Gujarati Recipe of Badam Pistana Laddu(Gujarati text)

બદામ પિસ્‍તાના લાડુ

સામગ્રીઃ

૧/૨ વાટકી બદામનો બારીક ભૂકો,
૧/૨ વાટકી પિસ્‍તાનો કરકરો ભૂકો,
૧/૨ વાટકી ખાંડ,
૧/૪ વાટકી પિસ્‍તાના બારીક ટુકડા,
૧/૪ વાટકી ખાંડ,
ત્રણ ચાર ટીપા બદામનું એસેન્‍સ,
પ્રમાણસર કેશર,
પિસ્‍તાની કતરી

રીતઃ

૧/૨ વાટકી ખાંડમાં ૧/૨ પાણી નાંખી એક તારની ચાસણી બનાવો. ચાસણી થઈ ગયા બાદ નીચે ઉતારી તેમાં બદામનો ભૂકો અને બદામનું એસેન્‍સ નાંખી બરાબર મીકસ કરો.૧/૪ ખાંડ તથા ૧/૪ પાણી મીકસ કરી એક તારની ચાસણી કરો. તૈયાર થઇ ગયા બાદ નીચે ઉતારી તેમાં પિસ્‍તા પાઉડર અને પિસ્‍તાના ટુકડા નાખવા બરાબર મીકસ કરવું બદામના પુરણમાંથી થોડું પૂરણ લઈ પુરીની જેમ હાથ ઉપર થેપીને તેની વચ્‍ચે પિસ્‍તાનું થોડું પુરણ મુકી કચોરીની જેમ વાળો.બધા લાડુ તૈયાર થઈ જાય એટલે તેના ઉપર ડેકોરેશન કરવા માટે કેશરને જરાક પાણીમાં પલાળી બધા લાડુ પર આંગળીથી કેશરનું ગોળ ટપકું કરી તેના ઉપર પિસ્‍તાની એક કતરી લગાવો.