વિદ્વાનોને રેસ્ટોરન્ટમાં લઈ જાઓ પછી શું થાય?
વિદ્વાનોને રેસ્ટોરન્ટમાં લઈ જાઓ પછી શું થાય?
જપન પાઠક દ્વારા
૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૦, અમદાવાદ, દેશગુજરાત
પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડને આપણે સાવ ધિક્કારી ન દઈએ એ માટે સરકાર ઘણાબધા અયોગ્ય માણસો સાથે કેટલાક યોગ્ય માણસોને પણ આ પુરસ્કાર આપતી રહે છે. યોગ્ય માણસોને કારણે પુરસ્કારની દિવ્યતા જારી રહે છે અને પુરસ્કારની દિવ્યતાના કારણે તેને મેળવી લેનારા અયોગ્ય માણસો પોરસાતા-પોષાતા રહે છે. આ વખતના પદ્મ પુરસ્કારોમાં અમદાવાદના પ્રોફેસર ઢાકીનું નામ જાહેર થયું ત્યારે ૯૯.૯૯ ટકા ગુજરાતીઓને માલૂમ ન હતું કે આ મિસ્ટર ઢાકી ગુજરાતી છે. પદ્મ પુરસ્કાર મેળવનારા ગુજરાતીઓમાં પ્રો ઢાકીનું નામ સમાવતા મારે એક પત્રકાર તરીકે ઘણા પ્રશ્નોનો અને થોડા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. ‘પ્રો ઢાકી ગુજરાતી છે? કોણ છે પ્રો ઢાકી? તમને ખાતરી તો છે ને કે આ જે પ્રો ઢાકીનું નામ પદ્મ વિજેતાઓમાં છે એ ગુજરાતના જ છે? અમે તો કોઈ વખત સાંભળ્યું નથી આમના વિશે!’ એ તો સારું હતું કે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરોની પદ્મ પુરસ્કારોની જાહેરાત કરતી અખબારી યાદીમાં પ્રો ઢાકીના નામ પાછળ કૌંસમાં ગુજરાત લખ્યું હતું તેના કારણે અખબારોએ તેમને ગુજરાતી પદ્મ પુરસ્કારોની યાદીમાં સમાવ્યા. મલ્લિકા સારાભાઈ કે સંત ચટવાલ કે સૈફ અલીખાન કે તિસ્તા સેતલવાડને પદ્મ પુરસ્કાર મળે ત્યારે આ પુરસ્કારની વિશ્વસનીયતા પર જેટલી સદુ:ખ શંકા થાય એટલોજ આનંદ આ એવોર્ડ પ્રો ઢાકી જેવી પ્રતિભાઓને ડિસ્કવર કરીને સામે મૂકે છે એનાથી થાય. અંગ્રેજી શબ્દ કવર ઢાંકવાના અર્થમાં વપરાય છે અને ડિસ્કવર શબ્દ કવર ઉઘાડવા, હટાવવા, કવરની અંદરની ચીજ ઉજાગર કરવાના અર્થમાં વપરાય છે. પદ્મ પુરસ્કારે પ્રો ઢાકીને એવા ડિસ્કવર કર્યા કે અખબારોના પ્રતિનિધિઓ તેમનું જ્ઞાનદોહન કરવા દોડી ગયા. ભારતના યુગો યુગોના શાસ્ત્રીય મંદિર સ્થાપત્ય વિશે પ્રો ઢાકીના સમાંતરનો વિદ્વાન પુરુષ આજે મળવો લગભગ અશક્ય છે.
રવિવારે પ્રો ઢાકીનું અમદાવાદની એલડી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજીમાં અભિવાદન હતું. તેમણે પોતાના ટૂંકા પ્રવચનમાં કહ્યું કે આ એવોર્ડ ખરેખર તો કોઈ યુવાન અને વધુ લાયક વ્યક્તિને મળવા જેવો હતો. પ્રો ઢાકી વિશે અમદાવાદના મળવા જેવા માણસ આર્કિટેક્ટ સ્નેહલ શાહે કહ્યું કે એક વખત તેઓ પ્રો ઢાકી અને બીજા એક વિદ્વાનને મહેતા રેસ્ટોરન્ટમાં ઢોસા ખાવા લઈ ગયા. તો આ બે વિદ્વાનો ઢોસા ખાવાના તો બાજુમાં રહ્યા, હોટેલનું મેનુ જોઈ તેમાં જોડણી સુધારવા માંડ્યા અને મેનુ પર જ પેનથી સુધારા વધારા કરવા માંડ્યા. એ તો સારું હતું કે રેસ્ટોરન્ટવાળો ઓળખાણવાળો હતો. જ્ઞાનીઓનું આવું હોય છે. મને આ સાંભળીને યાદ આવી ગયું કે સ્વ.કે.કા.શાસ્ત્રી વિશે એક વખત મેં સાંભળ્યું હતું કે તેમના જાડા થોથા જેવા પુસ્તકના આખેઆખા લખાણમાં ક્યાંય અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણથી માંડીને જોડણીની એકેય ભૂલ જ ન હોય એ જોઈ પ્રૂફ રીડરો આશ્ચર્ય અનુભવતા.
ઢાકી સાહેબના અભિવાદન સમારોહમાં સાહિત્યકાર ભોળાભાઈ પટેલે કહ્યું કે એક વખત ઢાકી સાહેબ શ્રીલંકાના બૌદ્ધ મંદિરના સ્થળે તેના શિલ્પોનું અધ્યયન કરવા ગયા તો મંદિરની બહાર બૌદ્ધ સાધુએ કહ્યું કે આ મંદિરમાં માત્ર બૌદ્ધ વ્યક્તિને જ પ્રવેશ છે.ઢાકી સાહેબે ત્યાંજ પેલા બૌદ્ધ સાધુ પાસે પાલી ભાષામાં બૌદ્ધ શાસ્ત્રાર્થ કરીને બૌદ્ધ સાધુને સરળતાથી સમજાવી દીધું કે તેમનું બૌદ્ધ ધર્મ વિશેનું જ્ઞાન કેવુંક છે. બૌદ્ધ સાધુ પછીતો પેલા મંદિરનો નિયમ બાજુએ મૂકીને પ્રેમ પૂર્વક ઢાકી સાહેબને અંદર લઈ ગયો.
અમદાવાદમાં પ્રખર વિદ્વત્તાના ક્ષેત્રે કે.કા.શાસ્ત્રીના નિધન બાદ વડલાના વૃક્ષ જેવા પ્રો ઢાકી જ છે.














February 22nd, 2010 at 3:12 am
If there are any other individuals in Gujarat who have devoted their life for literary/social or any other cause, pl inform about them. Even if those individual dont neeed any recognotion public needs it. This cannot be expected from political parties.
Thanx.
February 22nd, 2010 at 7:28 am
thanks for such a nice information
February 22nd, 2010 at 9:33 am
Thanks. It is indeed honour to the award itself. It has found Prof.Dahky.
February 22nd, 2010 at 10:01 am
Bloody teesta got this highest award? when?
I know saif and rajdeep were complete bluders for these awards
Anyway looks like saif got this award because he played terrorist in Kurbaan else I cant see anything that leads him to this award…..
Can somebody put some rays?
February 22nd, 2010 at 1:08 pm
Nice article. People like Pro. Dhanki really deserves the award.
But now a days, awars are just one more instrument which authorities can use for their advantage. If Obama can get NOBEL without doing anything, anyone can get indian awards. No surprise teesta and rajdeep got them!
February 22nd, 2010 at 8:21 pm
Thanks for this article. I didn’t have knowledge about Prof. Dhaki before.
I would like if you put few article or link where we can learn & teach Gujarati to our children.
February 25th, 2010 at 10:28 pm
hi, thanks for article. this info is nice to know about Dhaki.