Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Great Gujarati Film Comedian Ramesh Mehta is 75

ramesh-mehta-gujarati-comedian.jpg

રાજકોટ, દેશગુજરાત

રાજકોટના ગોંડલ રોડના મકાનનો હીંચકો છે તેમનો દોસ્ત

રાજકોટના ગોંડલ રોડ પરના મકાનનું નામ છે પ્રભુ લીલા. મકાનના આંગણામાં ફૂલ છોડના કૂંડા છે અને એક હીંચકો છે. આ હીંચકે શ્રીમન્નારાયણ ગાતા, કે છાપું વાંચતા કે ચા પીતા કે ઝોકુ ખાઈ લેતા રમેશ મહેતા તમને જોવા મળી જાય. આજે જીવનના પંચોતેરમાં વર્ષમાં પ્રવેશેલા રમેશ મહેતા એમના આંગણાને ઉપવન કહે છે અને ઉપવનમાં જ જીવનના આ વર્ષો પસાર કરી રહ્યા છે.

દરેક મહાન હાસ્યકલાકાર છેવટે ફિલોસોફર બની જાય છે: રમેશ મહેતા પણ

સામાન્ય ગ્રામીણ મહેનતકશ માણસથી માંડીને મધ્યમવર્ગના શહેરીને અને હવે તો ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતની વિદેશમાં જઈને વસેલી નવી પેઢીને પણ હસાવનાર, મનોરંજન પૂરુ પાડનાર, બે ઘડી દુ:ખ ભૂલાવનાર ગુજરાતી ફિલ્મોના આ મહાન હાસ્ય અભિનેતા દરેક મહાન હાસ્યકલાકારની માફક હાસ્યમાંથી ફિલોસોફી તરફ વળેલા જોઈ શકાય છે. તેઓ કહે છે કે આ મારુ નાનકડુ ઉપવન, મનમાં આવે તો ગીત ગાઉં અહીંયા. મારે ઓક્સિજનની જરૂર નહીં. ગુજરાતની જનતાનો પ્રેમ અને પ્રેક્ષકોના ખૂબ આશિર્વાદ એ જ મારો ઓક્સિજન છે. જેટલું છે એમાં સંતોષ માણવાનો. હાય બુઝા લકડા , હાય બુઝા લકડા એમ કરવાનો કોઈ ફાયદો નથી. જીવતા આવડે તો જીવન બહુ જ સરસ છે. બાકી તો ઉપાધિઓના પોટલા છે. એક મળે ને બીજી મેળવવાનુ મન થાય ને વળી પાછુ ત્રીજુ મેળવવાનુ મન થાય. હાય બુઝા લકડા કરવા કરતા હસતા હસતા જીવોને ભાઈ? શ્રીહરિ નામનું સ્મરણ કરતા કરતા જીવો જરા. જેટલું આનંદથી ભોગવાય એટલું ભોગવો અને ભોગવીને ત્યાગી દો, ત્યાગીને ભોગવી લો…

સૌરાષ્ટ્રના નવાગામમાં જન્મ:ફરી જન્મ ત્યાં જ લેવો છે

મૂળ સૌરાષ્ટ્રના નવાગામમાં જન્મેલા અને ઉછરેલા રમેશ મહેતા આજે પણ નવાગામ જાય છે અને ત્યાં તેમના પિતાએ બંધાવેલા ભીમનાથ મહાદેવના દર્શન કરે છે. રમેશ મહેતા કહે છે કે અહીં નવાગામમાં અમે રહેતા. પિતાજી ગિરધરલાલ ભીમજી મહેતા મારા પ્રથમ ગુરૂ. તેઓ સારી સ્થિતિમાં આવ્યા એટલે આ ભીમનાથ મહાદેવ બંધાવ્યું. રમેશ મહેતા કહે છે કે નવાગામથી ત્રણ કિલોમીટર અમે ચાલતા અને પછી ટ્રેનમાં બેસીને રાજકોટ જઈ શકતા હતા.
આજે પણ નવાગામ જાય ત્યારે રમેશ મહેતા તેમના આ ગામની ધૂળ માથે ચડાવે છે અને એવી કામના કરે છે કે ભગવાન ફરીથી અહીં જ જન્મ આપે.

“બાળપણના કેશ બદલે પણ લખણ ન બદલે લાખા…”

રમેશ મહેતાના પિતાએ પછી તો રાજકોટમાં ઘર ખરીદીને વેચવાનું કામ શરૂ કર્યું. પિતા ગિરધરલાલ એક સાથે સંખ્યાબંધ મકાન ખરીદી લે અને પછી તેમને સારા ભાવે વેચે. આવામાં એક સમયે તેમની પાસે રાજકોટમાં અગિયાર ઘર હતા. ત્રણ ચાર ઘર ખાલી પડ્યા હોય એટલે નાનકડા રમેશ મહેતા તેમાં જાય. ખાલી મુખ્ય રૂમમાં કે ફળિયામાં બાપુજીનું ધોતિયું બાંધે અને પછી આસપાસના નાના છોકરાઓને બોલાવીને નાટક કરે. આ નાટક તત્ક્ષણ એટલેકે સ્પોન્ટેનીયસ હોય. એમાં કોઈ અગાઉથી લખેલા ડાયલોગ ન હોય કે કશું લખેલું ભજવાતું ન હોય.

રમેશ મહેતા કહે છે કે નાટકના સંસ્કાર નાનપણથી જ આમ આવી ગયા હતા: બાર ગામે બોલી બદલે, તરૂવર બદલે શાખા, બાળપણના કેશ બદલે પણ લખણ ન બદલે લાખા…

નાટકનો જીવ:વિવિધ વ્યવસાયોમાં ગોઠ્યું નહીં

મોટા થયા બાદ રમેશ મહેતાએ અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી. પણ તેઓ મૂળ તો જીવ હતા નાટકના. ૧૯૪૯માં વિજયાબહેન સાથે લગ્ન કર્યા અને રમેશભાઈ બે દીકરા અને બે દીકરીના પિતા બન્યા.

મુંબઈ ગયા ને જીવન પલટાયું

પરંતુ રમેશ મહેતાનું આજનું એક પ્રતિષ્ટિત કલાકાર તરીકેનું સ્વરૂપ ઘડાયું તેમની મુંબઈ મુલાકાત બાદ. આઈએનટીના મનસુખભાઈ જોષી રમેશ મહેતાની નાટ્યક્ષમતાને પિછાનીને તેમને મુંબઈ લઈ ગયા. મુંબઈમાં દિલ્હી નાટ્ય સંઘની સ્કોલરશીપની બદૌલત રમેશ મહેતાને એક વર્ષ માટે કેસી કોલેજમાં નાટ્ય જગતનું શિક્ષણ લેવા એડમીશન અપાવ્યું. અહીં રમેશ મહેતા મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા.

“દુ:ખનો દરિયો પી જાય એ જ કલાકારને?”

રમેશ મહેતા મુંબઈ કેસી કોલેજમાં નાટકનું શિક્ષણ લેવા ગયા ત્યારે રાજકોટમાં ચારે કોર દેકારો મચી ગયો હતો. એક તરફ બે દીકરા, બે દીકરી અને પત્નીને નિભાવવાની જવાબદારી, અને બીજી તરફ મુંબઈ રહેવાનું અને નાટક શીખવામાં તો કશી આવક ન મળે. આ દિવસોને યાદ કરતા રમેશ મહેતા કહે છે કે કલાકાર તો એનું જ નામ ને કે જે દુ:ખનો દરિયો પી જાય?

ફિલ્મોમાં શરૂઆતમાં લેખનનું કામ મળ્યું: એ પણ અનાયાસે

કેસી કોલેજ બાદ રમેશ મહેતાએ નાટકો લખવાના શરૂ કર્યા. આમાં એક નાટક હતું સૂડી વચ્ચે સોપારી. આ નાટકે સૌરાષ્ટ્રની પણ ટૂર કરી હતી. ટૂર દરમિયાન આ નાટકમાં કામ કરનાર કલાકાર અરવિંદ પંડ્યા રમેશ મહેતાના સઘન પરિચયમાં આવ્યા. અરવિંદ પંડ્યાને આ નાટલ બાદ હસ્તમેળાપ નામની ફિલ્મ મળી. આ ફિલ્મ જસુભાઈ ત્રિવેદી બનાવતા હતા અને ચરુર્ભુજભાઈ દોશી એ તેના લેખક હતા. લેખક ફિલ્મ લખતા લખતા અધવચ્ચે જ બિમાર પડ્યા અને બિમાર તો એવા પડ્યા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આવામાં ફિલ્મનું યુનિટ અધૂરી ફિલ્મે મૂંઝવણમાં મૂકાયું કે હવે બાકીની ફિલ્મ લખશે કોણ? આવામાં ફિલ્મના કલાકાર અરવિંદ પંડ્યાએ રમેશ મહેતાનું નામ સૂચવ્યું. રમેશ મહેતાને સીન લખવા માટે તક મળી. તેમણે તો ચાર પાંચ સીન લખી દીધા. ફિલ્મવાળાઓ નજીકમાં જ હોસ્પિટલમાં ભરતી થયેલા ફિલ્મના અગાઉના માંદા પડેલ લેખકને રમેશ મહેતાએ લખેલા સીન વંચાવવા માટે લઈ ગયા. લેખક તો એટલા ખુશ થયા કે તેમણે કહ્યું કે આ છોકરા(રમેશ મહેતા)એ બહુજ સરસ સીન લખ્યા છે. હવેથી તેને જ બાકીની ફિલ્મનું કામ સોંપો. અને એ જે રીતે લખી આપે એમ ફિલ્મ બનાવો. હું એના લેખનથી ભારે પ્રસન્ન છું. રમેશ મહેતા કહે છે કે એ ફિલ્મ પેટે તેમને અઢીસો રૂપિયાનું મહેનતાણું મળ્યુ હતુ.

લેખન કરતા કરતા જ પોતાના સીન લખીને એક્ટીંગ શરૂ કરી

એ ફિલ્મ હીટ ગઈ પછી તો રમેશ મહેતાને બીજી પણ ફિલ્મોનું લેખનનું કામ મોટાપાયે મળવા માંડ્યું. કેટલીક હીટ ફિલ્મોની હારમાળા બાદ રમેશ મહેતાનો ફિલ્મ બનાવનારાઓ સાથે નજીકનો સંબંધ બંધાયો. નાનપણથી પોતે નાટકના જીવ તો હતા જ, એટલે રમેશ મહેતાએ ફિલ્મના લેખનમાં પોતાના માટે વિચારીને કિરદાર મૂકવા માંડ્યા કે જે મોટાભાગે લાઈટ પ્રકારના એટલેકે હસાવે એવા પાત્રોના હતા. રમેશ મહેતા સીન લખે અને ફિલ્મ બનાવનારને કહી દે કે આ સીનનું પાત્ર પોતે ભજવશે. આવુ કરવાનું એવુ તો સુપરહીટ નીવડ્યું કે પછી તો કોઈ બીજો લેખક ફિલ્મ લખતો હોય તો પણ તેને ફિલ્મ બનાવવાર કહી દે કે કોમેડીના કેટલાક સીન છે તે રમેશ મહેતા જ લખશે અને ભજવશે. આ રીતે જન્મ થયો હાસ્ય અભિનેતા રમેશ મહેતાનો.

“કલાકાર ત્રણ પ્રકારના હોય છે:મેં જે એક્ટીંગ કરી એ સહજભાવે કરી”

રમેશ મહેતા કહે છે કે કલાકાર ત્રણ પ્રકારના હોય છે એક એ કે જેમને ઈશ્વર મોકલે છે. આવા કલાકારોને અંતસ્ફૂરણા થતી હોય છે અને ઈશ્વરના ફરિશ્તા તરીકે કલાકાર તરીકે જન્મતા હોય છે. બીજા પ્રકારના કલાકારો એવા હોય છે કે જેમને મઠારવામાં આવે છે, કેળવવામાં અથવા જેઓ ખુદ પોતાને મઠારે છે તેથી કેળવાઈને નીવડેલા કલાકાર બની શકે છે. અને ત્રીજા કલાકાર એ છે કે જેઓને લાગે છે કે બીજે કશે કરતા અહીંયા વધારે મજા છે. અને આવાઓ કલાકાર તરીકે કલાના ક્ષેત્રમાં ધૂસી ગયેલા હોય છે. પરંતુ હળદરના ગાંઢિયે વૈદ્ય ન થવાય. મેં જે કર્યું એ અભિનય ન હતો જે કાંઈ કર્યું એ સહજભાવે કર્યું.

હેપ્પી બર્થડે રમેશ મહેતા.

રમેશ મહેતાની કોમેડીની દેશગુજરાત.કોમ પરની લીંક(ઓડિયો-વિડિયો)

રમેશ મહેતાના ત્રણ સીન(Video)

રમેશ મહેતાનો કમાલનો આઈડીયા(Video)

રમેશ મહેતા લાઈવ માઈક પર અમદાવાદની કર્ણાવતી ક્લબમાં
(Video)

રમેશ મહેતાની સાસુ(Mp3)

રમેશ મહેતાનો આત્મહત્યાનો પ્રયાસ(Mp3 & Video)

રમેશ મહેતાની ચૂંદડી(Mp3)

રમેશ મહેતાનું લગ્નજીવન અને તેમના પિતા(Video)

રમેશ મહેતાનું કોમેડી ગીત(Video)

રમેશ મહેતાએ ગોઠવ્યું છટકું(Video)

વાતે વાતે રમેશ મહેતાની બે વાત(Video)

લક્ષ્ય બન્યા રમેશ મહેતા અને પછી(Video)

રમેશ મહેતા, તેમની પ્રેમિકા અને પ્રેમિકાના પિતા ..(Video)

Feedback received to “Great Gujarati Film Comedian Ramesh Mehta is 75”

  1. Bharat jani Says:

    i am one of the friend of ramesh mehta.when i was study in std.6th or 7th our family are likely to watch the movie of ramesh mehta.he is a wonderful comedian artist to gujarati film nagari.our family love them today.he is a great man.when i am not in mood i use to watch comedy of ramesh mehta…………. thanks to ddeshgujarat

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World