gujrati radio chalu karo. plz. aa website mate aap saune khub khub subhechchhao. plz. aapna festival chalta hoy ae vakhte front page par teni mahiti aapva vinanti

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World