Gujarati Recipe of malpua(Gujarati text)

માલપુઆ

સામગ્રી :

દૂધ : ૪ કપ,
સાકર : ૬ ચમચા,
ઘી : ૧ કપ,
પાણી : ૨ કપ,
ઘઉંનો લોટ : ૬ ચમચા.

રીત :

પ્રથમ દૂધનો ઊભરો આવી જાય પછી ધીમા તાપે દૂધ અરધાથી પણ વધારે બળી જાય ત્‍યાં સુધી ઉકાળો. દૂધને એકસરખું હલાવતાં જવું, જેથી દૂધ જાડું અને ગઠ્ઠારહિત થાય. સાકર અને પાણી બંને ભેગાં કરી ઉકાળી તેની ચાસણી બનાવો. તેને નાની થાળીમાં લો. ઠંડા થયેલા દૂધમાં લોટ મિક્સ કરો જેથી દૂધ વધારે જાડું થશે. બરાબર હલાવી એકસરખું ખીરું તૈયાર કરો. હવે કડાઈમાં ઘી લઈ ગરમ કરો. જ્યારે બરાબર ગરમ થઈ જાય ત્યારે એક ચમચો ભરી ખીરું ધીમાં નાખો. તે નાની પૂરી જેવો દેખાશે. તેને ધીમા તાપે તળાવા દો. પછી તેની બીજી બાજુ ફેરવીને તળવી. જ્યારે સોનેરી રંગ જેવા થાય ત્યારે તે લઈ લેવા અને ચાસણીમાં મૂકવા, જેથી બરાબર ચાસણી ચૂસી લે પછી કાઢીને બીજા વાસણમાં મૂકવા. આવી રીતે ખીરાના માલપુઆ બનાવવા.